SearchBrowseAboutContactDonate
Page Preview
Page 166
Loading...
Download File
Download File
Page Text
________________ ધર્મસંગ્રહ ભાગ-૫ | દ્વિતીય અધિકાર | શ્લોક-૧૩ ૧૪૯ પુરુષોને પિતૃપક્ષથી, માતૃપક્ષથી, પત્ની પક્ષથી ઉદ્ભવ પામેલાં સ્વજનો છે. વૃદ્ધિકાર્યો પુત્રજન્માદિ પ્રસંગો છે. તે પ્રસંગોમાં સ્વજનોનું સન્માન કરવું જોઈએ એમ ઉદ્ધરણના શ્લોક સાથે સંબંધ છે. સ્વયં પણ વ્યસન ઉપગત એવા તેઓમાં આપત્તિને પામેલા એવા સ્વજનોમાં, સદા તેઓની પાસે થવું જોઈએ= આપત્તિમાં સદા સ્વજનોનો ખ્યાલ રાખવો જોઈએ. ક્ષીણ વિભવવાળા, રોગથી યુક્ત એવા તેઓનું=સ્વજન આદિનું, ઉદ્ધરણ કરવું જોઈએ=ઉદ્ધાર કરવો જોઈએ.” રપા “પીઠના માંસને ખાવું જોઈએ નહિ સ્વજનની હાજરી ન હોય ત્યારે તેઓની નિંદા કરવી જોઈએ નહિ. અને તેઓ સાથે શુષ્ક કલહ કરવો જોઈએ નહિ=હાસ્યાદિ કરવાં જોઈએ નહિ. તેઓના અમિત્રોની સાથે=દુશ્મનોની સાથે, મૈત્રી કરવી જોઈએ નહિ. મિત્રોની સાથે તેઓના મિત્રોની સાથે, મૈત્રી કરવી જોઈએ.” ર૬. ઉદ્ધરણના શ્લોક-૨૬માં રહેલ શુષ્ક કલઈ' શબ્દનો અર્થ ઝઘડો નથી પરંતુ હાસ્યાદિ દ્વારા મશ્કરી કરવા રૂપ શુષ્ક કલહ સ્વજનો સાથે કરવો જોઈએ નહિ. તેના અભાવમાં સ્વજનના અભાવમાં, તેના ઘરે જાય નહિ. અર્થ સંબંધનો ત્યાગ કરે=સ્વજનની સાથે ધનની લેવડ-દેવડનો સંબંધ ત્યાગ કરે. ગુરુનાં, દેવનાં, ધર્મનાં કાર્યોમાં એકચિત્તપણાથી થવું જોઈએ=સ્વજનો સાથે થવું જોઈએ.” ર૭ા ઉદ્ધરણના શ્લોક-૨૭માં રહેલ “વફંક્શ' શબ્દનો અર્થ જાય નહિઃસ્વજનના ઘરમાં જાય નહિ. “આ વગેરે સ્વજનને ઉચિત છે. હવે ધર્માચાર્યને ઉચિત અમે કહીએ છીએ. ભક્તિ-બહુમાનપૂર્વક તેઓને=ધર્માચાર્યને, ત્રિસંધ્યા પણ પ્રણિપાત કરવો જોઈએ.” ૨૮. “અને તેમણે બતાવેલ નીતિથી=વિધિથી, આવશ્યક વગેરે કૃત્ય કરવું જોઈએ. ધર્મોપદેશનું શ્રવણ તેમની પાસે શુદ્ધ શ્રદ્ધાથી કરવું જોઈએ.” ર૯ આદેશને=ધર્માચાર્યના આદેશને, બહુમાનપૂર્વક સ્વીકારવો જોઈએ. મનથી પણ એમનો=ધર્માચાર્યનો, અવર્ણવાદ કરે નહિ. અવર્ણવાદનો રોધ કરે. હંમેશાં પણ સ્તુતિવાદને પ્રવર્તાવે.” ૩૦ાા “છિદ્રપેક્ષી થાય નહિ=ધર્માચાર્યનાં છિદ્રો જોનારો થાય નહિ. મિત્રની જેમ સુખ-દુ:ખમાં અનુવર્તન કરે=ધર્માચાર્યની ચિતા કરે, પ્રત્યનીકના પ્રત્યપાયો=અનર્થોને સર્વ પ્રયત્નથી વારે.” li૩૧ ઉદ્ધરણના શ્લોક-૩૧માં રહેલા “દિવ્ય'નો અર્થ કરે છે. સુહલી જેમ અનુવર્તન કરે. “ખલિતમાં=ખૂલનામાં, ગુરુજનથી પ્રેરણા કરાયેલો સર્વ પણ તે પ્રકારે માને=જે પ્રમાણે ધર્માચાર્ય કહે તે પ્રમાણે સ્વીકારે. પ્રમાદથી અલિત હોતે છતે એકાંતમાં ગુરુજનને પણ પ્રેરણા કરે.” li૩રા. વોડુ ગુરુજનને પ્રેરણા કરે. એ અર્થ સ્પષ્ટ કરે છે. હે ભગવન્! સત્યારિત્રવાળા ત્યાં વર્તતા આપને શું આ ઉચિત છે ? ઈત્યાદિ પ્રેરણા કરે. ભક્તિથી સમયને સમુચિત સર્વ વિનય ઉપચારને કરે. હદયમાં માયા રહિત ગાઢ ગુણાનુરાગને વહન કરે છે.” ૩૩.
SR No.022043
Book TitleDharm Sangraha Part 05
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2012
Total Pages244
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy