SearchBrowseAboutContactDonate
Page Preview
Page 179
Loading...
Download File
Download File
Page Text
________________ १६८ द्वात्रिंशद्वात्रिंशिका त्रिधा भिक्षापि तत्राद्या सर्वसंपत्करी मता। द्वितीया पौरुषघ्नी स्यावृत्तिभिक्षा तथाऽन्तिमा ।।९।। ત્રિાિ એp:II I. सदाऽनारंभहेतुर्या सा भिक्षा प्रथमा स्मृता। एकबाले द्रव्यमुनी सदाऽनारंभिता तु न।।१०।। __ सदेति । सदाऽनारंभस्य हेतुर्या भिक्षा सा प्रथमा = सर्वसंपत्करी स्मृता, तद्धेतुत्वं च सदाऽऽरंभपरिहारेण सदाऽनारंभगुणानुकीर्तनाभिव्यंग्यपरिणामविशेषाहितयतनया वा। सदाऽनारंभिता त्वेकवाले द्रव्यमुनौ संविग्नपाक्षिकरूपे न संभवति । इदमुपलक्षणमेकादशी प्रतिमा प्रतिपन्नस्य श्रमणोपासकस्यापि प्रतिमाकाला ભિક્ષા ત્રણ પ્રકારે છે. તેમાં સૌ પ્રથમ સર્વસંપન્કરી ભિક્ષા છે. એ મોક્ષ સુધીની સર્વ સંપત્તિઓને કરવાના સ્વભાવવાળી હોય છે. બીજી પૌરુષની ભિક્ષા છે એટલે કે એ પુરુષાર્થને હણનારી છે. અને ચરમ વૃત્તિભિક્ષા છે. જે આજીવિકા રૂપ ભિક્ષા છે. આ ત્રણમાંથી પ્રથમ ભિક્ષાનું પ્રતિપાદન કરવા ગ્રન્થકાર કહે છે–]. સર્વસંપન્કરી ભિક્ષા]. સદા અનારંભના હેતુભૂત જે છે તે પ્રથમ સર્વસંપન્કરી ભિક્ષા છે. એકબાલ દ્રવ્યમુનિમાં સદા અનારંભિતા હોતી નથી, જો સંયમપાલનાદિ અર્થે શરીર ધારણ ભિક્ષાથી કરવાનું હોય તો જ સદા અમારંભી રહી શકાય, અન્યથા નહીં. માટે આ ભિક્ષા સદાઅનારંભનો હેતુ છે. આ ભિક્ષા સદા (હનન-પચનાદિ) આરંભનો પરિહાર કરવા દ્વારા કે સદાઅનારંભના ગુણાનુકીર્તનથી જે પરિણામવિશેષ અભિવ્યક્ત થાય છે તે પરિણામ વિશેષથી થયેલી જયણા દ્વારા સદાઅનારંભનો હેતુ બને છે. “અહો જિર્ણહિં અસાવજ્જા' ઇત્યાદિ સદાઅનારંભના ગુણાનુકીર્તન રૂપ છે. આનાથી એનો સદાઅનારંભના આકર્ષણ-પાલનતત્પરતા વગેરેથી રંગાયેલો એવો કો'ક પરિણામવિશેષ જાણી શકાય છે. એ પરિણામવિશેષ જ જયણાપાલન કરાવી દે છે જેથી સદાઅનારંભિતા સંપન્ન થાય છે. સદાઅનારંભિતા એકબાળ દ્રવ્યમુનિ સંવિગ્નપાક્ષિકમાં સંભવતી નથી. સંવિગ્નપાક્ષિકમાં આચારહીનતાના કારણે એક બાલતા હોય છે. પણ યથાર્થ પ્રરૂપણાના કારણે દ્વિતીય બાલતા હોતી નથી. માટે એનો ‘એકબાલ' તરીકે ઉલ્લેખ કર્યો છે. વળી ઉપદેશમાળાના ‘લબ્લિહિસિ તેણ પહં' વચનથી જણાય છે કે ભવિષ્યમાં ભાવસાધુપણું એ પામશે. માટે આ સંવિગ્નપાક્ષિકપણું એના કારણભૂત હોઇ એનો દ્રવ્યમુનિ તરીકે ઉલ્લેખ કર્યો છે. સંવિગ્નપાક્ષિકમાં સદાઅનારંભિતાના નિષેધનો આ જે ઉલ્લેખ કર્યો છે તે ઉપલક્ષણભૂત જાણવો. એના ઉપલક્ષણથી, અગ્યારમી પડિમાને વહન કરનાર શ્રમણોપાસકમાં પણ સદાઅનારંભિતાનો નિષેધ જાણવો. કેમકે એનું અનારંભકત્વ પ્રતિમાકાલાવધિક હોય છે, પણ સદા હોતું નથી. આમ એનામાં સદાઅનારંભિતાનો અભાવ છે તો એની ભિક્ષાને કેવી કહેવી? એવા શ્રાવકને “શ્રમણભૂત' કહ્યો હોઇ તેની ભિક્ષા પણ શ્રમણભિક્ષાકલ્પ રૂપ થવાથી ‘સર્વસંપત્યરીકલ્પ' (સર્વસંપન્કરી જેવી) માનવી યોગ્ય છે એટલું કહી દેવા માત્રથી વિસ્તાર થઇ જતો નથી, કેમકે આ રીતે અમુક અપેક્ષાએ “આ સર્વસંપન્કરી છે' એવો વ્યવહાર સંગત થઇ જવા છતાં ‘આ પૌરુષષ્મી નથી' કે “આ વૃત્તિભિક્ષા નથી' એવા વ્યવહારનું તો ઉપપાદન થતું જ નથી. આમ સર્વસંપન્કરી ભિક્ષા સદાઅનારંભિતા હોય તો જ હોય એવું માનવામાં અગ્યારમી પડિમાધારી શ્રાવકની ભિક્ષાનો
SR No.022084
Book TitleDwatrinshad Dwatrinshika Part 01
Original Sutra AuthorN/A
AuthorAbhayshekharsuri
PublisherDivyadarshan Trust
Publication Year1995
Total Pages252
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy