SearchBrowseAboutContactDonate
Page Preview
Page 129
Loading...
Download File
Download File
Page Text
________________ મિથ્યાત્વીદેવત જિનપૂજા અસ્વારસિકી 97 देवीनां चार्चनीया वन्दनीयाः पूजनीया इत्यादिप्रकारेण जिनप्रतिमावर्णनं मिथ्यादृगपेक्षया न युज्यते; नियमेन सम्यग्धर्मबुद्ध्या जिनप्रतिमापूजावन्दनादेर्मिथ्यादृगाचारबहिर्भूतत्वाद् मातृस्थानादिकं विना चलोकोत्तरमिथ्यात्वलेशस्याप्ययोगात्। चक्रिणां देशसाधनाद्यर्थस्य पौषधस्येवैहिकफलस्याप्यश्रवणात्, विघ्नविनायकाद्युपशमस्य તે વર્ણન મિથ્યાત્વી દેવદેવીઓની અપેક્ષાએ ઘટી ન શકે, તેટલું જ અમારે કહેવું છે. શંકા - “આ વર્ણન મિથ્યાત્વી દેવદેવીઓની અપેક્ષાએ સંભવે નહિ” તેમ કહેવામાં તમારી પાસે કોઇ તર્ક છે? સમાધાન - અહીં એ જ તર્ક છે કે, “જિનપ્રતિમાને વંદનવગેરે કર્મનિર્જરા આદિમાં કારણભૂત છે. ઇત્યાદિ સમ્યગ્ધર્મબુદ્ધિપૂર્વક જિનપ્રતિમાપૂજા કરવી એવો વિચાર જિનપ્રતિમાપૂજન કરતી વખતે મિથ્યાત્વીઓને હોઇ શકે નહીં. તેથી તેઓ શુદ્ધધર્મબુદ્ધિથી જિનપ્રતિમાનું પૂજન કરે, તે વાત શક્ય નથી, કારણ કે એ તેમના આચારની બહારની વસ્તુ છે. માટે તેઓને પ્રતિમા અર્ચનીય છે, વંદનીય છે, પૂજનીય છે” એવું ક્યારેય પણ લાગતું નથી. શંકા - મિથ્યાત્વીને જો જિનપ્રતિમા અર્ચનીય નથી લાગતી, તો પૂજે છે કેમ? સમાધાનઃ- “બીજાઓને સારું લગાડવું વગેરે કારણસર માયા, દંભ આદિથી તેઓ પૂજા કરે તેમ બને. તાત્પર્ય - જેઓને જિનેશ્વરપર શ્રદ્ધા જ નથી, તેઓને જિનપ્રતિમા પૂજવા માટે માયાદિ સિવાય બીજો કોઇ હેતુ નથી. આ તેમનું લોકોત્તર મિથ્યાત્વ છે. શંકા - તેઓ માયાદિ વિના સહજ ભાવપૂર્વક પૂજા કરે, તેમ માનવામાં શો વાંધો છે? સમાધાન - માયાદિ કારણો જિનપ્રતિમાપૂજનવગેરે જૈનકાર્યો કરવામાં લાગતા લોકોત્તર મિથ્યાત્વના બીજ છે. જો માયાદિ ન હોય, તો જૈનકાર્યોમાં લોકોત્તર મિથ્યાત્વનહીં, પણ સભ્યશ્રદ્ધા જ કામ કરતી હોય છે. અને તો એ કાર્યો કરનાર મિથ્યાત્વી રહે જ નહીં. પ્રતિમાલપક - મિથ્યાત્વીઓ માયાદિ વિના અને પારલૌકિક આશય વિના આલોકના જ કો'ક ઇષ્ટની સિદ્ધિમાટે શ્રદ્ધાથી જિનપ્રતિમાની પૂજા કરે. (જેમ આજ-કાલ કેટલાક જૈનો આલોકના કેટલાક લાભ માટે કે નુકસાન-વિન ટાળવા શ્રદ્ધાથી સાંઇબાબાવગેરેને પૂજે છે તેમ.) આમ મિથ્યાત્વી દેવા માટે આભવિક કાર્યસિદ્ધિ માટે જિનપ્રતિમા પૂજનીયવગેરે બને છે, તેમ કહી શકાય. આમ માનવાથી “બહુ દેવ-દેવીઓને અર્ચનીયવગેરે છે' ઇત્યાદિ જિનપ્રતિમાસંબંધી વર્ણન પણ ઘટી શકે. આમ એમિથ્યાત્વીદેવા માટે આ ભવનાપ્રયોજનપૂરતી જ જિનપ્રતિમાપૂજા ઇષ્ટ છે. પણ તેથી તે પરલોક અને મોક્ષદૃષ્ટિવાળા સમ્યવી કે સમ્યત્વી દેવા માટે ધર્મવ્યવસાયરૂપ બને નહીં. અહીં ચક્રવર્તીઓ દષ્ટાંતભૂત છે. ચક્રવર્તીઓ દિગ્વિજય કરવા નીકળે, ત્યારે તે-તે દેશ જીતવા જેમ અઠ્ઠમ તપપૌષધવગેરે કરે છે, તેમ દેવોઅંગે સમજવું. ઉત્તરપક્ષ - દેવોને પોતાનાથી અસાધ્ય એવું કોઇ આલોકસંબંધી કાર્ય હોતું નથી. અન્યથા ચક્રવર્તીના દૃષ્ટાંતની જેમ ત્યાં પણ=દેવકૃતપૂજાસ્થળે પણ એનો ઉલ્લેખ મળે. પણ મળતો નથી. એ જ પ્રમાણે તેઓને વિદનસમુદાય પણ નડતો નથી, કારણ કે તેમના અચિંત્ય સામર્થ્ય-પુણ્યથી એ વિઘ્નો સ્વતઃ શાંત થઇ જતા હોય છે. તેથી મિથ્યાત્વી દેવોને માયાદિ કારણ વિના જિનપૂજા કરવાનો કોઇ સંભવ નથી અને માયા આદિથી પ્રતિમાપૂજક માટે “જિનપ્રતિમા અર્ચનીય છે વગેરે વાત ઘટે નહીં. તેથી તેઓને પણ લક્ષ્યમાં લઇ “બહુ દેવ-દેવીઓને જિનપ્રતિમા - - - — — — — — — — — - - - - - - - - 0 અન્યધર્મ વગેરેની ક્રિયામાં લૌકિક મિથ્યાત્વનું સેવન થાય. જૈનધર્મ લોકોત્તર છે. તેથી જૈન ધર્મની ક્રિયા દુષ્ટભાવથી કરવામાં લોકોત્તર મિથ્યાત્વનું સેવન થાય છે.
SR No.022089
Book TitlePratima Shatak
Original Sutra AuthorN/A
AuthorAjitshekharsuri
PublisherArham Aradhak Trust
Publication Year2013
Total Pages548
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy