SearchBrowseAboutContactDonate
Page Preview
Page 72
Loading...
Download File
Download File
Page Text
________________ ધર્મસંગ્રહ ભાગ-૫ / દ્વિતીય અધિકાર | શ્લોક-૬૨ ૫૫ પ્રમાણે કેટલાક કહે છે; કેમ કે “સમ્યક્ત્વવૃત્તિ” આદિમાં સંકાશની કથામાં તે પ્રમાણે ઉક્તિ છે. તથા માલા પરિધાપનાદિમાં દેવસત્ક કરાયેલું દ્રવ્ય=દેવસંબંધી કરાયેલું દ્રવ્ય, તરત જ આપવું જોઈએ. અન્યથા પૂર્વમાં કહેલા દેવદ્રવ્યના ઉપભોગના દોષનો પ્રસંગ છે. વળી, તરત અર્પણમાં અસમર્થ એવા શ્રાવકે પક્ષાદિ અવધિને સ્પષ્ટ કરવી જોઈએ=ઉછામણી બોલતી વખતે અવધિને સ્પષ્ટ કરવી જોઈએ. તેની વચમાં આપવું જોઈએ=નક્કી કરેલ અવધિની વચમાં આપવું જોઈએ. વળી, તેના=અવધિના, ઉલ્લંઘનમાં દેવદ્રવ્યના ઉપભોગનો દોષ સ્પષ્ટ જ છે. દેવ સંબંધી વાજિંત્ર પણ ગુરુ અને સંઘની આગળ વગાડવાં જોઈએ નહિ. કેટલાક કહે છે પુષ્ટાલંબતમાં બહુ ધનઅર્પણપૂર્વક વ્યાપાર પણ કરાય છે=દેવસંબંધી વાજિંત્રનો ગુરુ આદિ આગળ ઉપયોગ પણ કરાય છે, જે કારણથી કહેવાયું છે. “મૂલ્ય વગર જિનોનું ઉપકરણ ચામર-છત્ર-કલશાદિ જે મૂઢ પોતાના કાર્યમાં વાપરે છે=કરે છે તે દ્રોહી થાય છે= જિનદ્રવ્યનો દ્રોહ કરનારો થાય છે.” અને સ્વયં ઉપકરણનો ઉપયોગ કરતા શ્રાવક વડે ઉપકરણના ભંગમાં સ્વદ્રવ્યથી નવું બનાવવું જોઈએ અને પોતાના ઘરનો દીપક ભગવાનના દર્શન માટે દેવની પાસે લાવેલો પણ દેવસંબંધી થતો નથી, પરંતુ પૂજા માટે જ દેવતી સન્મુખ મૂકવામાં દેવસંબંધી જ થાય છે; કેમ કે પરિણામનું જ પ્રમાણ કહ્યું છે. આ રીતે જ્ઞાનદ્રવ્ય પણ દેવદ્રવ્યની જેમ શ્રાવકને કલ્પતું નથી. જ્ઞાન સંબંધી કાગળ-પત્રાદિ સાધુ આદિથી અર્પિત, શ્રાવકે સ્વકાર્યમાં ઉપયોગ કરવો જોઈએ નહિ. સાધુ આદિ સંબંધી મુખવસ્તિકા આદિનો ઉપયોગ પણ સાધુને યુક્ત નથી; કેમ કે ગુરુદ્રવ્યપણું છે [અને ‘શ્રાદ્ધજિતકલ્પ'માં કહેવાયું છે. “મુહપત્તિ-આસન આદિમાં ભિન્ન=ભિન્નમાસ પ્રાયશ્ચિત્ત છે. જલ-અન્ન આદિમાં ગુરુ-લઘુ આદિ પ્રાયશ્ચિત્ત છે. યતિદ્રવ્યનો ભોગી આ રીતે વસ્ત્રાદિમાં દેવદ્રવ્યની જેમ છે.” ભાવાર્થ આ પ્રમાણે છે. ગુરુ-યતિ સંબંધી મુખવસ્તિકા-આસન-અશવાદિ પરિભક્ત કરાયે છતે ભિન્ન=ભિન્નમાસ પ્રાયશ્ચિત્ત છે. અને જલમાં-અજ્ઞમાં આદિ શબ્દથી વસ્ત્રાદિ અથવા વિક્રમાદિની જેમ કોઈક વડે સાધુ નિશ્રાકૃત લિંગ સંબંધી કનકાદિનો પરિભોગ કરાયે છતે ગુરુ-લઘુક આદિ ક્રમથી થાય છે=સાધુ સંબંધી જલ-અન્ન અને વસ્ત્રનો પરિભોગ કરાયે છતે ગુરુ પ્રાયશ્ચિત્ત પ્રાપ્ત થાય અને સાધુ સંબંધી નિશ્રાકૃત સુવર્ણાદિનો પરિભોગ કરાયે છતે લઘુમાસ આદિનું પ્રાયશ્ચિત્ત પ્રાપ્ત થાય. આ અર્થ છે. ગુરુ સંબંધી પાણીનો પરિભોગ કરાયે છતે રી=શ્રાવકને શાસ્ત્રીયભાષા અનુસારે પ્રાયશ્ચિત્ત આવે છે. અન્નનો પરિભોગ કરાયે છતે ‘૪’ શાસ્ત્ર પરિભાષા અનુસાર પ્રાયશ્ચિત્ત આવે છે. વસ્ત્રાદિમાં ૬, લઘુ અને કનકાદિમાં ૬ પ્રાયશ્ચિત્ત આવે છે અને આ રીતે ગુરુદ્રવ્ય ભોગ યોગ્ય અને પૂજાના ભેદથી બે પ્રકારનું છે. ત્યાં પ્રથમ વસ્ત્ર-પાત્ર-અશનાદિ છે અને દ્વિતીય તેમની નિશ્રાકૃત સુવર્ણ મુદ્રાદિ એ પ્રમાણે પર્યવસન છે.] વળી સાધારણ=સાધારણદ્રવ્ય, સંઘ વડે અપાયેલું કલ્પે છે=શ્રાવકને કલ્પે છે. અને આથી જ
SR No.022043
Book TitleDharm Sangraha Part 05
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2012
Total Pages244
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy