SearchBrowseAboutContactDonate
Page Preview
Page 19
Loading...
Download File
Download File
Page Text
________________ द्वात्रिंशद्वात्रिंशिका बहूनामुपकारेण नानुकंपानिमित्तताम्। अतिक्रामति तेनात्र मुख्यो हेतुः शुभाशयः।।६।। पुष्टालंबनमिति । पुष्टालंबनं = सद्भावकारणमाश्रित्य यद्दानशालादिकर्म प्रदेशिसंप्रतिराजादीनां, तत्तु प्रवचनस्य प्रशंसादिनोन्नत्या बीजाधानादीनां भावतः = सिद्धेर्लोकानाम् ।।५ ।। बहूनामिति। ततो निर्वृतिसिद्धेर्बहूनामुपकारेणानुकंपानिमित्ततां नातिक्रामति । तेन कारणेनात्रानुकंपोचितफले मुख्यः शुभाशयो हेतुः, दानं तु गौणमेव, वेद्यसंवेद्यपदस्थ एव तादृगाशयपात्रं, तादृगाशयानुगम एव च निश्चयतोऽनुकंपेति फलितम् ।।६ ।। एतदेव नयप्रदर्शनपूर्वं प्रपञ्चयति क्षेत्रादिव्यवहारेण दृश्यते फलसाधनम् । निश्चयेन पुनर्भावः केवलः फलभेदकृत् ।।७।। क्षेत्रादीति । व्यवहारेण पात्रादिभेदात् फलभेदो, निश्चयेन तु भाववैचित्र्यादेवेति तत्त्वम् ।।७।। कालालंતેવા ફળવિશેષ માટે એ કારણિક દાનશાળા વગેરે કૃત્ય અસંગત ન રહેવાથી એનો ઉચ્છેદ થઇ જવાની આપત્તિ આવતી નથી. પ્રદેશ રાજા, સંપ્રતિરાજા વગેરેના દાનશાળા વગેરે કાર્યો પણ આવા હોઇ અનુકંપાવાળા હતા. પ્રશન - તેવા પુષ્ટકારણ વિના જે દાનશાળા વગેરે કરવામાં આવે છે, અને તેવા પુષ્ટકારણે જે દાનશાળા વગેરે ચલાવવામાં આવે છે, એ બંનેમાં, આરંભાદિ કરીને દાન આપવાની ક્રિયા તો સમાન જ છે, તો એકમાં અનુકંપા ન રહી હોવા છતાં બીજામાં તે રહી છે એનું કારણ શું? ઉત્તર - બન્નેમાં દાનાદિ ક્રિયા સમાન હોવા છતાં બીજા કાર્યમાં અનુકંપા રહી છે અને તેથી એનાથી અનુકંપા પ્રાયોગ્ય ફળ મળે છે એમાં મુખ્ય કારણ હોય તો તે, તે કાર્ય કરનારનો શુભઆશય છે, ધન આપવાની કિયા એ ફળ પ્રત્યે ગૌણ છે. આવો શુભ આશય વેદ્યસંવેદ્યપદે રહેલા જીવોમાં જ હોય છે. આમાં કારણ એવું લાગે છે કે અવેદ્ય સંવેદ્યપદે રહેલા જીવોમાં તેવો સૂક્ષ્મબોધ હોતો નથી કે જેથી એ પુષ્ટકારણને ઓળખીને એને આગળ કરીને એવો શુભભાવ પેદા કરી શકે.) અને એવો શુભ આશય પ્રગટ્યો હોય તો જ નિશ્ચયનયે “અનુકંપા' હોય છે એ વાત આના પરથી (દાનાદિ ગૌણ છે, શુભાશય મુખ્ય છે એના પરથી) ફલિત થાય છે. એટલે કે એવો આશય પ્રાપ્ત થયો ન હોય તો જિનપૂજા વગેરે પણ નિશ્ચયનયે અનુકપા યુક્ત હોવા સિદ્ધ થતા નથી. ફિળભેદમાં નયવિચારણા]. આ જ વાતને નયપ્રદર્શનપૂર્વક વિચારતા ગ્રન્થકાર કહે છે - શિંકા - જિનપૂજામાં શ્રીજિનેશ્વરદેવને ચરણે ધરેલું દાન અને કારણિક દાનશાળા વગેરેમાં દીન-હીન ને આપેલું દાન એ બન્નેમાં અનુકંપા રહી છે એમ તમે કહ્યું. વળી તમે એમ પણ કહ્યું કે “જો એવો શુભઆશય ન હોય તો જિનપૂજા વગેરેમાં પણ અનુકંપા રહી નથી.” તો આ બધા પરથી, “સાતક્ષેત્રોમાં શ્રીજિનેશ્વરદેવ એ રત્નપાત્ર છે, એમને ચરણે જે ધરવામાં આવે છે એનું ઉત્કૃષ્ટ ફળ મળે છે. સાધુ-સાધ્વી વગેરે રૂપ ક્ષેત્રમાં ધરેલા દાનનું એનાથી ઓછું ફળ મળે છે, દીન-હીનને આપેલ દાનનું તો એથીય ઓછું ફળ મળે છે. ઇત્યાદિ શાસ્ત્રપ્રસિદ્ધ વાતોનો શું વિરોધ નહિ થાય? આવી શંકાનું સમાધાન એ છે કે-] . શ્રી જિનેશ્વરદેવ, સાધુ-સાધ્વી વગેરે રૂપ પાત્રના ભેદે જુદું જુદું ફળ મળે છે એવી જે શાસ્ત્ર પ્રસિદ્ધ વાત
SR No.022084
Book TitleDwatrinshad Dwatrinshika Part 01
Original Sutra AuthorN/A
AuthorAbhayshekharsuri
PublisherDivyadarshan Trust
Publication Year1995
Total Pages252
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy