SearchBrowseAboutContactDonate
Page Preview
Page 33
Loading...
Download File
Download File
Page Text
________________ द्वात्रिंशद्वात्रिंशिका २२ त्युक्तं कथम् ? अपवादादावपि भावशुद्ध्या फलाविशेषाद्-इत्यत आहअथवा यो गृही मुग्धो लुब्धकज्ञातभावितः । तस्य तत्स्वल्पबन्धाय बहुनिर्जरणाय च ।। २४ । अथवेति । अथवा पक्षान्तरे । यो गृही मुग्धः = अगृहीतदानशास्त्रार्थो लुब्धकज्ञातेन 'मृगेषु लुब्धकानामिव साधुषु श्राद्धानां यथाकथंचिदन्नाद्युपढौकनेनानुधावनमेवयुक्तमिति पार्श्वस्थप्रदर्शितेन भावितः = वासितः । तस्य तत् = संयतायाशुद्धदानं मुग्धत्वादेव स्वल्पपापबन्धाय बहुकर्मनिर्जरणाय च भवति । ।२४ ।। શાસ્ત્રાર્થ બાધિત થતો હોવાથી નિર્જરા વગેરે રૂપ ફળની પ્રાપ્તિ થતી નથી.]॥૨૩॥ [ભગવતીજીના સૂત્ર અંગે શંકા-સમાધાન] શંકા - સાધુને અશુદ્ધ દાન આપવામાં પાત્રવિશેષ કે કારણવિશેષ હોય તો બન્નેને શુદ્ધ દાન આપવા જેટલું સંપૂર્ણ ફળ મળે છે, ન્યૂન નહિ અને એ બેમાંથી એકેય ન હોય તો એ ફળ મળતું નથી. એવી ભજના તમે જે દેખાડી એ ભલે માન્ય કરીએ. પણ ભગવતીજીમાં તો (સૂત્ર ૩૩૧ માં) એમ કહ્યું છે કે ‘પ્રતિહત-પ્રત્યાખ્યાત પાપકર્મવાળા સાધુને અનેષણીય-અપ્રાસુક અશનાદિનું દાન કરનાર શ્રમણોપાસકને વિપુલ નિર્જરા થાય છે અને અલ્પ પાપકર્મબંધ થાય છે' તો આનું શું કરશો? કેમકે જો અપવાદ છે (પાત્રવિશેષાદિ છે) તો દેનાર વિવેકપૂર્વક દેતો હોઇ ભાવશુદ્ધ હોવાના કારણે તેને શુદ્ધદાનને સમાન જ એકાંતે વિપુલનિર્જરા રૂપ ફળ મળવું જોઇએ, પાપબંધ જરા પણ થવો ન જોઇએ. (અને જો તેવું પાત્રવિશેષ વગેરે નથી તો બહુતર નિર્જરા વગેરે રૂપ ફળ મળવું ન જોઇએ. એટલે બહુત નિર્જરા વગેરે રૂપ ફળ જે ભગવતીજીમાં કહ્યું છે તે તો શી રીતે સંગત થાય?) આવી શંકાનું સમાધાન કરવા ગ્રન્થકાર કહે છે– ‘અથવા શબ્દ બીજા પક્ષને જણાવવા માટે છે. [અહીં બીજો પક્ષ આ રીતે જાણવો. આગળ જે પ્રથમ પક્ષ કહ્યો એમાં પાત્રવિશેષત્વ રૂપ કે કા૨ણવિશેષત્વરૂપ લેનાર સાધુની પરિસ્થિતિના ભેદે ફળભેદ રૂપ ભજના બતાવી. હવે દેનાર દાતાના મુગ્ધત્વ રૂપ (લુબ્ધકદૃષ્ટાન્તભાવિતત્વરૂપ) કે અભિનિવિષ્ટત્વ રૂપ આશયભેદ સ્વરૂપ પરિસ્થિતિભેદે ફળભેદ રૂપ ભજના બતાવવાનો આ બીજો પક્ષ છે.]' સાધુઓને કેવું દાન આપવું જોઇએ?’ ઇત્યાદિ દાનશાસ્ત્રની વાતોનો અજાણકાર જે મુગ્ધ ગૃહસ્થ લુબ્ધકદૃષ્ટાન્તથી ભાવતિ તે તિવા પાત્ર કે કા૨ણ વિશેષની અવિદ્યમાનતામાં પણ] સાધુને જે અશુદ્ધદાન આપે છે તે, તે દાતા મુગ્ધ હોવાથી જ તેને અલ્પપાપબંધ કરાવનારું અને પ્રચુર નિર્જરા કરાવનારું બને છે. આમાં લુબ્ધકદૃષ્ટાન્તની ભાવના આવી જાણવી – પાસત્થાઓ મુગ્ધજીવોને આમ સમજાવે છે કે જેમ લુબ્ધક (શિકારી) માટે ગમે તે રીતે હ૨ણનો પીછો પકડવો એ (શિકારની પ્રાપ્ત થવા રૂપ)લાભ માટે છે તેમ તમારે ગૃહસ્થોએ ગમે તે રીતે પણ આહારાદિ લઇને સાધુ મહારાજ ના પાડતા હોય તો પણ સાધુની પાછળ પડવું એ (સુપાત્ર દાનની પ્રાપ્તિ રૂપ)લાભ માટે થાય છે. ગમે તે રીતે સાધુ મહારાજને વહોરાવવું– ભક્તિ ક૨વી એમાં જ તમારું હિત છે. પાસસ્થાઓની આવી સમજાવટથી ભવિત થયેલા જીવો લુબ્ધક દૃષ્ટાન્તભાવિત મુગ્ધ જીવો કહેવાય છે. [આમ મુગ્ધતા અને લુબ્ધકદૃષ્ટાન્તના પ્રભાવે ‘ગમે તે રીતે વહોરાવવાથી મારું હિત જ થવાનું છે' એવો અભિપ્રાય હોવાથી ‘આમને વહોરાવું જેથી મારું હિત થાય' એવો શુભઆશય પ્રગટ થયો હોવાના કારણે પ્રચુર નિર્જરા થાય છે. અને એમાં જે કાંઇ અવિધિ વગેરે થાય છે એના કારણે અલ્પ પાપબંધ થાય છે એ સમજવું.]॥૨૪॥ [સંયતને અપાતા
SR No.022084
Book TitleDwatrinshad Dwatrinshika Part 01
Original Sutra AuthorN/A
AuthorAbhayshekharsuri
PublisherDivyadarshan Trust
Publication Year1995
Total Pages252
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy