SearchBrowseAboutContactDonate
Page Preview
Page 178
Loading...
Download File
Download File
Page Text
________________ साधुसामग्र्य-द्वात्रिंशिका १६७ कारणस्वभावभेदः सर्वत्राप्यावश्यकः, अन्यथा हेत्वन्तरसमवधानस्याप्यकिञ्चित्करत्वादिति विवेचितमચિત્રા|૭|| योगादेवान्त्यबोधस्य साधुः सामग्र्यमश्नुते। अन्यथाऽऽकर्षगामी स्यात् पतितो वा न संशयः ।।८।। योगादिति । अन्त्यवोधस्य = तत्त्वसंवेदनस्य योगादेव = संस्काररूपसंवन्धादेव साधुः सामग्र्यं = पूर्णभावमश्नुते, अन्यथा = तत्त्वज्ञानसंस्काराभावे पुनर्योगशक्त्यनुवृत्तौ शंकाकाङ्क्षादिनाऽऽकर्षगामी वा स्यात्, तदननुवृत्तौ च पतितो वा, न संशयोऽत्र कश्चित्, वाह्यलिङ्गस्याकारणत्वात् ।।८।। (કાર્યભેદે કારણભેદ આવશ્યક]. ઉત્તરપક્ષ - ઉદયાવસ્થામાં રહેલ ચારિત્રમોહકર્મ અને ક્ષયોપશમાવસ્થામાં રહેલ ચારિત્રમોહકર્મ રૂપ અન્યકર્મથી સાવધ પ્રવૃત્તિ-અનવદ્યપ્રવૃત્તિ રૂપ કાર્યવૈચિત્ર્ય સંગત હોવા છતાં ઉક્ત અનુમાનથી જાતિભેદ સિદ્ધ થઇ જતો હોવાના કારણે આ અજ્ઞાન વગેરે ભેદો અક્ષત જ રહે છે. પૂર્વપક્ષ - એ તો પ્રવૃત્તિરૂપ કાર્યમાં થયેલ વૈચિત્રને સંગત કરવા તમે જ્ઞાનમાં વૈચિત્ર્ય સ્વીકારી ઉક્ત અનુમાન કરો છે. પણ કાર્યનું વૈચિત્ર આ રીતે કર્માન્તરથી સંગત થઇ જાય છે તો જ્ઞાનભેદ માનવાની જ જરૂર ન રહેવાથી એ અનુમાનો જ થઇ નહીં શકે.] ઉત્તરપક્ષ - આ વાત બરાબર નથી, કારણકે પ્રવૃત્તિસામાન્ય પ્રત્યે જ્ઞાન હેતુ હોઇ જ્ઞાનના વૈચિત્ર્યથી જ પ્રવૃત્તિમાં વૈચિત્ર આવી શકે છે. કર્મવિશેષમાં પ્રવૃત્તિની જે પ્રતિબંધકતા હોય છે તે પણ વિશેષનું વિઘટન કર્યા વગર સંભવી શકતી નથી. અર્થાત્ “અવિરતસમ્યક્તી અને ચારિત્રી એ બંનેનું જ્ઞાન સજ્ઞાન જ માનવું જોઇએ. તેમ છતાં અવિરતસમ્યક્તીની નિરવદ્યપ્રવૃત્તિ એટલા માટે નથી થતી કે એ ઉદયાવસ્થામાં રહેલ ચારિત્રમોહ રૂપ વિશેષ કર્મથી પ્રતિબંધિત થઇ હોય છે.” આવું માની જ્ઞાન ભેદને ઊડાવી શકાતો નથી, કેમકે એ કર્મમાં રહેલી પ્રતિબંધકતા સજ્ઞાન રૂપ હેતુ વિશેષનું વિઘટન કરીને જ સફળ બને છે. તેથી એનું જ્ઞાન સજ્ઞાન ન રહેતાં “જ્ઞાન” જ બની જાય છે. એટલે જ્ઞાનના આ ભેદ અક્ષત જ છે. વસ્તુતઃ તો કાર્યસ્વભાવભેદે કારણસ્વભાવભેદ સર્વત્ર આવશ્યક છે. એટલે કે કાર્ય જો જુદા પ્રકારનું થાય છે તો એનું કારણ પણ જુદા પ્રકારનું હોવું જ જોઇએ. કારણના સ્વભાવમાં જો કોઇ ફેરફાર થયો ન હોય તો બીજા હેતુનું સમવધાન પણ અકિંચિત્કર બની જાય છે એટલે કે સમવહિત થયેલ અન્ય હેતુ કારણમાં જો કોઇ વૈચિય ઉભું કરી શકતો ન હોય તો એ જુદા પ્રકારનું કાર્ય પણ પેદા કરાવી શકતો નથી. આ વાતનું વિવેચન અન્યત્ર કર્યું છે. એટલે જ્ઞાનના ત્રણ ભેદો અક્ષત જ છે. [જ્ઞાનના ૩ ભેદ કહ્યા. એમાંથી કયા જ્ઞાનથી સાધુ સામર્થ્ય સંપન્ન થાય એ ગ્રન્થકાર જણાવે છે--] અન્ય તત્ત્વસંવેદન જ્ઞાનનો સંસ્કાર રૂપ સંબંધ થવાથી જ સાધુ સામગ્સને = પૂર્ણભાવને પામે છે. અન્યથા = તત્ત્વજ્ઞાનનો સંસ્કાર ન હોય તો, જો તત્ત્વસંવેદનનો પુનર્યોગ થવાની શક્તિ (= યોગ્યતા) જળવાઇ રહેલી હોય તો શંકા-કાંક્ષા વગેરેથી આકર્ષગામી થાય એટલે કે સામગ્યને પામે-ગુમાવે, પામે-ગુમાવે એવું થયા કરે, અને જો એનો પુનઃ યોગ થવાની શક્તિ જ જળવાઇ ન રહે તો એ સાધુનું અવશ્ય પતન થાય, એમાં કોઇ સંશય નથી, કેમકે બાહ્યલિંગ અકારણ છે - સાધુતાનું કારણ નથી. એટલે કે અંદરથી તત્ત્વસંવેદનના સર્વથા અભાવમાં માત્ર બાહ્યલિંગ એનામાં સાધુતાને જાળવી શકતું નથી.àા સિાધુ સામર્થ્યના પ્રથમ અંશ જ્ઞાનની પ્રરૂપણા પૂરી કરીને હવે બીજા અંશ ભિક્ષાની પ્રરૂપણા કરવા ગ્રન્થકાર કહે છે–].
SR No.022084
Book TitleDwatrinshad Dwatrinshika Part 01
Original Sutra AuthorN/A
AuthorAbhayshekharsuri
PublisherDivyadarshan Trust
Publication Year1995
Total Pages252
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy