SearchBrowseAboutContactDonate
Page Preview
Page 168
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૧ ધર્મસંગ્રહ ભાગ-૫ / દ્વિતીય અધિકાર | શ્લોક-૬૩ આદિના આધિક્યને કારણે રાજાદિના દંડાદિથી પીડાતા લોકો પરસ્પર વિરક્તભાવવાળા થાય છે. તેથી પરસ્પર ઉચિત રીતે મળીને હિત કરી શકતા નથી. માટે દયાળુ શ્રાવકે તે સર્વ નાગરિકો સાથે ઉચિત વર્તન કરવું જોઈએ. તે કારણથી ૩Mદિi દત્નસંતેહિં=આત્મહિતને ઇચ્છતા એવા જીવોએ, કારણિકોની સાથે=રાજ્યના અધિકારીઓની સાથે, અર્થનો સંબંધ કરવો જોઈએ નહિ. વળી રાજાની સાથે શું કહેવું? અર્થાત્ રાજાની સાથે પણ અર્થનો સંબંધ કરવો જોઈએ નહિ.” ૪૦. આ રીતે-પૂર્વમાં વર્ણન કર્યું એ રીતે, પરસ્પર નાગરિકોનું પ્રાયઃ કરીને સમુચિત આચરણ છે. હવે પરતીથિકોનું સમુચિત આચરણ લેશથી કંઈક અમે કહીએ છીએ.” I૪૧] “સ્વગૃહમાં ભિક્ષા માટે ઉપસ્થિત થયેલા આ તીર્થિકોનું પરતીર્થિકોનું, ઉચિત કૃત્ય કરવું જોઈએ. વિશેષથી રાજપૂજિત એવા પરતીર્થિકોનું ઉચિત કૃત્ય કરવું જોઈએ.” જરા ઉદ્ધરણના શ્લોક-૪૨માં રહેલ ઉચિતકૃત્યનો અર્થ યથાયોગ્ય દાનાદિ છે. “જો કે મનમાં ભક્તિ નથી. અને તદ્ગત ગુણોમાં પક્ષપાત નથી તોપણ ઘરમાં આવેલાઓના વિષયમાં ગૃહસ્થનો આ ધર્મ ઉચિત છે.” i૪૩ ઉદ્ધરણના શ્લોક-૪૩માં રહેલા કેટલાક શબ્દનો અર્થ સ્પષ્ટ કરે છે. પક્ષપાત=અનુમોદના, ધર્મ-આચાર=ગૃહસ્થનો આ આચાર છે. “અને વ્યસનમાં પડેલા=આપત્તિમાં મૂકાયેલા, ઘરમાં આવેલાઓનું સમુદ્ધરણ ઉચિત છે. દુઃખીઓની દયા એ સર્વના વિષયમાં સમાન ધર્મ છે.” Indજા ઉદ્ધરણના શ્લોક-૪૪માં રહેલ ‘ઉચિત' શબ્દનો અર્થ સ્પષ્ટ કરે છે. પુરુષની અપેક્ષાએ મધુર આલાપ-આસન નિમંત્રણા કાર્યનો અનુયોગ તેના નિર્માણ આદિ નિપુણો વડે ઉચિત આચરવા , જોઈએ. અન્યત્ર પણ કહેવાયું છે. “સર્વત્ર ઉચિતકરણ, ગુણાનુરાગ, જિનવચનમાં રતિ, અગુણવાળા જીવોમાં ગુણ રહિત જીવોમાં, મધ્યસ્થ સમ્યગ્દષ્ટિનાં લિંગો છે.” III “સમુદ્ર મર્યાદાને છોડતો નથી. પર્વતો પણ ચલાયમાન થતા નથી. ક્યારેય પણ ઉત્તમપુરુષો ઉચિત આચરણાનું ઉલ્લંઘન કરતા નથી.” i૪પા. “તે કારણથી જ જગનૂરુ તીર્થકરો પણ ગૃહસ્થાવાસમાં માતા-પિતાદિનું ઉચિત અભ્યત્થાનાદિ કરે છે.” ૪૬. આ પ્રકારે=અત્યાર સુધી વર્ણન કર્યું એ પ્રકારે, નવ પ્રકારથી ઔચિત્ય છે. અને એ રીતે=ઔચિત્યથી સર્વત્ર પ્રવૃત્તિ કરવી જોઈએ એ રીતે, વ્યવહારશુદ્ધિ આદિથી અર્થ ઉપાર્જન વિશેષથી ગૃહસ્થ ધર્મ છે. એ પ્રકારનો નિષ્કર્ષ છે. I૬૩
SR No.022043
Book TitleDharm Sangraha Part 05
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2012
Total Pages244
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy