SearchBrowseAboutContactDonate
Page Preview
Page 178
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૯ વૈરાગ્યસંભવાધિકાર દૂષણરૂપ નથી. જ્ઞાનીઓને સ્વયે આવી ક્રિયાઓમાં કોઈ રસ હોતો નથી, પરંતુ લોકના ઉપકાર માટે જ તે કરતા હોવાથી તે ક્રિયાઓમાં દૂષણ નથી. પ્રસ્તુત શ્લોક ગીતામાંથી ઉદ્ધત છે, અને તે પ્રમાણે શ્રીકૃષ્ણ પોતાના મામા કંસનો વધ કર્યો, તથા અર્જુનને યુદ્ધભૂમિમાં પોતાના જ ભાઈઓ સાથે યુદ્ધ કરવા પણ પ્રેર્યો, એ સર્વ ક્રિયા કેવળ ધર્મવ્યવસ્થા ટકાવી રાખવા માટે જ કરી હતી, અને તેથી જ લોકના ઉપકારને માટે કરવામાં આવેલ આ ક્રિયાઓ કોઈ દૂષણરૂપ ન હતી, એમ ગીતામાં કહેલ છે. જૈનદર્શનમાં વર્તમાન ચોવીશીના પ્રથમ તીર્થંકર પરમાત્મા શ્રી આદીશ્વર ભગવાને તે કાળમાં લોકમાં રાજ્યવ્યવસ્થાની સ્થાપના કરી, પુત્ર-પુત્રીઓને વિવિધ કળાઓ શીખવી, વગેરે સર્વક્રિયાઓ કરવા પાછળનો તેમનો આશય એ જ હતો કે, “સુરાજ્યની વ્યવસ્થા વગર લોકો વિનાશ ન પામે. માટે જ આદીશ્વર ભગવાને સંસારી અવસ્થામાં કરેલ સાંસારિક ક્રિયાઓ પણ દૂષણરૂપ બની નહિ. સામાન્ય રીતે લોકો પુત્રાદિને કળા શીખવે, તેમનું લાલન-પાલન કરે, તેમને સત્તા વગેરે સોંપે, તો પણ તે સર્વમાં પુત્રાદિ પ્રત્યેનું મમત્વ કારણરૂપે હોવાથી તેનાથી સંસારના ભાવોની વૃદ્ધિ થાય છે, તેથી તે મમત્વપૂર્વકની ક્રિયા દૂષણરૂપ જ ગણાય; જ્યારે તીર્થકરના જીવોને તેવા પ્રકારનું મમત્વ નથી, ફક્ત લોકવ્યવસ્થા સારી રહે, જેથી લોકો દુર્બાન કરીને દુર્ગતિમાં ન જાય, તે પ્રકારનો શુભાશય હોય છે. તેથી તેમની સાંસારિક ક્રિયા પણ દૂષણરૂપ નથી. પ-૩૪ - અવતરણિકા: પૂર્વશ્લોકમાં બતાવ્યું કે જ્ઞાનીની પ્રવૃત્તિ લોકઅનુગ્રહના હેતુરૂપ હોવાથી દૂષણરૂપ નથી, તે વાત પરદર્શનની હતી. હવે તે વાત સ્વદર્શનમાં પણ છે તે બતાવતાં કહે છે – सिद्धान्ते श्रूयते चेय-मपवादपदेष्वपि । मृगपर्षत्परित्रास-निरासफलसङ्गता ।।३५ ।। અન્વયાર્થ: પર્વરિત્રાસનિરસન્નતા ૨ અને મૃગલાના ટોળાથી થતા પરિત્રાસને દૂર કરવારૂપ ફળથી યુક્ત એવી રૂચમ્ આ=જ્ઞાનીની પ્રવૃત્તિ સિદ્ધાન્ત
SR No.022059
Book TitleAdhyatmasar Shabdasha Vivechan Part 01
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2001
Total Pages280
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy