SearchBrowseAboutContactDonate
Page Preview
Page 71
Loading...
Download File
Download File
Page Text
________________ પ૪ ધર્મસંગ્રહ ભાગ-૫ | દ્વિતીય અધિકાર | શ્લોક-૨ પણ=સાધુને આપતો પણ, આજ્ઞાઅનવસ્થાને પ્રાપ્ત કરે છે=આજ્ઞાભંગ-અનવસ્થા દોષને પ્રાપ્ત કરે છે.” ‘તિ’ શબ્દ ઉદ્ધરણની સમાપ્તિ અર્થે છે. દેવદ્રવ્યતા ભક્ષણ-રક્ષણ-વર્ધતમાં યથાક્રમ ફૂલોને કહે છે, જે આ પ્રમાણે છે. જિનપ્રવચનની વૃદ્ધિને કરનાર, જ્ઞાન-દર્શન ગુણના પ્રભાવક એવા જિનદ્રવ્યનું ભક્ષણ કરતો અનંતસંસારી થાય છે.” (શ્રાદ્ધદિનકૃત્ય-૧૪૨). જિનપ્રવચન એ ગાથાના ઉદ્ધરણનું પ્રતિક છે. દેવદ્રવ્યના તે વિશેષણને સ્પષ્ટ કરે છે. દેવદ્રવ્ય હોતે છતે પ્રતિદિવસ ચૈત્ય સમાચ્ચન, મહાપૂજા, સત્કાર સંભવ છે અને ત્યાં=ચૈત્યમાં, પ્રાયઃ યતિજનો સંપાત છે—સાધુજનનું આગમન છે અને તેમના વ્યાખ્યાવાદિના શ્રવણાદિથી જિનપ્રવચનની વૃદ્ધિ છે. એથી દેવદ્રવ્ય જિનપ્રવચનની વૃદ્ધિને કરનારું છે એમ અવય છે. એ રીતે જ્ઞાનાદિ ગુણોની પ્રભાવના છે–દેવદ્રવ્ય વિદ્યમાન હોય તો સુસાધુના ઉપદેશાદિના કારણે જ્ઞાનાદિ ગુણોની પ્રભાવના છે. એ પ્રમાણે અર્થ છે=શ્રાદ્ધવિધિના શ્લોકના પૂર્વાર્ધનો અર્થ છે. જિનપ્રવચનની વૃદ્ધિને કરનાર, જ્ઞાન-દર્શન ગુણના પ્રભાવક એવા જિનદ્રવ્યને રક્ષણ કરતો શ્રાવક પરિત્ત સંસારી થાય છે.” (શ્રાદ્ધદિનકૃત્ય-૧૪૩, સંબોધપ્રકરણ-૯૮). શ્લોકમાં રહેલ પરિતિ' શબ્દનો અર્થ કરે છે. પરિત' એ શબ્દ પરિમિત ભવસ્થિતિને બતાવનાર છે. તેથી જિનદ્રવ્યને રક્ષણ કરતો પરિમિત ભવમાં મોક્ષને પામે છે એ પ્રકારનો અર્થ છે. “જિનપ્રવચનની વૃદ્ધિ કરનાર જ્ઞાન-દર્શન ગુણના પ્રભાવક એવા જિનદ્રવ્યની વૃદ્ધિને કરતો જીવ તીર્થંકરપણાને પામે છે.” (શ્રાદ્ધદિનકૃત્ય-૧૪૪, સંબોધપ્રકરણ-૯૭) અહીં=ચૈત્યદ્રવ્યના વિષયમાં, વૃદ્ધિ સમ્યફ રક્ષણપૂર્વક અપૂર્વ ધનપ્રક્ષેપાદિથી જાણવી. વૃદ્ધિ પણ=ચૈત્યદ્રવ્યની વૃદ્ધિ પણ, કુવ્યાપારને છોડીને સદ્વ્યવહારાદિ વિધિથી જ કરવી જોઈએ અર્થાત્ જે શ્રાવકને તીર્થંકરના ગુણોનો બોધ છે, જિનદ્રવ્ય કઈ રીતે જિનપ્રવચનની વૃદ્ધિ કરનાર છે અને કઈ રીતે જ્ઞાન-દર્શનાદિ ગુણોનો પ્રભાવક છે તેના પરમાર્થનો બોધ છે, તેથી તે શ્રાવકને તીર્થકરો પ્રત્યે અત્યંત ભક્તિ થવાને કારણે તીર્થંકરની ભક્તિનું આ દ્રવ્ય છે એ પ્રકારે પૂજ્યબુદ્ધિથી તે શ્રાવક ચૈત્યદ્રવ્યનું રક્ષણ કરે છે. અને સ્વશક્તિ અનુસાર પોતાનું ધન તેમાં પ્રક્ષેપાદિ કરે છે. જેનાથી જિકદ્રવ્યની વૃદ્ધિ થાય છે. વળી જિદ્રવ્યનું રક્ષણ વ્યાજ આદિ વિધિથી કરે ત્યારે પણ કુવ્યાપારના વર્જનપૂર્વક ઉચિત વ્યવહાર દ્વારા વૃદ્ધિ કરે તો પૂર્વમાં કહેલ પરિત સંસારીપણું કે તીર્થંકરપણું તે જીવને પ્રાપ્ત થઈ શકે છે. માત્ર બાહ્યકૃત્યની અપેક્ષાએ પરિત સંસારીપણું કે તીર્થંકરપણું પ્રાપ્ત થતું નથી. જે કારણથી કહેવાયું છે. “જિનેશ્વરની આજ્ઞાથી રહિત જિનદ્રવ્યને વધારતા પણ કેટલાક મોહથી મૂઢ અજ્ઞાની (જીવો) ભવસમુદ્રમાં ડૂબે છે.” (સંબોધપ્રકરણ-દેવાધિકાર-૧૦૨) શ્રાવકથી આવ્ય એવા જીવો પાસેથી સમધિક ગ્રહણ કરીને કલાતરથી પણ વૃદ્ધિ ઉચિત નથી એ
SR No.022043
Book TitleDharm Sangraha Part 05
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2012
Total Pages244
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy