SearchBrowseAboutContactDonate
Page Preview
Page 119
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૨ ધર્મસંગ્રહ ભાગ-૫ | દ્વિતીય અધિકાર | શ્લોક-૧૨ વ્યાખ્યા – પ્રવચનસારોદ્ધારના ઉદ્ધરણની વ્યાખ્યા બતાવે છે. (૧) થોડા ચોખા સહિત દૂધમાં રંધાયેલ પેયા' કહેવાય છે. વળી, (૨) અમ્લયુક્તમાં અમ્લયુક્ત દૂધમાં જે રંધાયેલું હોય તે, દુગ્ધાટી કહેવાય છે. અન્ય વળી બલહિકા' કહે છે. (૩) તંદુલના ચૂર્ણયુક્તમાં રંધાયેલ ચાવલેખિકા કહેવાય છે. (૪) કક્ષા સહિત દૂધમાં રંધાયેલી હોય તો પયશાટી કહેવાય છે. અને (૫) ઘણા તંદુલયુક્ત દૂધમાં રંધાયેલ છતે ‘ક્ષરેથી’ એ પ્રમાણે કહેવાય છે. આ પાંચ દૂધના વિકૃતિગત છે. વિકૃતિગતની વ્યુત્પત્તિ કરે છે. વિકૃતિ ગઈ છે જેમાંથી એ વિકૃતિગત–નિર્વિકૃતિક= નીવિયાતું, એ પ્રમાણે અર્થ છે. હવે દહીંમાં વિકૃતિગત બતાવે છે. “દહીંમાં વિકૃતિગત – ૧ ઘોલવડાં ૨ ઘોલ ૩ શિખરણિ ૪ કરંભો ૫ લવણકણ સહિત મથિત અપતિત પણ સાગરિકા આદિમાં વિકૃતિગત છે.” (પ્રવચનસારોદ્ધાર-૨૨૪) (૧) વસ્ત્રથી ગાલિત=ગાળેલું, દહીંના ઘોલથી યુક્ત વડાં ઘોલવડાં છે. (૨) વસ્ત્રથી ગાલિત દહીં ઘોલ છે. (૩) કરથી મથિત પંડયુક્ત દહીં-શિખરણિ છે=હાથથી ભાંગી નંખાયેલું દહીં શિખરણિ છે. (૪) કરંભો દહીંથી યુક્ત કૂર નામના ધાન્યથી નિષ્પન્ન પ્રસિદ્ધ છે. (૫) કરથી મથિત દહીં અને મીઠાના કણથી યુક્ત રાજિકાખાટ છે. અને તે=રાજિકાખાટ, અપતિત પણ સાગરિકા આદિ હોતે છતે વિકૃતિગત થાય છે. વળી, તેમાં સાગરિકા આદિ પતિત હોય તો વિકૃતિગત થાય જ છે. આ પાંચ દહીંનાં તીવિયાતાં છે. (૧) પક્વ ઘી, (૨) ઘીની કિટી, (૩) પક્વ ઔષધિ ઉપરમાં તરતું ઘી, (૪) નિર્ભજન, (૫) વિસ્પંદન તે ઘીના વિગઈગત છેઃનીવિયાતા છે.” (પ્રવચનસારોદ્ધાર-૨૩૦) (૧) પક્વ ધી આમલક આદિ સંબંધી-આંબળા આદિ નાંખીને પકાવેલું ઘી, (૨) ઘીની કિટ્ટી પ્રસિદ્ધ છે, (૩) ઘીમાં પક્વ ઔષધિતરિકા છે, (૪) પક્વાન્નથી ઉત્તીર્ણ દગ્ધ ઘી નિર્ભજન છે=પક્વાન્નમાંથી નીતરેલું ઘી નિર્ભજન છે, (૫) દધિતરિકા કણિકાથી નિષ્પન્ન દ્રવ્ય વિશેષ વિસ્પંદન છે. આ પાંચ ઘીની નિર્વિકૃતિ છે—પાંચ ઘીનાં નીવિયાતાં છે. બૃહકલ્પ અને પંચવસ્તુમાં વળી વિસ્પંદન એટલે અર્ધનગ્ધ ઘીમાં નાખેલ તંદુલથી નિષ્પન્ન છે. એ પ્રમાણે કહેવાયું છે. તિલમલ્લી-તેલનો મલ, તિલકુટી, દગ્ધ તેલ, તેલ પક્વ કરાયેલી ઔષધિતરિકા, લાક્ષાદિ દ્રવ્યથી પક્વ તેલ. તેલમાં પાંચ જ નિવિકૃતિ છે.” (પ્રવચનસારોદ્ધાર-૨૩૧). (૧) તેલનો મલ, (૨) તેલકુટિ પ્રસિદ્ધ છે. (૩) પક્વાલમાંથી નીતરેલું દગ્ધ તેલ, (૪) તેલમાં પક્વ ઔષધિતરિકા, (૫) લાક્ષાદિ દ્રવ્યથી પક્વ તેલ. એ તેલનાં પાંચ લીવિયાતાં છે. “અર્ધકૃત ઇક્ષરસ=ઉકાળીને અડધો કરાયેલો અક્ષરસ, ગોળનું પાણી, શર્કરા, ખાંડ, પક્વ ગોળ. ગોળ વિગઈના નીવિયાતા પાંચ જ છે.” (પ્રવચનસારોદ્ધાર-૨૩૨) (૧) અર્ધકૃત ઇક્ષરસઃઉકાળીને અડધો કરેલો શેરડીનો રસ, (૨) ગોળનું પાણી, (૩) શર્કરા, (૪)
SR No.022043
Book TitleDharm Sangraha Part 05
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2012
Total Pages244
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy