SearchBrowseAboutContactDonate
Page Preview
Page 120
Loading...
Download File
Download File
Page Text
________________ ધર્મસંગ્રહ ભાગ-૫ | દ્વિતીય અધિકાર | શ્લોક-૧ર ૧૦૩ ખાંડ, (૫) પાકગુડ=પક્વ ગોળ જેના વડે ખંજકાદિકખાજા આદિ લેપાય છે. એ પાંચ ગોળનાં નીવિયાતાં છે. "(૧) એકને એકની ઉપર, (૨) ત્રણ ઉપર અને તે જ ઘી વડે બીજી વાર જે પક્વ, (૩) ત્રીજું ગુડધાણાદિ વગેરે, (૪) ચોથું પાણીથી સિદ્ધ લાપસી વળી, (૫) પાંચમું તુપ્પડિયતાવિયાએ= સુપ્પડિયાપિકામાં-ચીકાશથી લેપાયેલી તાવડીમાં પૂઅલિઓ=પોતિયાં, થેપલાં આદિ મિલિતના ત્રીસEછ વિગઈનાં કુલ લીવિયાતાં ત્રીસ છે.” (પ્રવચનસારોદ્ધાર-૨૩૩-૨૩૪) (૧) તાવડીમાં નાંખેલા ઘી આદિમાં પૂરિત એવા એક પૂપક વડે=એક પુડલો થાય એટલા ઘીથી પૂરિત વડે બીજો પુડલો નંખાય તે બીજો પુડલો નીવિયાતો ગણાય. (૨) ત્રણ ઘાણની ઉપરમાં અપ્રક્ષિપ્ત બીજા ઘીવાળું જે તે જ ઘી વડે પકાયું તે પણ તીવિયાતું ગણાય. (૩) અને ગુડધાના એ પણ નીવિયાતું છે=ગોળનો પાયો કરી બનાવેલી વસ્તુ તે નીવિયાતું છે. (૪) સમુતારિત સુકુમારિક આદિમાં પાછળથી ઉદ્ધરિત ઘી વડે=વધેલા ઘીથી ખરડાયેલી તાવડીમાં પાણી વડે કરાયેલી લપતશ્રી લાપસી, લહિગટું એ પ્રમાણે પ્રસિદ્ધ છે. (૫) સ્નેહ=ચીકાશથી લેપાયેલી તપેલી તાવડીમાં પરિપક્વ એવો પોતત=પોતિયાં, થેપલાં આદિ. આ પક્વાન્નનાં તીવિયાતાં છે અને મિલિતા=બધી વિગઈનાં મિલિત તીવિયાતાં ૩૦ થાય છે એ પ્રમાણે જાણવું. અને આ દશ વિગઈઓમાં મધ-માંસ-મધ-માખણ લક્ષણ ચાર વિગઈઓ અભક્ષ્ય છે. વળી બાકી શેષ છ ભક્ષ્ય છે. ત્યાં ભક્ષ્ય વિગઈઓમાં ભક્ષ્ય છ વિગઈઓમાં, એકાદિ વિગઈનું પચ્ચકખાણ અને છ વિગઈનું પચ્ચખાણ નિર્વિકૃતિક સંજ્ઞાવાળા વિકૃતિ પ્રત્યાખ્યાનથી સંગૃહીત છે. આગારો પૂર્વતી જેમ છે. ફક્ત “ગિહત્યસંસઠેણં’ એ આગારથી= ગૃહસ્થસંસર્ગથી' એ આગાર વડે, ગૃહસ્થ વડે સ્વ પ્રયોજન માટે દૂધથી સંસ્કૃષ્ટ ઓદત છે અને તેને અતિક્રમ કરીને=ઓદનને અતિક્રમ કરીને ઉત્કર્ષથી ચાર અંગુલ ઉપરમાં દૂધ વર્તે છે ત્યારે તે દૂધ અવિકૃતિ છે. અને પાંચમા અંગુલના આરંભમાં વિકૃતિ જ છે. આ વ્યાયથી અન્ય પણ વિકૃતિઓનું ગૃહસ્થસંસ્કૃષ્ટ આગમમાં કહેવાયું છે. જે આ પ્રમાણે છે. દૂધ-દહીં-મધના ચાર અંગુલ સંસૃષ્ટ વિકૃતિ નથી. ફાણિત=ઢીલો ગોળ, તેલ અને ઘીથી મિશ્રિત કૂર-રોટિકા ઉપર એક અંગુલ સંસૃષ્ટ હોય તો તે ઢીલો ગોળ વિકૃતિ નથી.” IIII. “મધ અને પુદ્ગલ=માંસ, તેના રસથી સંસૃષ્ટ અર્ધ અંગુલ છે તો વિકૃતિ નથી=સંસૃષ્ટ મધ અને માંસ વિકૃતિ નથી. વળી ગોળ, માંસ અને માખણના વિષયમાં અદ્દામલગસંસ્કૃષ્ટ વિકૃતિ નથી આÁ આમલક જેટલા સંસૃષ્ટ ગોળમાંસ-માખણ વિકૃતિ નથી.” (પ્રવચનસારોદ્ધાર ૨૨૨-૨૨૩) આ બે ગાથાની વ્યાખ્યા – દૂધ, દહીં, મધની ચાર અંગુલ સંસ્કૃષ્ટ વિકૃતિ નથી. વળી, ઉપરમાં ચાર અંગુલની ઉપરમાં, વિકૃતિ છે એ પ્રમાણે અર્થ છે. ફણિત દ્રવ ગોળ છે=ઢીલો ગોળ છે. તેનાથી=ઢીલા ગોળથી અને તેલ-ઘીથી મિશ્રિત કૂર, રોટિકા આદિમાં જો એક અંગુલ ઉપર ચડેલું હોય તો વિકૃતિ નથી. મધમાં અને પુદ્ગલમાંકમાંસમાં, તેઓના રસો વડે સંસ્કૃષ્ટ અંગુલનું અર્ધ સંસ્કૃષ્ટ થાય છે. અર્ધ
SR No.022043
Book TitleDharm Sangraha Part 05
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2012
Total Pages244
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy