SearchBrowseAboutContactDonate
Page Preview
Page 167
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૦ ધર્મસંગ્રહ ભાગ-૫ | દ્વિતીય અધિકાર | શ્લોક-૧૩ - ઉદ્ધરણ શ્લોક-૩૩માં રહેલ “સā'નો અર્થ સ્પષ્ટ કરે છે. સમ્મુખ આગમત, અભ્યત્થાન, આસનદાન, સંવાહન=પગ દબાવવા વગેરે અને શુદ્ધ વસ્ત્ર-પાત્ર-આહાર વગેરેના પ્રદાનાદિ સર્વ સમયને ઉચિત ભક્તિથી કરે છે, એમ અવય છે. “એમનો=ધર્માચાર્યનો, ભાવ ઉપકાર દેશાંતરમાં ગયેલો પણ શ્રાવક સદા સ્મરણ કરે છે. આ વગેરે ગુરુજનને સમુચિત એવું ઉચિત જાણવું.” i૩૪ના ઉદ્ધરણના શ્લોક-૩૪માં રહેલ ભાવોપકાર' શબ્દનો અર્થ સમ્યક્તદાનાદિ છે. “જે નગરમાં સ્વયં વસે છે ત્યાં જ ખરેખર સમાનવૃત્તિવાળા જેઓ વસે છે તેઓ નાયર=નાગરિકો, કહેવાય છે.” i૩પા ઉદ્ધરણના શ્લોક-૩૫માં રહેલ સ્વસમાવવૃત્તિવાળાનો અર્થ વણિકવૃત્તિથી જીવનારા કર્યો છે. “તેઓના વિષયમાં=નાગરિકોના વિષયમાં, આ સમુચિત છે. જે કારણથી એક ચિત્તવાળા, સમસુખદુ:ખવાળા, વ્યસન અને ઉત્સવમાં તુલ્ય ગમનાગમનવાળા એવા તેઓની સાથે નિત્ય પણ વર્તવું જોઈએ=સમાન રીતે વર્તવું જોઈએ=સમાન વ્યવસાય કરનારા નાગરિકોની સાથે-એકચિત્તથી સમસુખદુ:ખપણાથી અને આપત્તિ-ઉત્સવમાં સમાન ગમનાગમનથી નિત્ય વર્તવું જોઈએ.” i૩૬ો. “કાર્યમાં પણ એકલાથી પ્રભુનું=રાજાનું, દર્શન કરવું જોઈએ નહિ. મંત્રભેદ કરવો જોઈએ નહિકકોઈની ગુપ્ત વાત પ્રગટ કરવી જોઈએ નહિ. પેસન્ન=ચાડીનો પરિહાર કરવો જોઈએ.” w૩૭. “ક્ષણ ઉપસ્થિત વિવાદમાં તુલાની સમાન થવું જોઈએ=પક્ષપાતી થયા વગર ઉચિત ન્યાયમાં યત્ન કરવો જોઈએ. કારણથી સાક્ષી થવા દ્વારા વ્યાયમાર્ગનો ત્યાગ કરવો જોઈએ નહિ.” li૩૮ ઉદ્ધરણના શ્લોક-૩૮માં રહેલ “કારણ'નો અર્થ કરે છે. સ્વજન સંબંધી, અને જ્ઞાતિ સંબંધી લાંચ કે ઉપકારાદિ સાપેક્ષથી નયમાર્ગsઉચિત માર્ગ, ત્યાગ કરવો જોઈએ નહિ કારણે સાક્ષી થવું પડે ત્યારે આ સ્વજન છે, આ સંબંધી છે, આ જ્ઞાતિવાળો છે ઈત્યાદિ સ્વીકારીને તેના લાંચ કે ઉપકારાદિની અપેક્ષાથી નીતિમાર્ગનો ત્યાગ કરવો જોઈએ નહિ પરંતુ મધ્યસ્થતાપૂર્વક સત્યનો પક્ષપાત કરવો જોઈએ. બલવાન વડે દુર્બળજનનો શુલ્કકરાદિ વડે અભિભવ કરવો જોઈએ નહિ. થોડા અપરાધ દોષમાં પણ દંડભૂમિએ લઈ જવો જોઈએ નહિ.” પ૩૯ ઉદ્ધરણના શ્લોક-૩૯માં રહેલ શુલ્કકરાદિનો અર્થ સ્પષ્ટ કરે છે. શુલ્કકર આધિક્ય નૃપદંડાદિ વડે પીડાતા લોકો પરસ્પર વિરક્ત થયેલા સંહતિ=સમૂહને, છોડે છે. પરંતુ તે=સંહતિને છોડવી જોઈએ નહિ; કેમ કે સંહતિ જ શ્રેયસ્કારી છે. અર્થાત્ કોઈ રાજાનો અધિકારી હોય અને તે પણ બલવાન હોય અને દુર્બલ એવી પ્રજા ઉપર દંડાદિ કર ગ્રહણ કરે અને અલ્પ અપરાધમાં આધિક્યને કારણે રાજાદિ પાસે દંડાદિ અપાવે. એ રીતે દુર્બલ જનનો અભિભવ કરવો જોઈએ નહિ અને થોડા અપરાધમાં તેને દંડ આપવા માટે રાજાદિ પાસે લઈ જવો જોઈએ નહિ; કેમ કે આ રીતે દંડના, કર
SR No.022043
Book TitleDharm Sangraha Part 05
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2012
Total Pages244
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy