SearchBrowseAboutContactDonate
Page Preview
Page 177
Loading...
Download File
Download File
Page Text
________________ १६६ द्वात्रिंशद्वात्रिंशिका = दृढा प्रवृत्तिः सकंपा चादृढा निरवद्या च सा प्रवृत्तिरिति लिङ्गान्याहुः । तदुक्तं 'निरपेक्षप्रवृत्त्यादिलिङ्गमेત, હિતમ્' 4િ. પ્ર. /૩) તથા, ‘તથવિઘપ્રવૃજ્યવિચંડ્યું [/] તથા “ચાધ્યાયી' शुद्धवृत्त्यादिगम्यमेतत्प्रकीर्तितम् [९/७] इति ।।६ ।। 'ननु क्वैतानि लिङ्गान्युपयुज्यन्ते' इत्यत आहजातिभेदानुमानाय व्यक्तीनां वेदनात्स्वतः। तेन कर्मान्तरात् कार्यभेदेऽप्येतद्भिदाऽक्षता।।७।। ___ जातीति। जातिभेदस्य = निष्कंपपापप्रवृत्त्यादिजनकतावच्छेदकस्याज्ञानादिगतस्यानुमानायोक्तानि लिंगानीति संवंधः, व्यक्तीनां = अज्ञानादिव्यक्तीनां स्वतः = लिङ्गनैरपेक्ष्येण वेदनात् = परिज्ञानात् । तेन कर्मान्तरात् = चारित्रमोहादिरूपादुदयक्षयोपशमावस्थावस्थितात् कार्यभेदेऽपि = सावधानवद्यप्रवृत्तिवैचित्र्येऽपि तद्भिदा = अज्ञानादिभिदाऽक्षता, प्रवृत्तिसामान्य ज्ञानस्य हेतुत्वात्तद्वैचित्र्येणैव तद्वैचित्र्योपपत्तेः, प्रवृत्तौ कर्मविशेषप्रतिवन्धकत्वस्यापि हेतुविशेषविघटनं विनाऽयोगात्। वस्तुतः कार्यस्वभावभेदे વિરતિના પ્રભાવે નિરવઘ જ પ્રવૃત્તિ હોય છે.aવા આ લિંગોનો ઉપયોગ શું? એવા પ્રશ્નને મનમાં રાખીને ગ્રન્થકાર કહે છે અજ્ઞાનાદિ વ્યક્તિનું સ્વતઃ જ્ઞાન થાય છે. તેથી તેમાં રહેલ જાતિભેદના અનુમાન માટે ઉક્ત લિંગો ઉપયોગી છે. તેથી અન્યકર્મથી કાર્યભેદ સંગત થતો હોવા છતાં આ ત્રણ ભેદો અક્ષત રહે છે. અજ્ઞાન, જ્ઞાન વગેરે તે તે વ્યક્તિનું તો સ્વતઃ = જ્ઞાપક લિંગથી નિરપેક્ષપણે પરિજ્ઞાન થઇ જાય છે. એટલે તેના જ્ઞાન માટે આ લિંગોની જરૂર નથી. કિન્તુ તે તે અજ્ઞાન વગેરે વ્યક્તિમાં અજ્ઞાનત્વ, જ્ઞાનત્વ કે સજ્ઞાનત્વ (અથવા વિષયપ્રતિભાસત્વ, આત્મપરિણામવત્ત્વ કે તત્ત્વસંવેદનત્વ) એ ત્રણમાંથી જે જાતિભેદ રહ્યો હોય તે જાણવા માટે જે અનુમાન કરવું આવશ્યક રહે છે તેના જ્ઞાપક હેતુઓ તરીકે આ ઉપયોગી બને છે. આ જાતિભેદ નિષ્કપ પાપપ્રવૃજ્યાદિ જનકતાવચ્છેદક વગેરે રૂપ છે. પ્રવૃત્તિ સામાન્ય પ્રત્યે જ્ઞાન સામાન્ય એ જનક છે. એટલે પ્રવૃત્તિ સામાન્યજનકતાવચ્છેદક તરીકે જ્ઞાન સામાન્યત્વ સિદ્ધ થાય. પ્રવૃત્તિના નિષ્કપ પાપપ્રવૃત્તિ વગેરે વિશેષ ભેદો છે. એટલે તે તે વિશેષ ભેદોના જનકતાવચ્છેદક તરીકે અજ્ઞાનત્વ વગેરે વિશેષજાતિભેદો સિદ્ધ થાય. પૂર્વપક્ષ - પ્રવૃત્તિમાં જે નિષ્કપપાપપ્રવૃત્તિ, સકંપપાપપ્રવૃત્તિ વગેરે ભેદ જોવા મળે છે એને સંગત કરવા તમે પ્રવૃત્તિના જનકના અજ્ઞાન, જ્ઞાન વગેરે ભેદ માનો છો. પણ આવું માનવું આવશ્યક નથી. કારણ કે પ્રવૃત્તિ કે જે “કાર્ય' રૂપ છે તેના સાવદ્ય-અનવદ્ય રૂપ ભેદ તો અન્યકર્મથી સંગત થઇ જાય છે.] અહીં મિથ્યાત્વી આદિ ત્રણના પ્રતિભાસને ક્રમશઃ અજ્ઞાનાવરણ, જ્ઞાનાવરણ અને જ્ઞાનાવરણના ક્ષયોપશમજન્ય કહ્યો છે. સામાન્યથી, કર્મગ્રન્થ વગેરેમાં જ્ઞાનાવરણના આવા ભેદોનો કે તેના અજ્ઞાનાવરણક્ષયોપશમ વગેરે રૂપે ક્ષયોપશમના ભેદોનો ઉલ્લેખ જોવા મળતો નથી. તો આ ભેદોની સંગતિ કઇ રીતે કરવી? ઉ.- જ્ઞાનાવરણનો ક્ષયોપશમ જ્યારે (૧) મિથ્યાત્વમોહનીયના ઉદયથી સહકૃત હોય ત્યારે અજ્ઞાનાવરણનો ક્ષયોપશમ કહેવાય, (૨) મિથ્યાત્વમોહનીયના ક્ષયોપશમ તથા ચારિત્રમોહનીયના ઉદયથી સહકૃત હોય ત્યારે જ્ઞાનાવરણનો ક્ષયોપશમ કહેવાય, અને (૩) મિથ્યાત્વમોહનીયના તેમજ ચારિત્રમોહનીયના ક્ષયોપશમથી સહકૃત હોય ત્યારે સજ્ઞાનાવરણનો ક્ષયોપશમ કહેવાય. આ રીતે સંગતિ કરી શકાય. પણ તો પછી આગળ સાતમી ગાથામાં, મોહનીય કર્મ સ્વરૂપ અન્યકર્મ દ્વારા પ્રવૃત્તિભેદની સંગતિ ન કરતાં જ્ઞાનમાં જ ભેદ માનવાની કરેલી વાત અસંગત ઠરી જાય. એટલે ત્યાં કાર્યસ્વભાવભેદે કારણસ્વભાવભેદ માનવો જે આવશ્યક જણાવ્યો છે તેનાથી જ આ પ્રસ્તુત ભેદોની સંગતિ કરવી ઉચિત લાગે છે. એટલે કે પ્રવૃત્તિભેદ છે માટે તેના કારણભૂત જ્ઞાનનો ભેદ, જ્ઞાનનો ભેદ છે માટે તત્કારણીભૂત ક્ષયોપશમભેદ, અને ક્ષયપામભેદ છે માટે તત્કારણીભૂત કર્મનો (અજ્ઞાનાવરણ વગેરે રૂ૫)ભેદ,
SR No.022084
Book TitleDwatrinshad Dwatrinshika Part 01
Original Sutra AuthorN/A
AuthorAbhayshekharsuri
PublisherDivyadarshan Trust
Publication Year1995
Total Pages252
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy