SearchBrowseAboutContactDonate
Page Preview
Page 20
Loading...
Download File
Download File
Page Text
________________ दान द्वात्रिंशिका बनस्य पुष्टत्वं स्पष्टयितुमाह - कालेऽल्पमपि लाभाय नाकाले कर्म बह्वपि। वृष्टौ वृद्धिः कणस्यापि कणकोटिवृथान्यथा।।८।। काल इति । स्पष्टः ।।८ ।। अवसरानुगुण्येनानुकंपादानस्य प्राधान्यं भगवदृष्टान्तेन समर्थयितुमाहછે એ વ્યવહારનયે જાણવી. નિશ્ચયનય તો એ જ કહે છે કે ફળમાં જે ભેદ પડે છે તે પાત્રના ભેદના કારણે નહિ, પણ દાતાના ભાવના ભેદના કારણે. દાતાનો ભાવ જેટલો વધુ શુભ એટલું ફળ વધુ સુંદર મળે છે. [સામાન્યથી, દીન-હીનને આપવામાં જે ભાવ આવે એના કરતાં સાધુ-સાધ્વીને આપવામાં ઘણું ખરું ભાવ વધુ પ્રગટે, અને એના કરતાંય શ્રીજિનેશ્વરદેવને ચરણે ધરવામાં ઘણું ખરું ભાવ વધુ પ્રગટે છે. એટલે બહુલતયા, શ્રીજિનેશ્વરદેવને ચરણે ધરવાથી જ વધુ ફળ મળતું દેખાય છે. વળી વ્યવહારમાં ભાવ તો દેખાતો નથી. એટલે વ્યવહારનય, પાત્રભેદે ફળભેદ કહે છે એ ધ્યાનમાં રાખવું]. એવું પુષ્ટ આલંબન હોય તો દાનશાળા વગેરે કૃત્ય અનુકંપાયુક્ત બને છે એ કહ્યું. એમાં કાલ = યોગ્ય અવસર એ પુષ્ટ આલંબન છે એ વાતને સ્પષ્ટ કરવા ગ્રન્થકાર કહે છે – કાલે = યોગ્ય અવસરે કરેલું નાનું પણ કાર્ય ફાયદો કરે છે, જ્યારે અકાલે = અનવસરે કરેલું મોટું પણ કાર્ય લાભ કરતું નથી. જેમકે વર્ષાકાળે એક કણની પણ વૃદ્ધિ થાય છે, જ્યારે એ સિવાય એક કરોડ કણિયા પણ નિષ્ફળ થાય છે. આ જ વાતને જણાવતી કેટલીક પંક્તિઓ - કાળ મોંઘે અશન, શીતકાળે વસન, શ્રમસુખાસન રણે ઉદકદાયી, સુગુણનરસાંભરે, વીસરે નવિ કદ, પાસજી તું સદા છે સખાઇ.. - શ્રીવીરવિજય મહારાજ મોંઘે કાળે રે દાન દીયંતા શાબાશી ઘણી –બારવ્રતની પૂજામાં, પૌષધવ્રતની પૂજામાં.. तोयैरल्पैरपि करुणया भीमभानौ निदाघे, मालाकार! व्यरचि भवता या तरोरस्य पुष्टिम् । सा किं शक्या जनयितमिह प्रावृषेण्येन वारां धाराः सारा अपि विकिरता विश्वतो वारिदेन ।।८।। દિકાળ વગેરેની જે પરિસ્થિતિમાં સમર્થ શ્રાવક વગેરે દાનશાળા વગેરે કરે કે જેનાથી “ઓહો! જૈનો કેવા દયાના કામ કરે છે' ઇત્યાદિ રૂપે જૈનધર્મની પ્રશંસા થાય તો એ પરિસ્થિતિ વગેરે રૂપ અવસર એ પુષ્ટ આલંબનરૂપ જાણવો. પણ જો પરિસ્થિતિ એવી હોય કે દાનશાળા વગેરે કરનાર સ્થિતિસંપન્ન તે તે શ્રાવકાદિની જ પ્રશંસા થવાની હોય, પણ જૈનધર્મની પ્રશંસા થવાની ન હોય, તો એનાથી બીજાધાનાદિ થવાનું ન હોઇ એ પરિસ્થિતિ વગેરે એ રીતે પુષ્ટઆલંબન બનતી નથી. તેમ છતાં, મારી નજર સામે જીવો ભૂખ વગેરેના ભયંકર દુઃખથી હેરાન થઇ રહ્યા છે, મરી રહ્યા છે, અને તોય છતી શક્તિએ હું કાંઇ નહિ કરું તો મારું દિલ કઠોર-નિર્દય બની જશે, અને એવું કઠોર બનેલું દિલ ધર્મ માટે અયોગ્ય છે. તેથી હું ધર્મ માટે અયોગ્ય ન બની જાઉં' એવો શુભઆશય પેદા થવા રૂપે એ પરિસ્થિતિ પુષ્ટ આલંબન બને પણ ખરી. એમ કોઇ પરિસ્થિતિ એવી ઊભી થઇ હોય કે જેમાં અન્ય ધર્મીઓ પણ એવા દયા-દાનાદિ કાર્યો કરતા હોય વગેરે રૂપ કારણોએ જૈનો તેવા કાર્ય કરે તો પણ જૈનધર્મની કંઇ વિશેષ પ્રશંસાદિ થવાના ન હોય, તેમ છતાં, જો આગેવાન જૈનો તેવા કાર્ય ન કરે તો જૈન ધર્મની નિંદા વગેરે થવાના હોય અને તેથી લોક બોધિદુર્લભ બનવાનો હોય તો એવી પરિસ્થિતિ પણ “આ દાનશાળાદિ કરું, જેથી લોકો બોધિદુર્લભ ન બને' એવા શુભઆશય દ્વારા પુષ્ટઆલંબન રૂપ બની જાય છે. આવું વિચારતાં લાગે છે.] અવસરને અનુસરીને કરાતું અનુકંપાદાન પ્રધાન છે એટલે કે
SR No.022084
Book TitleDwatrinshad Dwatrinshika Part 01
Original Sutra AuthorN/A
AuthorAbhayshekharsuri
PublisherDivyadarshan Trust
Publication Year1995
Total Pages252
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy