SearchBrowseAboutContactDonate
Page Preview
Page 169
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપર ધર્મસંગ્રહ ભાગ-૫ | દ્વિતીય અધિકાર | શ્લોક-૧૩-૧૪ ભાવાર્થ : શ્રાવક સદ્ગુરુ પાસે ધર્મશ્રવણ કરે. ત્યાર પછી આહારાદિ માટે તેમને નિમંત્રણા કરે. ત્યાર પછી ઉચિતસ્થાને જઈને ધર્મને અવિરુદ્ધ અર્થ-અર્જન કરે એમ શ્લોકમાં કહ્યું. એથી ધર્મથી અવિરુદ્ધ અર્થઉપાર્જનની વિધિ સાથે શ્રાવકે સ્વજનો સાથે કઈ રીતે ઉચિત વર્તન કરવું જોઈએ જેથી ક્લેશ ન થાય તેનું વિસ્તારથી પ્રસ્તુત શ્લોકમાં વર્ણન કરેલ છે અને અર્થ ઉપાર્જનમાં પણ કઈ રીતે અલ્પ આરંભ-સમારંભ થાય કે જેથી ક્લિષ્ટ કર્મબંધ ન થાય તેની વિચારણા ગ્રંથકારશ્રીએ કરેલ છે. તેથી વિવેકસંપન્ન શ્રાવકે ક્લેશ પરિવાર અર્થે અને સર્વત્ર ઉચિત પ્રવૃત્તિ કરવાર્થે શું શું ઉચિત કરવું જોઈએ તેનું નિપુણ પ્રજ્ઞાથી ભાવન કરવું જોઈએ. જેથી ગૃહસ્થજીવનમાં પણ અસમંજસ કષાય થાય નહિ. અને સ્વભૂમિકાનુસાર ઉચિતપ્રવૃત્તિ કરવાની નિર્મળ પ્રજ્ઞા પ્રગટે તે પ્રકારનું પ્રસ્તુત ગાથાના વર્ણનનું તાત્પર્ય છે. lal અવતરણિકા - साम्प्रतं मध्याह्नादिविषयं यत्कर्त्तव्यं तद्दर्शयन्नाह - અવતરણિકાર્ચ - મધ્યાહન આદિ વિષયક જે કર્તવ્ય છે-શ્રાવકનાં જે ઉચિત કર્તવ્ય છે તેને બતાવતાં ગ્રંથકારશ્રી કહે છે – શ્લોક : मध्याह्नेऽर्चा च सत्पात्रदानपूर्वं तु भोजनम् । संवरणकृतिस्तद्विजैः, सार्द्ध शास्त्रार्थचिन्तनम् ।।६४।। અન્વયાર્થ: ==વળી, મથ્થાને સર્વા=મધ્યાહનમાં ભગવાનની પૂજા, સત્પાત્રધાનપૂર્વ ત=સત્પાત્રદાપૂર્વક જ, મોનનzભોજન કરે, સંવરવૃતિ=ભોજન કર્યા પછી ઉચિત પચ્ચખાણ કરવું, તદ્ વિ=તેના જાણનારાઓની સાથે શાસ્ત્રને જાણનારાઓની સાથે, શાસ્ત્રાર્થવિત્તન—શાસ્ત્રાર્થનું ચિંતન, શ્રાવકે કરવું જોઈએ. m૬૪ શ્લોકાર્ચ - વળી, મધ્યાહ્નમાં અર્યા=ભગવાનની પૂજા, સત્પાત્રદાનપૂર્વક જ ભોજન કરે, સંવરણની કૃતિ=ભોજન કર્યા પછી ઉચિત પચ્ચકખાણ કરવું જોઈએ. તેના જાણનારાઓની સાથેત્રશાસ્ત્રને જાણનારાઓની સાથે શાસ્ત્રાર્થનું ચિંતન શ્રાવકે કરવું જોઈએ. I૬૪ll
SR No.022043
Book TitleDharm Sangraha Part 05
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2012
Total Pages244
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy