SearchBrowseAboutContactDonate
Page Preview
Page 152
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૫ ધર્મસંગ્રહ ભાગ-૫ / દ્વિતીય અધિકાર | શ્લોક-૧૩ “સાવધ-અનવદ્ય વચનોને જે વિશેષ જાણતો નથી તેને બોલવું યુક્ત નથી. શું વળી દેશના આપવા માટે ? કહેવું દેશના આપવી જોઈએ નહિ.” III તિ' શબ્દ ઉદ્ધરણની સમાપ્તિ માટે છે. દરિદ્ર અને શ્રીમંતમાં માત્ર અને અમાવ્યમાં, ઉત્તમ અને અધમતા વિષયમાં રાજાના માધ્યય્યના કારણે વ્યાયના દર્શનથી ધર્મમાં અવિરોધ જાણવો. નિયોગીનો=મંત્રી આદિનો, ધર્મનો અવિરોધ રાજા અને પ્રજાના અર્થતા સાધનથી અભયકુમાર આદિની જેમ જાણવો. અને વણિક આદિનો ધર્મઅવિરોધ વ્યવહારશુદ્ધિ અને દેશાદિ વિરુદ્ધ કૃત્યના પરિહારથી ઉચિત કાર્યની આચરણા દ્વારા આજીવિકાને કરતા થાય છે. અને તે પ્રમાણે જ કહેવાયું છે વણિકનો ધર્મ-અવિરોધ જે પ્રકારનો છે તે પ્રકારનો જ કહેવાયો છે. “તે કારણથી વ્યવહારશુદ્ધિ, દેશાદિ વિરુદ્ધના ત્યાગથી ઉચિત આચરણા છે. નિજધર્મનો નિર્વાહ કરતો શ્રાવક અર્થચિતાને કરે છે.” ૧II. વ્યાખ્યા – આજીવિકા સાત ઉપાયો વડે થાય. ૧. વાણિયથી ૨. વિદ્યાથી ૩. કૃષિથી ૪. શિલ્પથી પ.પશુપાલનથી ૬. સેવાથી અને ૭. ભિક્ષાથી. ત્યાં=સાત પ્રકારની આજીવિકામાં, વણિકોને વેપારથી આજીવિકા છે. વૈદ્યોને વિદ્યાથી આજીવિકા છે. ખેડૂત આદિને ખેતીથી આજીવિકા છે. ગોવાળિયા આદિને પશુપાલનથી આજીવિકા છે. ચિત્રકાર આદિને શિલ્પથી આજીવિકા છે. સેવકોને સેવાથી આજીવિકા છે. ભિક્ષાચરોને ભિક્ષાથી આજીવિકા છે. અને આ બધામાં આજીવિકા કરનારાઓમાં, વણિકોને વાણિજ્ય જ મુખ્યવૃત્તિથી અર્થ ઉપાર્જનનો ઉપાય શ્રેય છે. કહેવાયું છે પણ વાસુદેવના વક્ષસ્થલમાં અને કમલાકરમાં સિરી=લક્ષ્મી, વસતિ નથી. પરંતુ પુરુષોના વ્યવસાયસાગરમાં વસે છે અને સુભટોના તીરમાં=બાણમાં, વસે છે.” IIII. વાણિજ્ય પણ પોતાની સહાય, નીતિબલ, સ્વભાના ઉદયકાલ આદિને અનુરૂપ જ કરવું જોઈએ. અન્યથા સહસા ત્રુટિ આદિની પ્રાપ્તિ થાય=નુકસાનની પ્રાપ્તિ થાય. અને વાણિજ્યમાં વ્યવહારશુદ્ધિ દ્રવ્ય-ક્ષેત્ર-કાલ-ભાવના ભેદથી ચાર પ્રકારની છે. ત્યાં (૧) દ્રવ્યથી - પંદર કર્માદાનાદિ બહુઆરંભાદિતા કારણ એવા ભાંડ=વેપારની સામગ્રી, સર્વથા ત્યાગ કરવી જોઈએ. સ્વલ્પ આરંભવાળા જ વાણિજયમાં યત્ન કરવો જોઈએ. વળી દુભિક્ષ આદિમાં અનિર્વાહ હોતે છતે જો બહુ આરંભવાળા ખરકર્માદિ પણ આચરે છે ત્યારે અનિચ્છાવાળો શ્રાવકપોતાની નિંદા કરતો સંયમ પોતે લઈ શક્યો નહિ તેથી આવા આરંભનાં કૃત્યો કરવા પડે છે એવી પોતાના આત્માની નિંદા કરતો, સચૂકપણાથી જ પાપ પ્રત્યેના સૂગપણાથી જ, કરે છે. ભાવશ્રાવકના લક્ષણમાં જે કહેવાયું છે.
SR No.022043
Book TitleDharm Sangraha Part 05
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2012
Total Pages244
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy