SearchBrowseAboutContactDonate
Page Preview
Page 73
Loading...
Download File
Download File
Page Text
________________ પ૬ ધર્મસંગ્રહ ભાગ-૫ | દ્વિતીય અધિકાર | શ્લોક-૧ર મુખ્યવૃત્તિથી ધર્મવ્યય સાધારણમાં જ કરાય છે, કેમ કે તેનું=સાધારણદ્રવ્યનું, અશેષ ધર્મકાર્યમાં ઉપભોગ માટે આગમન છે અને ધર્મસ્થાનમાં પ્રતિજ્ઞા કરાયેલું દ્રવ્ય જુદું જ વાપરવું જોઈએ, પરંતુ સ્વયં કરાતા ભોજન-દાનાદિરૂપ વ્યયમાં પ્રક્ષેપ કરવો જોઈએ નહિ. આ રીતે=ધર્મસ્થાનમાં પ્રતિજ્ઞા કરાયેલું દ્રવ્ય પોતાના ધર્માર્થે કરાતા ખર્ચમાં ભેગુ કરવામાં આવે એ રીતે, સ્પષ્ટ જ ધર્મધનના ઉપયોગનો દોષ છે, આ પ્રમાણે હોતે છતે જેઓ યાત્રાદિમાં સર્વ ભોજન-શકટને મોકલવા આદિના વ્યયને, માનિત વ્યય મધ્યમાંયાત્રાદિ માટે ખર્ચ કરવા માટે નક્કી કરાયેલા ધન મધ્યમાં ગણે છે. મૂઢ એવા તેઓની કઈ ગતિ થશે તે જણાતું નથી. સ્વનામથી મંડિત ઉજમણાદિમાં પણ પ્રોઢ આડંબરથી લોકો વડે બહુ શ્લાઘાદિ થાય. અને તેમાં વાપરેલી વસ્તુનું મૂલ્ય થોડું આપે તે વ્યક્ત જ દોષ છે અને અન્ય વડે અપાયેલ ધર્મસ્થાનમાં વ્યય કરવા માટેનું ધન, વ્યય સમયમાં તેનું નામ સ્પષ્ટ ગ્રહણ કરવું જોઈએ. આ રીતે સામુદાયિકમાં પણ=સામુદાયિક કાર્યમાં પણ, સ્પષ્ટ કરવું જોઈએ. અન્યથા પુણ્યસ્થાનમાં સ્તન્યાદિ દોષની આપત્તિ છે=ધર્મકૃત્યના સ્થાનમાં બીજાના ધનથી પોતાના આડંબરને બતાવવાના દોષની પ્રાપ્તિ છે. એ રીતે અન્ય અવસ્થામાં મૃત્યકાળમાં, પિત્રાદિનું જે મનાય છે–પિત્રાદિના નામે હું આ કાર્ય કરીશ એ પ્રમાણે જે નિર્ણય કરાય છે કે, તેમના સાવધાનપણામાં=પિત્રાદિના સાવધાનપણામાં, ગુરુ આદિ સંઘ સમક્ષ આ પ્રમાણે કહેવું જોઈએ. જે તમારા નિમિત્તે આટલા દિવસ મધ્યમાં આટલા ધનને હું વ્યય કરીશ. તે કારણથી તમારે અનુમોદના કરવી જોઈએ. અને તે પણ= પિત્રાદિના નિમિત્તે વ્યય કરવા માટે નક્કી કરેલું ધન પણ, તરત જ સર્વના જાણતાં જ વ્યય કરવું જોઈએ, પરંતુ સ્વતામથી કરવું જોઈએ નહિ. વળી, અમારિદ્રવ્ય દેવભોગમાં પણ આવતું નથી=અનુકંપાનું દ્રવ્ય, દેવદ્રવ્યમાં વપરાતું નથી. આ રીતે સર્વત્ર ધર્મકાર્યમાં આશાતનાના વારણ માટે વિવેકીઓ વડે વિવેક કરવો જોઈએ. પ્રસંગથી સર્યું. અને સ્વશક્તિથી=પોતાની શક્તિ અનુસારથી, પરંતુ સ્વશક્તિના અતિક્રમથી ધનવ્યય કરવો જોઈએ નહિ; કેમ કે તે પ્રમાણે કરાય છd=શક્તિને ઓળંગીને કરાયે છતે, લોકમાં ઉપહાસ, આર્તધ્યાનાદિની પ્રવૃત્તિ છે. સ્વશક્તિથી ઉચિતનું ચિંતવન શ્રાવકે કરવું જોઈએ એમ મૂળ શ્લોકમાં કહ્યું તે સ્પષ્ટ કરે છે. ચૈત્ય સંબંધી યોગ્ય કાર્ય ઉચિત છે=શ્રાવકને કરવા માટે ઉચિત છે. ક્યાં કાર્યો ઉચિત છે ? તે સ્પષ્ટ કરે છે. આ ચૈત્યપ્રદેશનું સંમાર્જન, ચૈત્યભૂમિનું પ્રમાર્જન, પૂજાના ઉપકરણનું સમારકામ, પ્રતિમાના પરિકરાદિના વૈર્મલ્યનું આપાદન, વિશિષ્ટ પૂજા, પ્રદીપાદિની શોભાનું આવિર્ભાવત, અક્ષતનેવેધાદિ વસ્તુના સમૂહનું સત્યાપન=ઉચિત રીતે ઉપયોગ કરવો, ચંદન-કેસર-ધૂપ-ઘી આદિનો સંચય. દેવદ્રવ્યના ઉદ્માહણિકાના કરણમાં ઉદ્યમ–ઉઘરાણીના કરણમાં યત્ન, તેનું સુસ્થાનમાં સ્થાપત–દેવદ્રવ્યનો વિનાશ ન થાય તે રીતે સ્થાપન, તેના આય-વ્યયાદિનું સુવ્યક્ત લેખકનું વિવેચન=દેવદ્રવ્યના વ્યાજ વગેરેનું સુવ્યક્ત લખાણનું અવલોકન, કર્મકરનું સ્થાપન વગેરે ચૈત્ય સંબંધી યોગ્ય કાર્ય છે. તેઓનું ચિંતન=ચિંતાકરણ. વળી અત્રય કહેવાયો જ છે. આ ભાવ છે – આદ્યવેધનાઢ્યને દ્રવ્ય પરિજનાદિ બલથી સાધ્ય ચૈત્યની ચિંતા સુકર છે. વળી અનાટ્ય=નિર્ધનપુરુષને,
SR No.022043
Book TitleDharm Sangraha Part 05
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2012
Total Pages244
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy