SearchBrowseAboutContactDonate
Page Preview
Page 131
Loading...
Download File
Download File
Page Text
________________ સિામાનિક દેવો વિમાનમાલિક દેવી તરીકે અસિદ્ધ 9) ये च ज्योतिष्केन्द्राश्चन्द्रसूर्या असङ्ख्यातास्तेऽपि सम्यग्दृष्टय एव स्युरिति । ननु शकसामानिकानामुपपातो निजनिजविमानेषु भणितः। तथा हि → एवं खलु देवाणुप्पियाणं अंतेवासी तीसए णामंअणगारे पगइभद्दए जाव विणीए छटुंछट्टेणं अणिक्खित्तेणं तवोकम्मेणं अप्पाणं भावेमाणे बहुपडिपुन्नाइं अट्ठसंवच्छराइं सामनपरिआगं पाउणित्ता मासिआए संलेहणाए अप्पाणं झूसेत्ता सढि भत्ताइं अणसणाए छेएत्ता आलोइअपडिकंते समाहिपत्ते कालमासे कालं किच्चा सोहम्मे कप्पे सयंसि विमाणसि उववायसभाए देवसयणिज्जसि देवदूसंतरिए अंगुलस्स असंखिज्जइ भागमेत्ताए ओगाहणाए सक्कस्स देविंदस्स देवरन्नो सामाणियदेवत्ताए उववन्ने' इत्यादि यावत्- 'गोयमा ! महिड्डीए जाव महाणुभावे, से णं तत्थ सयस्स विमाणस्स चउण्हं सामाणियसाहस्सीणं चउण्हं अगमहिसीणं सपरिवाराणं तिण्हं परिसाणं सत्तण्हं अणिआणं सत्तण्हं अणियाहिवईणं सोलसण्हं आयरक्खदेवसाहस्सीणं अन्नेसिं च बहूणं वेमाणियाणं देवाण य देवीण य जाव विहरइ'त्ति । यावत् सक्कस्स देविंदस्स देवरन्नो अवसेसा सामाणिया देवा के महिढ़िया तहेव सव्वं દેવો પણ આ આચારને આગળ કરીને જ પ્રતિમાપૂજનવગેરે કરે છે. પણ તેટલામાત્રથી (તેમની પણ) આ પ્રતિમાપૂજા ધર્મરૂપ બને નહિ. અન્યથા વાવડીપૂજન વગેરે પણ ધર્મરૂપ બની જાય. ઉત્તરપઃ - તમે કલ્પનાની ઇમારત તો બહુ મોટી ખડી કરી, પણ તેનો પાયો જ રેતીપર માંડ્યો છે. મિથ્યાષ્ટિદેવો વિમાનના માલિક દેવ બની શકે તેવી વાત આગમમાં ઉપલબ્ધ નથી. અને જો મિથ્યાત્વી દેવો વિમાનના માલિકદેવ બનતા જ ન હોય, તો પછી તમે કરેલી માલિકીની બુદ્ધિવગેરે દલીલોને અવકાશ જ ક્યાં છે? પ્રતિમાલોપક:- જો બધા વિમાનના માલિકદેવો સમ્યક્તી જ હોય, તો જ્યોતિષદેવોના બધા ઇન્દ્રો (ચંદ્રો અને સૂર્યો) પણ સમ્યક્તી માનવા પડશે. પણ આ ઇન્દ્રોની સંખ્યા અસંખ્ય છે. તેથી અસંખ્ય ઇન્દ્રો વગેરેને સભ્યત્વી માનવા પડશે. ઉત્તરપણા - ભલે જ્યોતિષના ઇન્દ્રો અસંખ્ય હોય! છતાં પણ તેઓને સમ્યી માનવામાં કોઇ દોષ નથી. સામાનિક દેવો વિમાનમાલિક દેવી તરીકે અસિદ્ધ પૂર્વપક્ષ - વિમાનના માલિકદેવો મિથ્યાત્વી પણ સંભવી શકે છે. તે આ પ્રમાણે – શુક્રના સામાનિક દેવો પોતપોતાના વિમાનમાં ઉત્પન્ન થાય છે, એમ સિદ્ધ કરતો આ આગમ પાઠ છે – દેવાનુપ્રિયને(=ભગવાનને) તિખ્યક નામનો શિષ્ય હતો. આ તિષ્યક સાધુ સ્વભાવથી ભદ્રક યાવત્ વિનીત હતો. તિબ્બકે આઠ વર્ષ સુધી સંયમપર્યાય પાળ્યો. અંતે તેણે એક મહિનાની સંખના કરી અને માસક્ષમણરૂપ મૃત્યુંજયતપ કર્યો. છેલ્લે આલોચના-પ્રતિક્રમણવગેરે કરી તે નિર્મળ બન્યો અને સમાધિમરણ પામ્યો. સમાધિથી કાળ કરી તે તિષ્યક સૌધર્મદેવલોકમાં(પહેલા દેવલોકમાં) પોતાના વિમાનમાં ઉપપાતસભામાં રાખેલી અને દેવદૂષ્યથી ઢાંકેલી દેવશય્યામાં શક્રના સામાનિક દેવતરીકે ઉત્પન્ન થયો. તેની અવગાહના ઉત્પત્તિકાળે અંગુલના અસંખ્યમાં ભાગ જેટલી હતી. ઇત્યાદિ વાત સમજવી. – તથા ગૌતમ! તે મહાનુભાવ(તિષ્યક) મહર્બિક છે. પોતાના વિમાન, ચાર હજાર સામાનિક દેવો, સ્વપરિવારયુક્ત ચાર પટ્ટરાણીઓ, ત્રણ પર્ષદા(અત્યંતર-મધ્ય અને બાહ્ય એમ ત્રણ પદા), સાત સેના, સાત સેનાપતિ, સોળ હજાર આત્મરક્ષક દેવો, તથા બીજા પણ ઘણા દેવદેવીઓના સ્વામી તરીકે વિહરી રહ્યો છે” વગેરે. તથા “શદના બાકીના સામાનિક દેવો આ તિષ્યક જેવા જ મહદ્ધિક છે.” શંકા - આમ સિદ્ધ થવાથી પ્રસ્તુતમાં ક્યો અર્થ સર્યો?
SR No.022089
Book TitlePratima Shatak
Original Sutra AuthorN/A
AuthorAjitshekharsuri
PublisherArham Aradhak Trust
Publication Year2013
Total Pages548
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy