SearchBrowseAboutContactDonate
Page Preview
Page 98
Loading...
Download File
Download File
Page Text
________________ ધર્મસંગ્રહ ભાગ-૨ / દ્વિતીય અધિકાર | બ્લોક-૨૨ "सव्वे सरा णिअटुंति, तक्का जत्थ ण विज्जइ, मइ तत्थ ण गाहिआ" [५/६/१७०] इत्यादि । तदेतद् ज्ञानादिगुणसमुदायाभेदाभेदादिना विवेचयितुमशक्यमनुभवगम्यमेवेति स्थितम् । अत्र પદ્ય – "न भिन्नं नाभिन्नं धुभयमपि नो नाप्यनुभयं, न वा शाब्दन्यायाद् भवति भजनाभाजनमपि । गुणासीनं लीनं निरवधिविधिव्यञ्जनपदे, यदेतत्सम्यक्त्वं तदनुकुरुते पानकरसम् ।।१।। न केनाप्याख्यातं न च परिचितं नाप्यनुमितं, न चार्थादापनं क्वचिदुपमितं नापि विबुधैः । विशुद्धं सम्यक्त्वं न च हृदि न नालिङ्गितमपि, स्फुरत्यन्तोतिर्निरुपधिसमाधौ समुदितम् ।।२।।" [] इत्यलं प्रसङ्गेन, प्रकृतमनुसरामः । ટીકાર્ય : શિષ્યવ્યત્યાનાર્થ » પ્રવૃત્તમનુસરH: ‘શિષ્યના વ્યુત્પાદન માટે=શિષ્યમાં સમ્યફમતિની નિષ્પત્તિ અર્થે, આ રીતે=પૂર્વમાં વર્ણન કર્યું એ રીતે, ઉપાધિના ભેદથી=જુદા જુદા વિશેષણોના ભેદથી, સમ્યક્તના ભેદનો નિર્દેશ કર્યો. તેથી ક્વચિત્ કોઈક ભેદોના અંતર્ભાવમાં પણ=પરસ્પર અંતર્ભાવમાં પણ, ક્ષતિ નથી.' એ પ્રમાણે ઉત્તરાધ્યયનની વૃત્તિમાં કહ્યું છે. અને જે પ્રમાણે અંતર્ભાવ નથી તે પ્રમાણે અમારા વડે કહેવાયું. તોપણ આનું અવ્યતરપણું=સમ્યક્તના ભેદોનું અન્યતરપણું, સમ્યક્તનું લક્ષણ નથી; કેમ કે રુચિઓનું તે-તે વિષયના ભેદથી પરિગણનનું અશક્યપણું છે અને રુચિનું પ્રીતિરૂપપણું હોવાને કારણે=રાગરૂપપણું હોવાને કારણે, વીતરાગ સમ્યક્તમાં અવ્યાપ્તિ =સમ્યત્ત્વના લક્ષણની અપ્રાપ્તિ છે. દસ પ્રકારના સરાગ સમ્યક્ત કહેવાયા છે.' (સ્થાનાંગસૂત્ર - સૂત્ર ૭પ૧) એ પ્રમાણે ઠાણાંગસૂત્રનું સ્વરસપણું હોવાથી અને સરાગ સમ્યક્તનું જ લક્ષ્યપણું હોવાથી, રાગનું અનુગતપણું હોવાને કારણે લક્ષ્યના ભેદથી લક્ષણનો ભેદ અવશ્ય અનુસરણીય છે. વસ્તુતઃ લક્ષણ અહીં લિંગ છે અર્થાત્ વ્યંજક છે, એ પ્રમાણે અર્થ છે. અને વ્યંજકનું વહ્નિતા વ્યંજક એવા ધૂમની જેમ અને આલોકની જેમ અન_ગમમાં પણ દોષ નથી. અને આથી જ ‘જ્ઞાન અને દર્શન જ' (નવતત્વ પ્રકરણ, ગા. ૫) ઇત્યાદિ ગાથા દ્વારા જ્ઞાન-દર્શન-ચારિત્ર-તપ વગેરે અનાગતોનું જ જીવસ્વરૂપવંજકત્વ રૂપ જીવલક્ષણપણું કહેવાયું અને લિંગ વગર પણ લૈંગિકતા સદ્ભાવમાં પણ અવિરોધ છે=સમ્યક્તના જે ભેદો બતાવ્યા એ રૂપ લિંગ વગર પણ લૈંગિક એવા સખ્યત્વના સદ્ભાવમાં પણ અવિરોધ છે. જે કારણથી “અધ્યાત્મમત પરીક્ષા” ગ્રંથમાં ઉપાધ્યાયશ્રી યશોવિજયજીર્ગણિ કહે છે – અને જે જીવલક્ષણ તે=ચારિત્ર, કહેવાયું છે. ત્યાં=જીવનું લક્ષણ ચારિત્ર કહેવાયું છે ત્યાં લક્ષણ લિગ છે. (તેથી) તેના વગર તેત્રસિદ્ધરૂપ જીવ, ધૂમ વગર અગ્નિની જેમ ઘટે છે." (અધ્યાત્મમત પરીક્ષા ગા. ૧૫૨)
SR No.022040
Book TitleDharm Sangraha Part 02
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2012
Total Pages300
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy