SearchBrowseAboutContactDonate
Page Preview
Page 145
Loading...
Download File
Download File
Page Text
________________ દિવોમાં નિશ્ચયસમ્યક્તનો અભાવ सम्यक्त्ववन्त एव । अन्यदा तु व्यवहारसम्यक्त्ववन्तो निश्चयसम्यक्त्ववन्तो वेत्यत्र न ग्रह इत्युपपत्तिः स्यादेवेत्याहुः । तैर्निश्चयसम्यक्त्वस्वरूपमेव न बुद्धं, अप्रमत्तचारित्रस्यैव निश्चयसम्यक्त्वलक्षणात्। तदुक्तं श्रावकप्रज्ञप्तौ → जं मोणं तं सम्मं जं सम्मं तमिह होइ मोणं ति। णिच्छयओ इयरस्स उ सम्म सम्मत्तहेऊ वि'॥[गा. ६१] त्ति । तच्च कथं देवानामुपपातकाले सम्भवतीति भावनीयं परीक्षकैः। यदपि 'णिच्छयओ सम्मत्तं नाणाइमयप्पसुह(द्ध)परिणामो'[सम्बोधप्रक० ९३९ पू.] त्ति वचनात् तत्त्वविचारणोपबृंहितो मतिश्रुताधुपयोग एव निश्चयसम्यक्त्वमिति બનશે. હંમેશા વિમાનમાલિક તરીકે ઉત્પન્ન થતા દેવની અપેક્ષાએ પૂર્વે ઉત્પન્ન થયેલા દેવો અસંખ્યગુણ હોય.) દેવોમાં નિશ્ચયસમ્યત્વનો અભાવ કેટલાક - જ્યોતિષવિમાનાધિપો(સૂર્ય-ચંદ્રો) પોતાની ઉત્પત્તિકાળે સ્થાનના પ્રભાવથી નિશ્ચયસમ્યક્તવાળા હોય છે અને અન્યદા તેઓ વ્યવહારસમ્યક્તવાળા હોય કે નિશ્ચયથી સમ્યક્તવાળા હોય તેમાં કોઇ આગ્રહ નથી. તેથી પછીના કાળમાં તેઓ વ્યવહારથી સમ્મસ્વી અને નિશ્ચયથી મિથ્યાત્વી હોય અને વિર્ભાગજ્ઞાની હોય તો વિર્ભાગજ્ઞાનીની સંખ્યામતિ-શ્રુતજ્ઞાની કરતાં અસંખ્યગુણ થાય અને ઉત્પત્તિ પછીની પ્રથમ પ્રતિમાપૂજાકાળે સમ્યક્ત હોવાથી પૂજા ધર્મરૂપ પણ બની જાય. આમ બધુ સુસંગત બને છે. ઉપાધ્યાય યશોવિજયજી મહારાજ - તમારી વાત બરાબર નથી. તમે નિશ્ચયસમ્યક્તનું સ્વરૂપ સમજ્યા નથી. દેવોને નિશ્ચયસમ્યત્ત્વ સંભવે જ નહિ. પછી તમે કહ્યું તે પ્રમાણે નિશ્ચય અને વ્યવહારનો વિભાગ જ શી રીતે સંભવે? શંકાઃ- દેવોને નિશ્ચયસમ્યક્ત કેમ ન હોય? સમાધાનઃ- અવિરત એવા દેવોને અંશમાત્ર પણ ચારિત્ર નથી. જ્યારે નિશ્ચયસમ્યક્ત તો અપ્રમત્તચારિત્રધરને જ હોય છે. નિશ્ચયસમ્યત્ત્વનું લક્ષણ જ અપ્રમત્ત ચારિત્ર છે. શ્રાવક પ્રાપ્તિમાં કહ્યું છે – “જે મૌન (અપ્રમત્તસંયમ અનુષ્ઠાન) છે, તે જ સમ્યક્ત(=નિશ્ચયસમ્યક્ત) છે અને જે સમ્યક્ત(=નિશ્ચયસમ્યક્ત) છે, તે જ મૌન(અપ્રમત્તસંયમઅનુષ્ઠાન) છે. બીજાઓનું(પ્રમત્તયતિ સિવાયનાનું) સમ્યક્ત(=વ્યવહારસમ્યક્ત) આ સમ્યક્તમાં(=નિશ્ચયસમ્યક્તમાં) કારણ છે. તેથી અવિરત દેવોને નિશ્ચયસમ્યક્ત સંભવી શકે નહી એમ પરીક્ષકોએ ભાવના કરવી. શંકાઃ- “જ્ઞાનાદિમય આત્મશુભપરિણામ (કે શુદ્ધ પરિણામ) નિશ્ચયથી સમ્યક્ત છે.” આવું વચન છે. તેથી સિદ્ધ થાય છે કે તત્ત્વવિચારણાથી ઉપઍહિત થયેલો અતિશ્રુતવગેરે જ્ઞાનનો ઉપયોગ જ નિશ્ચયથી સમ્યક્ત છે. સમ્યક્તી દેવોને આવો ઉપયોગ સંભવી શકે છે. તેથી દેવોને નિશ્ચયસમ્યક્ત માનવામાં વિરોધ નથી. સમાધાન - આ બરાબર નથી કારણ કે “જ્ઞાનાદિમય' પદમાં રહેલા મય’ પ્રત્યયનો અર્થ તમે સમજ્યા નથી. (‘મય’ પ્રત્યયથી પ્રાધાન્ય, પ્રાચર્ય કે વિકાર અર્થ મળે છે. તેથી) “જ્ઞાનાદિમય..' ઇત્યાદિ વાક્યનો ‘જ્ઞાન, દર્શન અને ચારિત્રનો સંપૂર્ણ એકાત્મક=એકરૂપ=અભિન્ન ઉપયોગ નિશ્ચયસમ્યક્ત છે” આવો અર્થ વાસ્તવિક છે. નિશ્ચય અને ભાવ સભ્યત્વમાં ભેદ શંકા - ખરી રીતે જો વિચારવા જઇએ, તો નિશ્ચયસમ્યક્ત અને ભાવસમ્યક્ત એક જ છે. સમાધાન :- આવી વિવક્ષા કરવામાં (કર્મના ક્ષયોપશમઆદિ) ઉપાધિના ભેદથી સમ્યત્ત્વના જે લાયોપથમિકઆદિ ભેદોની ગણના થાય છે, અથવા નિસર્ગરુચિ આદિ ભેદોની ગણના થાય છે, તે અસંગત ઠરશે. (કારણ કે દરેક સભ્યત્વમાં તથા પરિણામરૂપ ભાવ-અત્યાદિ જ્ઞાનોપયોગ ઇત્યાદિરૂપે કો'કરૂપે સમાનતા તો છે જ.)
SR No.022089
Book TitlePratima Shatak
Original Sutra AuthorN/A
AuthorAjitshekharsuri
PublisherArham Aradhak Trust
Publication Year2013
Total Pages548
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy