SearchBrowseAboutContactDonate
Page Preview
Page 154
Loading...
Download File
Download File
Page Text
________________ ધર્મસંગ્રહ ભાગ-૫ | દ્વિતીય અધિકાર | શ્લોક-૬૩ ૧૩૭ ધર્મના આરંભમાં, ઋણના ઉચ્છેદમાં, કન્યાદાનમાં, ધનના આગમનમાં, શત્રુના ઘાતમાં, અગ્નિમાં અને રોગમાં કાલક્ષેપ કરવો જોઈએ નહિ.” “સ્વ નિર્વાહના અસમર્થપણાને કારણે ઋણને આપવામાં અશક્ત એવા પુરુષ વડેઃકરજદાર વડે, લેણદારના ઘરમાં કર્મકરણ આદિથી પણ=તેનાં કૃત્યો આદિ કરવા વડે પણ ઋણનો ઉચ્છેદ કરવો જોઈએ; કેમ કે અન્યથાઋણ ઉચ્છેદ કરવામાં ન આવે તો, ભવાંતરમાં તેના ઘરમાં નોકર, પાડો, બળદ, ઊંટ, રાસભ આદિપણાનો પણ સંભવ છે. અને લેણદાર વડે પણ સર્વથા ઋણદાનમાં અશક્ત એવો પુરુષ ધનની યાચના કરાવો જોઈએ નહિ; કેમ કે વ્યર્થ આર્તધ્યાનના ક્લેશ દ્વારા પાપવૃદ્ધિ આદિનો પ્રાદુર્ભાવ છે. પરંતુ જ્યારે સમર્થ થશે ત્યારે આપશે. જો નહિ આપે તો આ મારું લેણું ધર્મપદમાં થાઓ. એ પ્રમાણે વિચારવું જોઈએ. પરંતુ ચિરકાલ સુધી ઋણનો સંબંધ સ્થાપવો જોઈએ નહિ; કેમ કે તે પ્રકારના આયુષ્યની સમાપ્તિમાં ગમે ત્યારે આયુષ્ય સમાપ્ત થાય તે પ્રકારની આયુષ્યની સમાપ્તિમાં, ભવાંતરમાં બંનેના પરસ્પરના સંબંધમાં વેરની વૃદ્ધિ આદિતી આપત્તિ છે. અન્યત્ર પણ વ્યવહારમાં પોતાના ધનના અવલનમાં પોતાનું ધન પાછું પ્રાપ્ત નહિ થવામાં, ધર્માર્થ આ છે. એ પ્રમાણે વિચારવું જોઈએ. આથી ધર્માર્થીએ મુખ્યવૃત્તિથી સાધર્મિકોની જ સાથે વ્યવહાર કરવો વ્યાપ્ય છે; કેમ કે તેમની પાસે રહેલા પોતાના ધનનો ધર્મઉપયોગીપણાનો સંભવ છે. અને પરનું મત્સર પણ ન કરવું જોઈએ=બીજાની અધિક સંપત્તિ જોઈને ઈર્ષ્યા ન કરવી જોઈએ. દિ=જે કારણથી, કર્મને આધીન સંપત્તિ છે અર્થાત્ તેના પુણ્યને કારણે તેની પાસે અધિક સંપત્તિ છે. ભવદ્વયમાં પણ=આ ભવમાં પણ અને પરભવમાં પણ, દુઃખને કરનારા વ્યર્થ મત્સરથી પણ શું? અને ધાન્ય, ઔષધ, વસ્ત્રાદિ વસ્તુના વિક્રયમાં પ્રવૃત્ત હોતે છતે પણ દુર્મિક્ષ, વ્યાધિવૃદ્ધિ, વસ્ત્રાદિ વસ્તુના ક્ષય આદિ જગતના દુઃખને કરનારા સર્વથા ઇચ્છા કરે નહિ=ધાચતો ઘણો સંચય કર્યો હોય તો દુષ્કાળ પડે તો ઘણો લાભ થશે. એ પ્રમાણે ઈચ્છા કરે નહિ. ઔષધ પોતાની પાસે પ્રચુર હોય તો વ્યાધિની વૃદ્ધિ થાય એ પ્રકારે અભિલાષ કરે નહિ. વસ્ત્રાદિ વસ્તુના વેચનાર વસ્ત્રાદિ વસ્તુનો ક્ષય થાય તો અધિક ધન મળે એ પ્રકારે અભિલાષ કરે નહિ; કેમ કે દુભિક્ષાદિ જગતના દુખને કરનાર છે. વળી ભાગ્યયોગે દુષ્કાળ આદિ થાય તો અનુમોદના કરે નહિ; કેમ કે વ્યર્થ મનના માલિત્ય આદિની આપત્તિ છે. તેને કહે છે.” “ઉચિતકલાને છોડીને અને પ્રાપ્ત થયેલા દ્રવ્યાદિ ઉત્કર્ષને છોડીને=ઉચિત વ્યાજને છોડીને અને ખરીદાયેલા દ્રવ્યોના ભાવ સંયોગ આદિ અનુસાર દ્વિગુણ આદિ થાય તે રૂપ પામેલા દ્રવ્યાદિ ઉત્કર્ષને છોડીને, નિબિડ પણ પરસત્કને જાણતો અત્યંત આ પરસંબંધી છે એ પ્રમાણે જાણતો ગ્રહણ કરે નહિ.” ૧ હવે ઉદ્ધરણની વ્યાખ્યા કરે છે. ઉચિત કલાશત પ્રત્યેકઉચિત વ્યાજને આશ્રયીને, ચાર-પાંચ વૃદ્ધિ આદિ રૂપ; કેમ કે વ્યાજમાં દ્વિગુણ વિત થાય છે. એ પ્રમાણે કહેવાયે છતે દ્વિગુણ દ્રવ્ય અથવા ત્રિગુણ ધાવ્યાદિનું તેને છોડીને પરસત્ક ગ્રહણ કરે નહિ. એમ શ્લોકમાં અવય છે. અને દ્રવ્ય ગણિમ-ધરિમ આદિ છે. “આદિ' શબ્દથી તે તે ગત અનેક ભેદોનું ગ્રહણ છે. તે દ્રવ્યાદિનું દ્રવ્ય ક્ષય
SR No.022043
Book TitleDharm Sangraha Part 05
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2012
Total Pages244
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy