SearchBrowseAboutContactDonate
Page Preview
Page 144
Loading...
Download File
Download File
Page Text
________________ (12) પ્રતિમાશતક કાવ્ય-૧૫) भगवदर्चाया भावमार्गप्रापकत्वस्य महापथविशोधकत्वस्य च विंशिकायामेवोक्तत्वाच्च। तथा हि → _ 'पढमकरणभेएणं, गठियसत्तस्स धम्ममित्तफला। साहुज्जुगाइभावो, जायइ तह नाणुबंधु'त्ति ॥१॥ 'भवठ्ठिइ भंगो एसो, तह य महापहविसोहणो परमो। णियविरियसमुल्लासो, जायइ संपत्तबीअस्स'॥२॥[विंशि. प्रक०८/८-९] इत्यादि । किम्बहुना ? विधिवत् प्रतिमाद्यर्चनरूपद्रव्यक्रियैव दर्शनाचाररूपा देवानां द्रव्यसम्यक्त्वं समितिगुप्त्यादिचारित्राचाररूपमिव द्रव्यचारित्रमिति प्रतिपत्तव्यं, भावोपबृंहकत्वात्, गुणवृद्ध्यप्रतिपातोपयोगाद्, आकर्षे तु विभङ्गसम्भव इति सर्वसमञ्जसं। केचित्तु ज्योतिष्कविमानाधिपतय उत्पातकाले स्थानमाहात्म्यान्निश्चयવિમાનમાલિક દેવો પણ અપુનબંધક અને દ્રવ્યસમ્યક્તી છે. તેથી તે દેવોની જિનપ્રતિમાપૂજા પણ માત્ર આચારરૂપ નથી, પણ ધર્મરૂપ છે. વળી જેઓએ યોગબીજની પ્રાપ્તિ કરી હોય છે, તેઓએ કરેલી જિનપૂજા તેમને ભાવમાર્ગની (૩યથાર્થ મોક્ષમાર્ગરૂપ જ્ઞાનાદિરત્નત્રયની સાક્ષાત્ કે પરંપરાએ) પ્રાપ્તિ કરાવી આપે છે. અને આ પૂજા તેઓને પ્રાપ્ત થયેલા મોક્ષમાર્ગનું વિશોધિકરણ કરે છે. પૂજાવિધિ વિંશિકામાં કહ્યું જ છે – (“પ્રથમકરણ=પથપ્રવૃત્તિકરણ)ના ભેદથી ગ્રંથીની સમીપે રહેલા જીવોને આ પૂજા માત્ર ધર્મરૂપ ફળવાળી બને છે. તથા સત્પષયોગવગેરે અવંચકભાવો પ્રાપ્ત થાય છે. (=આનાથી ભાવમાર્ગની પ્રાપ્તિનું સૂચન થયું) તે વખતે અનુબંધ(=અશુભઅનુબંધ) થતો નથી. (અથવા તે વખતે સાનુબંધ ભાવ થતો નથી.)” /૧// “આ(સાધુયોગાદિભાવ) ભવસ્થિતિના ભંગરૂપ છે. પ્રાપ્તબીજવાળાને તે વખતે મહાપથનો શ્રેષ્ઠ વિશોધક (બને) એવો પોતાના વીર્યનો સમુઘાસ પ્રગટે છે.” મેર // તેથી વિભંગન્નાની વિમાનમાલિક દેવોએ કરેલી જિનપૂજા તે દેવા માટે ધર્મરૂપ જ બનશે કારણ કે તેઓ અપુનબંધક હોવાથી તેઓને યોગબીજની પ્રાપ્તિ થયેલી હોય છે. સાર:- જેમ સમિતિ-ગુદ્ધિવગેરે ચારિત્રાચારનું પાલન દ્રવ્યચારિત્રરૂપ છે. તેમ વિધિમુજબ પ્રતિમાપૂજનવગેરે દ્રવ્યક્રિયા દ્રવ્યસમ્યસ્વરૂપ છે, કારણ કે એ દ્રવ્યક્રિયાઓ દર્શનાચારરૂપ છે. આચારનું પાલન ક્રિયારૂપ છે. આ ક્રિયા ગુણોની વૃદ્ધિ કરે છે અને અખંડઉપયોગ દ્વારા ભાવની ઉપભ્રંડિકા(=યોગક્ષેમકરનારી) છે. દેવોપણ વિધિવત્ જિનપ્રતિમાપૂજનરૂપદર્શનાચારને સેવે છે. તેથીદ્રવ્યસમ્યક્ત તો ધરાવે જ છે. આ જ દ્રવ્યસમ્યકત્વ તેમના ભાવસભ્યત્ત્વનો યોગક્ષેમ કરે છે. શંકા - આમ કહેવામાં તો વિધિવત્ જિનપૂજા કરનારા બધા વિમાનાધિપદેવોને ભાવસભ્યત્વવાળા માનવા પડશે. તેથી તેઓને વિલંગજ્ઞાની કહી શકાય નહિ. અને તો, પૂર્વોક્ત “વિર્ભાગજ્ઞાનીઓ મતિશ્રુતજ્ઞાની કરતાં માત્ર સંખ્યાતગુણ જ થવા’ રૂપ આપત્તિ ઊભી રહેશે. સમાધાન - અમારું કહેવું તમે સમજતા નથી. અમે માત્ર એટલું જ કહીએ છીએ કે વિધિવત્ જિનપૂજાદિ દર્શનાચારરૂપદ્રવ્યસમ્યક્તભાવસભ્યત્વનોયોગક્ષેમ કરે છે. પણ તેનો અર્થ તેવો નથી કે આદ્રવ્યસમ્યત્વવાળાઓને હંમેશા ભાવસભ્યત્ત્વ હોય જ. આ બધા વિમાનાધિપ દેવોને પ્રાયઃ ક્ષાયોપથમિક સભ્યત્ત્વ હોય છે. આ સમ્યક્ત સ્થિર જ રહે તેવો નિયમ નથી. તેથી આકર્ષના કારણે તેઓ સમ્યક્ત ગુમાવે તેમ બની શકે છે અને સભ્યત્ત્વની ગેરહાજરીમાં વિર્ભાગજ્ઞાન હોય છે. તેથી વિર્ભાગજ્ઞાનીઓ મતિશ્રુતજ્ઞાની કરતાં અસંખ્યગુણ મળી શકે છે. અને તમે કહેલી આપત્તિને અવકાશ રહેતો નથી. (સાર - સૂર્ય-ચંદ્રવગેરે દેવો ઉત્પત્તિ પછી પ્રથમ પ્રતિમાપૂજાવગેરે કરે ત્યારે સમ્યક્વી હોય, પછી ઘણા સૂર્ય-ચંદ્રો વિષયમાં આસક્તિઆદિના કારણે સમ્યક્ત ગુમાવી બેસે. આ પરિસ્થિતિ બધા સૂર્ય-ચંદ્ર દેવોની અપેક્ષાએ સતત ચાલતી હોય. તેથી સતત વિર્ભાગજ્ઞાનીઓ મતિ-શ્રુતજ્ઞાની કરતાં વધુ મળી શકે. આમ (૧) વિમાનના માલિક દેવો સમ્યક્તી હોય (૨) તેઓએ કરેલી પ્રતિમાપૂજા ધર્મરૂપ બને અને (૩) વિર્ભાગજ્ઞાનીઓ મતિ-શ્રુતજ્ઞાની કરતાં અસંખ્યગુણ હોય, આ ત્રણે વાત વિરોધ વિના અંગત
SR No.022089
Book TitlePratima Shatak
Original Sutra AuthorN/A
AuthorAjitshekharsuri
PublisherArham Aradhak Trust
Publication Year2013
Total Pages548
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy