SearchBrowseAboutContactDonate
Page Preview
Page 75
Loading...
Download File
Download File
Page Text
________________ ७२ श्रामण्योपनिषद् વંશજાલપરે માયાના ગૂઢ મૂળ છે રે, મોહાદિક અરિવૃંદ; એહમાં પેસી આતમગુણ મણીને હરે રે, નવિ જાણો તે મંદ. મુનિવર૦ ૭ પરવંચું એમ જાણી જે છલ કેળવે રે, તે વંચાયે આપ; શુભ નર સુરગતિ તેહને જાણો વેગળી રે, પામે અધિક સંતાપ. મુનિવર૦ ૮ મીઠું મનોહર સાકર દુધ અછે ઘણું રે, પણ વિષનો જેમ ભેળ; તેણી પર સંયમ માયામિશ્રત જાણીયે રે, -- ન લહે સમકિત મેળ. મુનિવર૦ ૯ દૂર થકી પરિહરિયે માયા સાપિણી રે, પાપિણી ગુંથે જાળ; જ્ઞાનવિમલ ગુણ અમૃત લહરી છટા થકી રે, દોહગ દુઃખ વિસરાલ. મુનિવર૦ ૧૦ (દૂહા) નિર્લોભી ઋજુતા ધરે, લોભે નહિ મન શુદ્ધિ; દાવાનલપરે તેહને, સર્વ ગ્રહણની બુદ્ધિ. ૧ રાજપંથ સવિ વ્યસનનો, સર્વનાશ આધાર; પંડિત લોભને પરિહરે, આદર દીયે ગમાર. ૨
SR No.022076
Book TitleShramanyopnishad
Original Sutra AuthorN/A
AuthorKalyanbodhisuri
PublisherJinshasan Aradhana Trust
Publication Year2010
Total Pages144
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy