SearchBrowseAboutContactDonate
Page Preview
Page 118
Loading...
Download File
Download File
Page Text
________________ ધર્મસંગ્રહ ભાગ-૫ / દ્વિતીય અધિકાર | શ્લોક-૧૨ ૧૦૧ વળી, જ્યારે અપ્રાવરણનો અભિગ્રહ ગ્રહણ કરે છે–દંડપ્રમાર્જનામાં રહેલા આદિ પદથી પ્રાપ્ત કોઈક સાધુ આજે વસ્ત્ર પહેરવાં નહિ એ રૂપ અપ્રાવરણનો અભિગ્રહ ગ્રહણ કરે છે ત્યારે ‘ચોલપસ્ટગાગારેણં= ચોલપગ આગાર, એ પ્રમાણે પાંચમો આગાર હોય છે. ચોલપઢગ આગારથી અન્યત્ર એ પ્રકારનો અર્થ છે–ચોલપટ્ટાને છોડીને હું વસ્ત્ર ગ્રહણ કરીશ નહિ એ પ્રકારનો અર્થ છે. હવે વિકૃતિનું પ્રત્યાખ્યાત છે. ત્યાં=વિકૃતિના પ્રત્યાખ્યાનમાં લવ અથવા આઠ આગારો છે જે કારણથી સૂત્ર છે. “विगईओ पच्चक्खाइ, अण्णत्थणाभोगेणं सहसागारेणं लेवालेवेणं गिहत्थसंसटेणं उक्खित्तविवेगेणं पडुच्चमक्खिएणं पारिट्ठावणियागारेणं महत्तरागारेणं सव्वसमाहिवत्तिआगारेणं वोसिरइ" । મતની વિકૃતિનું હેતુપણું હોવાથી વિકૃતિઓ છે અને તે વિકૃતિઓ દસ છે જેને કહે છે. “દૂધ, દહીં, માખણ, ઘી, તેલ, ગોળ, મધ, મધ, માંસ તથા ઉચ્ચાહિએ તળેલું, વિગઈઓ છે.” (પંચવસ્તુક૩૭૧). ત્યાં=૧૦ પ્રકારની વિગઈમાં, પાંચ પ્રકારનાં દૂધ વિગઈ છે; કેમ કે ગાય, ભેંસ, બકરી, ઊંટ, ઘેટાના સંબંધીના ભેદથી છે. પાંચ પ્રકારનાં દૂધ વિગઈ છે. દહીં, માખણ અને ઘીના ચાર ભેદો છે; કેમ કે ઊંટડીના, તેનો અભાવ છે=ઊંટડીના દૂધના દહીં આદિનો અભાવ છે. તેલ ચાર પ્રકારનાં વિગઈરૂપ છે. તલનું, અળસીનું, લટ્ટાનું, સરસિયા સંબંધીના ભેદથી ચાર પ્રકારના તેલ વિગઈરૂપ છે. વળી, શેષ તેલો વિગઈઓ નથી પરંતુ લેપકૃત હોય છે. ગોળ-ઈશ્કરસનો ક્વાથ છે. તે બે પ્રકારનો છે. પિંડ અને દ્રવ. મધ બે પ્રકારનું છે; કેમ કે કાષ્ઠથી અને પિષ્ટ=લોટથી, ઉદ્ભવપણું છે. મધ ત્રણ પ્રકારનું છે. માખીનું, કૌત્તિકનું અને ભમરીનું. માંસ ત્રણ પ્રકારનું છે; કેમ કે જલ, સ્થલ, ખેચર જંતુથી ઉદ્ભવપણું છે. અથવા માંસ ત્રણ પ્રકારનું છે. ચર્મ=ચામડી, રુધિર=લોહી અને માંસના ભેદથી ત્રણ પ્રકારનું છે. અવગાહથી=સ્નેહતા બોલનથી કરાયેલું અવગાહિમ પક્વાન્ન છે. જે ઘી આદિથી પૂર્ણ એવી તાપિકામાં તાવડીમાં, ચલાચલ ખાદ્યાદિ પકાવાય છે. તે જ તાપિકામાં તે જ ઘીથી બીજું અથવા ત્રીજું ખાદ્યાદિ વિકૃતિ છે. ત્યારપછી પક્વાન્નો=ત્યારપછી તળાયેલાં પક્વાશો અયોગવાહી એવા સાધુઓને નિર્વિકૃતિના પ્રત્યાખ્યાનમાં પણ કહ્યું છે. હવે એક જ પૂપકથી તાપિકા પુરાય છે ત્યારે બીજું પક્વાન્ન નિર્વિકૃતિ પ્રત્યાખ્યાનમાં પણ કહ્યું છે. વળી, લેપકૃત થાય છે. એ વૃદ્ધ સામાચારી છે. આ રીતે શેષ પણ વિકૃતિગત જાણવા અને તે આ છે. હવે પેયા, દુગ્ધઘાટી, દુગ્ધવલેહી, દુગ્ધસાડી દૂધમાં ખીર સહિત આદિ પાંચ વિગઈગત છે. અંબિલયુક્ત દૂધમાં, - દુગ્ધઘાટી દ્રાક્ષ મિશ્રમાં રંધાયેલ, પયઃશાટી, તથા તંદુલચૂર્ણથી સિદ્ધમાં અવલેહી.” (પ્રવચનસારોદ્ધાર-૨૨૩૨૨૮)
SR No.022043
Book TitleDharm Sangraha Part 05
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2012
Total Pages244
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy