SearchBrowseAboutContactDonate
Page Preview
Page 130
Loading...
Download File
Download File
Page Text
________________ 98. પ્રતિમાશતક કાવ્ય-૧૫ तेषां स्वतः सिद्धत्वादन्यथा मिथ्यादृग्देवानां पुर इव यागभागादिवर्धनप्रसङ्गादिति दिग्। ननु यदा विमानाधिपतित्वेन मिथ्यादृष्टिरेव देवतयोत्पद्यते, तदात्मीयबुद्ध्या जिनप्रतिमां पूजयति, देवस्थित्या च शक्रस्तवं पठत्याशातनां च त्याजयति। तद्वत्प्रकृतेऽपि स्यादिति चेत् ? मैवं, मिथ्यादृशां विमानाधिपतित्वेनोत्पादासम्भवाद्, विमानाधिपतिर्मिथ्यादृगपि स्यादित्यादिवचनस्य क्वाप्यागमेऽनुपलम्भात्। અર્ચનીય છે વગેરે વાત કરી હોય તે સંભવતું નથી. તેથી તેઓની બાદબાકી કરી માત્ર સમ્યગ્દષ્ટિ દેવોને અપેક્ષીને જ બહ દેવ-દેવી' ઇત્યાદિ પ્રયોગ કર્યો છે, તે સિદ્ધ થાય છે. શંકા - જેમ જનમતા બાળકને બાળારિષ્ટ વગેરે અશુભયોગો અને તત્ત્વોનડે નહીં, એ માટે શાંતિ-પોષ્ટિક કર્મો કરાય છે, તેમનવો ઉત્પન્ન થતો દેવ પોતાના ભાવીના વિદ્ગો ટાળવા શાંતિ-પૌષ્ટિક કર્મરૂપે આ પૂજાનો આચાર પાળતા હશે. સમાધાન - દેવોને એ અશુભ તત્ત્વો સંભવતા નથી અને તેઓ સમર્થ પણ છે. તેથી ભાવીના અશુભ ટાળવાની વાત વાજબી નથી. વળી, જો એવા આશયોથી પૂજા થતી હોય, તો જેમ મિથ્યાત્વી દેવો આગળ યજ્ઞબલિવગેરે થતાં દેખાય છે, તેમ જિનપ્રતિમા આગળ પણ યજ્ઞ-બલિકર્મ વગેરે થવાની વાત શાસ્ત્રમાં આવવી જોઇએ. પણ એવી કોઇ વાત આવતી નથી. મિથ્યાત્વી દેવોને પણ આ હેતુથી પૂજા-યજ્ઞ-બલિ-વર્ધાપનાદિ જિનપ્રતિમા આગળ કરતા બતાડ્યા નથી. આમ મિથ્યાત્વી દેવોની અપેક્ષાએ જિનપ્રતિમા અર્ચનીય સિદ્ધ થતી નથી. તેથી બહુ દેવ-દેવીઓ અંગેની વાતમાં તેઓનો પ્રવેશ થતો નથી અને સમ્યગ્દષ્ટિ દેવા માટે પણ અલૌકિક કારણસર પ્રતિમા અર્ચનીય નથી, તેમ સિદ્ધ થાય છે. પ્રતિમાલપક - છતાં મિથ્યાત્વી દેવો પણ જિનપ્રતિમાપૂજન કરે તો છે જ. તેથી જિનપ્રતિમાપૂજન આચારરૂપ જ છે. ઉત્તરપક્ષ - આમ જો તમારો એવો આગ્રહ જ હોય કે “પ્રતિમાપૂજન આચારરૂપ છે તો પણ તેટલું તો સમજી લેવું જોઇએ, કે આ આચાર પણ મિથ્યાત્વી દેવા માટે લોકોત્તર મિથ્યાત્વના સેવનરૂપ જ બને છે, કારણ કે આ પૂજા વખતે તેઓનો આશય દુષ્ટ છે. તેથી જ એમ પણ ફલિત થાય છે કે, આ જિનપ્રતિમાપૂજન આચાર સભ્યત્વી દેવો માટે ધર્મરૂપ બને છે, કારણ કે તેઓને પૂજા કરતી વખતે માયાવગેરે દુષ્ટઆશયો હોતા નથી. જેમકે આગમમાં જ્યાં “સૂર્યાભવગેરે દેવો જિનપ્રતિમાપૂજન કરે છે એ પાઠ આપ્યો છે. ત્યાં તે પાઠમાં ક્યાંય એમ દેખાતું નથી કે સૂર્યાભવગેરે દેવો માયાઆદિ અશુદ્ધભાવથી પ્રતિમાને પૂજે છે. બબ્બે સર્વત્ર એમ જ ભાસે છે કે તેઓ પૂરા બહુમાન અને શુદ્ધભાવથી જ જિનપ્રતિમાનું અર્ચન કરે છે. તેથી સમ્યત્વીદેવોની પ્રતિમાપૂજાલોકોત્તરમિથ્યાત્વરૂપ ન બનતા શુદ્ધ ધર્મરૂપ જ બને છે. વિમાનના માલિકદેવો સભ્યત્વી જ હોય? ચર્ચા પ્રતિમાલપકા-જ્યારે મિથ્યાત્વીદેવવિમાનના માલિકતરીકે ઉત્પન્ન થાય છે. ત્યારે તેવાવડી વગેરે પોતાની માલિકીની વસ્તુઓનું ‘આ મારી માલિકીનું છે એવી આત્મીયબુદ્ધિથી અર્ચન કરે છે. તે વખતે તે દેવને) પોતાના વિમાનમાં રહેલી જિનપ્રતિમાઓમાં પણ પોતાના માલિકીપણાની બુદ્ધિ ઉત્પન્ન થાય છે. તેથી (તે દેવ) પ્રતિમાની અર્ચના પણ મારાપણાની બુદ્ધિથી કરે છે. તે વખતે તેઓ પ્રતિમા આગળ જે શક્રસ્તવ (નમુત્થણું) બોલે છે, તે અને આશાતનાઓનો જે ત્યાગ કરાવે છે, તે પણ દેવસ્થિતિ દેવલોકના તેવા આચારના કારણે જ છે. મમત્વ શું ન કરાવે? પણ તેટલામાત્રથી એ જિનપ્રતિમાપૂજન આચાર ધર્મરૂપ બનતો નથી એ તમને પણ ઇષ્ટ જ છે. સૂર્યાભઆદિ
SR No.022089
Book TitlePratima Shatak
Original Sutra AuthorN/A
AuthorAjitshekharsuri
PublisherArham Aradhak Trust
Publication Year2013
Total Pages548
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy