SearchBrowseAboutContactDonate
Page Preview
Page 21
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦ धर्माङ्गत्वं स्फुटीकर्तुं दानस्य भगवानपि । अत एव व्रतं गृह्णन् ददौ संवत्सरं वसु ।। ९ ।। धर्मांगत्वमिति । अत एव = कालेऽल्पस्यापि लाभार्थत्वादेव दानस्य = अनुकंपादानस्य धर्माङ्गत्वं स्फुटीकर्तुं भगवानपि व्रतं गृह्णन् संवत्सरं वसु ददौ । ततश्च महता धर्मावसरेऽनुष्ठितं सर्वस्याप्यवस्थौचित्ययोगेन धर्मांगमिति स्पष्टीभवतीति भावः । तदाह (अष्टक प्र. २७/३) द्वात्रिंशद्वात्रिंशिका - धर्मांगख्यापनार्थं च दानस्यापि महामतिः । अवस्थौचित्ययोगेन सर्वस्यैवानुकंपया । । इति ।। ९ ।। नन्वेवं साधोरप्येतदापत्तिरित्यत आह ધર્મનું કારણ બને છે એ વાતનું ભગવાનના દૃષ્ટાન્તથી સમર્થન કરવા માટે ગ્રન્થકાર કહે છે [અનુકંપાદાન ધર્માંગ છે] યોગ્ય અવસરે કરેલું નાનું પણ કાર્ય ઘણો લાભ કરાવે છે. માટે જ, ‘અનુકંપાદાન એ પણ ધર્મનું એક અંગ છે' એ વાતને પ્રસિદ્ધ કરવા માટે ભગવાને પણ દીક્ષાગ્રહણ કાલે એક વર્ષ માટે સાંવત્સરિક દાન આપ્યું. કહેવાનો આશય એ છે કે ભગવાને અન્ય અવસરે અનુકંપાદાનાત્મક સાંવત્સરિક દાન આપ્યું હોત તો ‘અનુકંપાદાન એ ધર્મનું એક અંગ છે' એવું પ્રસિદ્ધ ન થાત. પણ ચારિત્ર પ્રાપ્તિરૂપ ધર્મના અવસરે એ દાન આપ્યું એટલે એ ધર્મના અંગ રૂપે લોકમાં પ્રસિદ્ધિ પામ્યું. કારણકે મહાપુરુષો (મોટા માણસો) જે ચીજના અવસરે જે કાંઇ કરે છે ‘એ તે ચીજનું એક અંગ છે' એમ સામાન્ય જન સ્વીકારી લે છે. [આ વાત લોકવ્યવહારમાં પણ જોવા મળે છે. ગામના એક પ્રતિષ્ઠિત આગેવાનની કન્યાના લગ્નનો પ્રસંગ હતો. જ્યારે વરરાજા ચોરીમાં આવી રહ્યા હતા ત્યારે વ૨૨ાજાની આડેથી બિલાડી ઉતરી. આ બનાવને કન્યાની માતા કે જે એક દક્ષસન્નારી હતા તેણે જોયો. ‘બીજા કોઇની ખાસ નજ૨ ગઇ નથી તો મારે આ વાત જાહેર કરી લોકોમાં અપશુકનની શંકા શા માટે ઊભી કરવી'? એમ વિચારી તેણે એ વાત કોઇને કરી નહિ. પણ પોતાના મનમાં અપશકુનની શંકા રૂપ કીડો ડંખવા લાગ્યો. પુત્રીનું લગ્નજીવન કેવું જશે એની જાતજાતની ચિંતા થવા માંડી. એટલે એ અપશુકનને હણી નાંખવાના નુસખા રૂપે એ સાસુએ જમાઇનું નાક ખેંચ્યું. લોકોએ આ દૃશ્ય જોયું. સાસુ મૂર્ખ કે પાગલ નથી, પણ દક્ષ છે, બિલ્કુલ સ્વસ્થ છે તેમજ અણજાણપણે સહસા આ કામ કર્યું નથી એવું લોકોના ખ્યાલમાં સહેજે આવી ગયું છે. એટલે લોકોએ કલ્પી લીધું કે આ નાક ખેંચવું એ પણ લગ્ન પ્રસંગનું એક અંગ છે. કહેવાય છે કે ‘સાસુએ જમાઇનું નાક ખેંચવું' એ બાબત લગ્નના એક અંગ રૂપે ત્યારથી પ્રસિદ્ધ થઇ.] , ભગવાને ધર્મ અવસરે અનુકંપાદાન દીધું એનાથી અનુકંપા એ પણ એક ધર્માંગ છે એમ પ્રસિદ્ધ થયું એ વાત સિદ્ધ થઇ. વળી ભગવાન્ ગૃહસ્થો કે સાધુઓ બધા માટે મહાનુ છે, અનુસરણીય છે, એટલે ગૃહસ્થો કે સાધુઓ બધાને પોત પોતાની અવસ્થાનું = ભૂમિકાનું ઔચિત્ય જાળવીને અનુકંપાદાન દેવું એ ધર્માંગ છે (શુભ આત્મપરિણામ રૂપ ધર્મનું કારણ છે) એ વાત સ્પષ્ટ થાય છે. અષ્ટકપ્રકરણમાં (૨૭/૩) કહ્યું છે કે ‘બધા માટે પોતપોતાની ભૂમિકાના ઔચિત્યને જાળવીને અનુકંપાથી દાન દેવું એ ધર્માંગ બને છે એવું પ્રસ્થાપિત ક૨વા માટે મહામતિ ભગવાને સાંવત્સરિક મહાદાન આપ્યું.'ll આમ, એ ‘અનુકંપાદાન જો બધાને માટે ધર્માંગ રૂપ છે તો સાધુએ પણ અનુકંપાદાન દેવું જોઇએ એવી આપત્તિ આવશે' એવી સંભવિત શંકાને ઉદ્દેશીને ગ્રન્થકાર કહે છે– પુષ્ટ આલંબનરૂપ દાવિશેષમાં મહાવ્રતધારી સાધુ શ્રીસુહસ્તિગિરિ મહારાજે અનુકંપાદાન આપ્યું હતું.
SR No.022084
Book TitleDwatrinshad Dwatrinshika Part 01
Original Sutra AuthorN/A
AuthorAbhayshekharsuri
PublisherDivyadarshan Trust
Publication Year1995
Total Pages252
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy