________________
રૂ૪૬ ગાથા-૬૧ - અગિયાર શ્રાવકપ્રતિમા સન્વોથસપ્તતિઃ उत्कर्षस्ततः समाहारद्वन्द्वः, तद्वर्जयन् परिहरन् । उत्कर्षग्रहणाच्छरीरमात्रानुगां विभूषां विदधात्यपीति । तथा स्त्रिया योषिता सह रहसि कथां प्रणयवार्ता वर्जयन् । वर्जयति, किम्? इत्याहअब्रह्म मैथुनमेकम् । 'तओ य' इति कोऽसौ ? प्रतिमाप्रतिपत्ता षष्ठ्यामब्रह्मवर्जनप्रतिमायां षण्मासान् यावत् । पूर्वस्यां हि प्रतिमायां दिवस एव मैथुनं प्रतिषिद्धं रात्रौ पुनरप्रतिषिद्धमासीत् ।
– સંબોધોપનિષદ્ – ઉત્કર્ષ = વિભૂષોત્કર્ષ. પછી શૃંગારકથા અને વિભૂષોત્કર્ષ આ બંનેનો સમાહાર વંદ્વ સમાસ થયો છે. તેનું વર્જન કરતો = પરિહાર કરતો. ઉત્કર્ષનું ગ્રહણ કર્યું હોવાથી શરીરની માત્રાને અનુસારે થોડી વિભૂષા કરે પણ ખરા, તથા સ્ત્રી = નારી સાથે એકાંતમાં કથા = પ્રેમાલાપ, તેનું વર્જન કરે. તથા વર્જન કરે, શેનું ? એ કહે છે - એક અબ્રહ્મનું = મૈથુનનું. (અહીં “એક શબ્દથી એવો અર્થ ન સમજવો કે અમુક પ્રકારના મૈથુનનું વર્જન કરે છે, પણ એવો અર્થ કરવો કે છઠી પ્રતિમામાં એક વસ્તુનું વર્જન કરે છે, જેનું નામ છે અબ્રહ્મ.)
અને તે, કોણ છે? પ્રતિમા સ્વીકારનાર, છઠી અબ્રહ્મ વર્જન પ્રતિમામાં છ મહિના સુધી રહે છે. પૂર્વની પ્રતિમામાં દિવસે જ મૈથુન પ્રતિષિદ્ધ હતું, રાત્રે અપ્રતિષિદ્ધ હતું. આ પ્રતિમામાં તો દિવસે પણ અને રાતે પણ, એમ સર્વથા