SearchBrowseAboutContactDonate
Page Preview
Page 153
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૬ ધર્મસંગ્રહ ભાગ-૫ / દ્વિતીય અધિકાર | શ્લોક-૧૩ તીવ્ર આરંભનું વર્જન કરે છે. અકામવાળો અને અનિર્વાહવાળો કરે છે અનિચ્છાપૂર્વક અનિર્વાહવાળો તીવ્ર આરંભ કરે છે. સર્વજીવોમાં દયાલુ એવો શ્રાવક નિરારંભ જીવોની સ્તુતિ કરે છે.” ||૧|| કઈ રીતે નિરારંભજીવોની સ્તુતિ કરે છે ? તે બતાવે છે – “મહામુનિ ધન્ય છે. જેઓ મનથી પણ પરપીડાને કરતા નથી. આરંભના પાપથી વિરત એવા સાધુઓ ત્રિકોટી પરિશુદ્ધ આહારને વાપરે છે.” ઘરા અદષ્ટ અને અપરીક્ષિત પશ્યનેવેપારનો માલ, સ્વીકારવું જોઈએ નહિ. સમુદિત અને શંકાસ્પદ સમુદિતો વડે જ ગ્રહણ કરવું જોઈએ. પરંતુ એકાકીએ ગ્રહણ કરવું જોઈએ નહિ; કેમ કે વિષમ પરિસ્થિતિ પ્રાપ્ત થયે છતે તે પ્રકારની સહાયતા આદિની પ્રાપ્તિ થાય. (૨) ક્ષેત્રથીઃ સ્વચક્ર, પરચક્ર, માંધ=માંદગી, વ્યસન આદિ ઉપદ્રવ રહિત=સ્વચક્રનો ઉપદ્રવ ન હોય, પરચક્રનો ઉપદ્રવ ન હોય, માંદગીનો ઉપદ્રવ ન હોય, આપત્તિઓનો ઉપદ્રવ ન હોય તેવા ક્ષેત્રમાં અને ધર્મસામગ્રી સહિત ક્ષેત્રમાં વ્યવહાર કરવો જોઈએ. પરંતુ અન્યત્ર-ઉપદ્રવવાળા અને ધર્મ સામગ્રી રહિત એવા ક્ષેત્રમાં, બહુલામ હોવા છતાં પણ રહેવું જોઈએ નહિ. (૩) કાલથી :- . અણતિકાત્રયત્રણ અઠાઈ, પર્વતિથિ આદિમાં વ્યાપારનો ત્યાગ કરવો જોઈએ. અને વર્ષાદિ કાલ વિરુદ્ધ પણ વ્યાપારનો ત્યાગ કરવો જોઈએ=વર્ષાકાલમાં જે વેપારમાં ઘણો આરંભ હોય તેવા વેપારનો ત્યાગ કરવો જોઈએ. (૪) ભાવથી : વળી, અનેક પ્રકારના ક્ષત્રિય આદિ સાયુધવાળાની સાથે સ્વલ્પ પણ વ્યવહાર પ્રાયઃ ગુણ માટે નથી. અને તટ-વિટ આદિ ખરાબ કૃત્યો કરનારાની સાથે ઉધારનો વ્યવહાર કરવો જોઈએ નહિ. કલાંતરનો વ્યવહાર પણ=વ્યાજથી આપવાનો વ્યવહાર પણ, સમધિક ગ્રહણના આદાનઆદિથી જ ઉચિત છે; કેમ કે અન્યથા તેના માંગવા આદિ હેતુ દ્વારા ક્લેશ, વિરોધ, ધર્મહાનિ આદિ અનેક અનર્થનો પ્રસંગ છે. વળી અનિર્વાહવાળો જો ઉધારમાં વ્યવહાર કરે તો સત્યવાદી સાથે જ કરે. કલાંતરમાં પણ=વ્યાજ લેવામાં પણ, દેશ-કાલાદિની અપેક્ષાથી જ એક-બે-ત્રણ-ચાર-પાંચ વૃદ્ધિ આદિ રૂપ વિશિષ્ટ જળથી અનિંદિત જ ગ્રહણ કરવું જોઈએ. અથવા સ્વયં વૃદ્ધિથી=વ્યાજથી, ધન ગ્રહણ કર્યું છતે તેના દાયકની અવધિથી જ=જ્યારે પણ આપવાની શરત કરી હોય તે અવધિની પૂર્વે જ, પાછું આપવું જોઈએ. કદાચિત્ ધનહાનિ આદિ દ્વારા તે પ્રમાણે અશક્ત પણ ધીરે-ધીરે તેના અર્પણમાં જ યત્ન કરે. અન્યથા વિશ્વાસની હાનિથી વ્યવહારભંગનો પ્રસંગ છે. અને ઋણચ્છદમાં વિલંબન કરવું જોઈએ નહિ, તે કહેવાયું છે.
SR No.022043
Book TitleDharm Sangraha Part 05
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2012
Total Pages244
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy