SearchBrowseAboutContactDonate
Page Preview
Page 22
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧ दान द्वात्रिंशिका साधुनापि दशाभेदं प्राप्यैतदनुकंपया। दत्तं ज्ञाताद्भगवतो रंकस्येव सुहस्तिना।।१०।। ___ साधुनापीति । साधुनापि = महाव्रतधारिणापि दशाभेदं प्राप्य = पुष्टालंबनमाश्रित्यैतद् = दानमनुकंपया दत्तं, सुहस्तिनेव रङ्कस्य, तदाह - 'श्रूयते चागमे आर्यसुहस्त्याचार्यस्य रंकदानमिति । कुतः? इत्याह - 'भगवतः श्रीवर्धमानस्वामिनो ज्ञातात् । तदुक्तं - ज्ञापकं चात्र भगवान्निष्क्रान्तोऽपि द्विजन्मने । देवदूष्यं ददद्धीमाननुकंपाविशेषतः ।। (अष्टक प्रक. २७/५) इति । प्रयोगश्चात्र - ‘दशाविशेषे यतेरसंयताय दानमदुष्टं, अनुकंपानिमित्तत्वात्, भगवद्द्विजन्मदानवद्' इत्याहुः ।।१०।। न चाधिकरणं ह्येतद्विशुद्धाशयतो मतम्। अपि त्वन्यद्गुणस्थानं गुणान्तरनिबन्धनम्।।११।। न चेति। न चैतत्कारणिकं यतिदानमधिकरणं मतं, अधिक्रियते आत्माऽनेनाऽसंयतसामर्थ्यपोषणत અષ્ટકપ્રકરણ (૨૭૩) ની વૃત્તિમાં કહ્યું છે કે “આગમમાંથી જાણવા મળે છે કે આર્યસુહસ્તિ આચાર્યે ભિખારીને અન્નનું દાન આપ્યું હતું.' વળી તેઓએ એ દાન કંઇ માત્ર સ્વમતિકલ્પનાથી નહોતું આપ્યું કે જેથી એ આચરણ અનુકરણીય ન બને. તેઓએ તો શ્રીવર્ધમાનસ્વામીનું દૃષ્ટાન્ત લઇને એ દાન આપ્યું હતું. અષ્ટકપ્રકરણ (૨૭) ૫) માં કહ્યું છે કે “દીક્ષા સ્વીકારેલ પણ ધીમાનું ભગવાને વિશેષ પ્રકારની અનુકંપાથી પ્રેરાઇને બ્રાહ્મણને (અડધું) દેવદૂષ્ય આપ્યું હતું, એમ સાધુ પણ દશાવિશેષ અનુકંપાદાન આપી શકે છે એ બાબતમાં દૃષ્ટાન્ત જાણવું,' સાધુને પણ અવસ્થાવિશેષ અનુકંપાદાન દેવું એ અદુષ્ટ છે એવું સિદ્ધ કરવા માટેનો અનુમાન પ્રયોગ આવો જાણવો કે - “દશાવિશેષે સાધુએ અસંયતને કરેલ અનુકંપાદાન નિર્દોષ હોય છે, કેમકે આ બિચારા જીવનો ભવકાન્તારમાંથી ઉદ્ધાર થાઓ એવી(ભાવ) અનુકંપાના નિમિત્તભૂત હોય છે, જેમકે ભગવાને બ્રાહ્મણને કરવું દાન. [આમાં રહસ્ય આ છે કે - સામાન્યથી અસંયતને દાન કરવામાં એનો અસંયમ વધવાનું જ સંયતને દેખાય છે. બીજું વિશેષ કોઇ કારણ ન હોય ત્યારે મનમાં બીજો કોઇ ભાવ રમતો નથી. માટે અસંયમની વૃદ્ધિ નજરમાં રમવા છતાં એની ધરાર ઉપેક્ષા કરીને સંયત, અસંયતને દાન આપે તો એ અધિકરણ રૂપ બને એ સ્પષ્ટ છે. પણ જ્યારે એવું કારણ વિશેષ ઊભું થાય છે ત્યારે અપાયેલા અનુકંપાદાનથી લેનાર અસંયતને બહુમાનાદિ દ્વારા બોધિપ્રાપ્તિ વગેરે થાય છે. તેથી એના અસંયમની વૃદ્ધિનું દશ્ય દબાઇ જઇને એ અનુકંપા દ્વારા એને થનારા બોધિ પ્રાપ્તિ વગેરેનું દશ્ય નજર સામે રમવા માંડે છે. તેથી એને નજરમાં રાખીને કરાતું હોવાથી એ કારણિક અનુકંપાદાન નિર્દોષ રહે છે.] ૧oll આત્મા જેના વડે દુર્ગતિનો અધિકારી બને છે એ અધિકરણ છે. અસંયતને દાન દેવાથી એ અસંયતની શક્તિ વધે છે જેનાથી એના અસંયમનું પોષણ થાય છે. આ કારણે અસંયતને સંયતે આપેલું અનુકંપાદાન એ અધિકરણ રૂપ બને છે. તેમ છતાં સાધુએ કારણે આપેલું અનુકંપાદાન એ ‘અધિકરણ' મનાયું નથી. કેમકે એમાં સ્વભૂમિકાના ઔચિત્યની જાળવણી હોવાથી આશય વિશુદ્ધ હોય છે. શ્રોતાને બોધિપ્રાપ્તિ આદિના ઉદ્દેશથી થતા ઉપદેશદાનમાં જેમ સાધુને સ્વભૂમિકાના ઔચિત્યનું ઉલ્લંઘન નથી તેમ એ જ ઉદ્દેશથી થતા અનુકંપાદાનમાં પણ તે ઉલ્લંઘન નથી એ જાણવું શિંકા - આશય વિશુદ્ધ હોવા માત્રથી શું થઇ ગયું? અસંયતને દાન દેવાની ક્રિયા તો એની એ જ રહેવાથી
SR No.022084
Book TitleDwatrinshad Dwatrinshika Part 01
Original Sutra AuthorN/A
AuthorAbhayshekharsuri
PublisherDivyadarshan Trust
Publication Year1995
Total Pages252
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy