SearchBrowseAboutContactDonate
Page Preview
Page 99
Loading...
Download File
Download File
Page Text
________________ ધર્મસંગ્રહ ભાગ-૨ / દ્વિતીય અધિકાર / બ્લોક-૨૨ અને આ રીતે લિંગરૂપ લક્ષણ વગર પણ લિંગીનો સદ્ભાવ છે એ રીતે, રુચિના અભાવમાં પણ વીતરાગ સમ્યક્તનો સદ્ભાવ હોવાથી ક્ષતિ નથી. વળી, વ્યંગ્ય રુચિથી વ્યંગ્ય, એક અનાવિલ=દોષ વિનાનું, સકલ જ્ઞાનાદિ ગુણો સાથે એકરસ સ્વભાવવાળું, શુદ્ધાત્મ પરિણામરૂપ પરમાર્થથી અનાખેય અનુભવગમ્ય જ સમ્યત્ત્વ છે. તે=પૂર્વમાં કહ્યું કે અનાખેય અનુભવગમ્ય સમ્યક્ત છે તે, ધર્મબીજને આશ્રયીને ઉપદેશપદમાં કહેવાયું છે. પ્રાયઃ આ=ધર્મબીજ અનાખેય છે=બીજાને કહી શકાય તેવું નથી, પરંતુ શુદ્ધભાવવાળા જીવોને અનુભવગમ્ય છે અને ભવના ક્ષયને કરનાર છે એથી ગરુ=મહાન એવું આ=ધર્મબીજ, બુધો વડે સ્વયં વિશેય છે.” (ઉપદેશપદ ગા. ૨૩૨) સ્વયં એટલે નિજ ઉપયોગથી; કેમ કે ઇક્ષક્ષીરાદિરસના માધુર્યવિશેષોની જેમ અનુભવ હોતે છતે પણ અનાખેયપણું છે અને કહેવાયું છે – ઇટ્સ, ક્ષીર, ગુડાદિના માધુર્યનું મહતું અંતર છે તો પણ વાણી વડે પણ તેનેeઇક્ષ, ક્ષીરાદિના માધુર્યને, કહેવા માટે શક્ય નથી.” ત્તિ” શબ્દ ઉદ્ધરણની સમાપ્તિ અર્થે છે. અને જો ધર્મબીજનું પણ આ રીતે અનુભવ એકગમ્યપણું છે તો ભવસતસહસ દુર્લભ સાક્ષાત્ મોક્ષફલવાળા ચારિત્રના એક પ્રાણરૂપ સમ્યક્તનું શું કહેવું ? એથી શુદ્ધાત્મ પરિણતિ સ્વરૂપ એવા તેમાં=સમ્યક્તમાં, અતિરિક્ત પ્રમાણોની પ્રવૃત્તિ નથી અનુભવથી અતિરિક્ત કોઈ પ્રમાણોની પ્રવૃત્તિ નથી. અને શુદ્ધાત્મસ્વરૂપને આશ્રયીને આચારસૂત્ર=આચારાંગસૂત્રમાં, કહેવાયું છે. “સર્વ સ્વરો નિવર્તનો પામે છે જ્યાં તર્કો વિદ્યમાન નથી. મતિ ત્યાં ગ્રહણ કરનારી નથી.” (આચારાંગસૂત્ર-૫/૬/૧૭૦) ઇત્યાદિ. તેથી આ સમ્યગ્દર્શન, જ્ઞાનાદિ ગુણના સમુદાયથી ભેદાભદાદિ દ્વારા વિવેચન કરવા માટે અશક્ય અનુભવગમ્ય જ છે એ પ્રમાણે સ્થિત છે. અહીં=સમ્યત્ત્વના વિષયમાં, બે પદ્ય છે – “ભિન્ન નથી, અભિન્ન નથી, ઉભય પણ નથી, અનુભય પણ નથી અથવા શાબ્દવ્યાયથી ભજનાનું ભાજન પણ નથી. ગુણને ગ્રહણ કરનાર છે. નિરવધિ વિધિ વ્યંજનપદોમાં લીન છે જે આ સમ્યક્ત છે તે પાનકાસને અનુસરણ કરે છે.” “કોઈના વડે પણ કહેવાયું નથી=સમ્યક્તનું સ્વરૂપ બતાવાયું નથી અને પરિચિત કરાયું નથી, અનુમિત પણ કરાયું નથી અને અર્થથી પ્રાપ્ત નથી, વિબુધો વડે ક્વચિત્ ઉપમિત પણ નથી અને વિશુદ્ધ એવું સમ્યક્ત હૃદયમાં આલિંગિત પણ નથી એમ નહીં અર્થાત્ કોઈ મહાત્મા દ્વારા હદયમાં આલિંગિત છે=અનુભવ કરાયેલું છે, અંતર્યોતિરૂપ નિરુપધિસમાધિ હોતે છતે સમુદિત એવું સમ્યગ્દર્શન સ્કરાયમાન થાય છે આત્માના અંતરંગ સ્વરૂપને જોનાર નિરુપધિ એવી સમાધિ પ્રગટ થાય છે, ત્યારે ઉદય પામેલું એવું સમ્યગ્દર્શન આત્મામાં સ્કુરાયમાન થાય છે." ). આ પ્રમાણે પ્રસંગથી સર્યું. પ્રકૃતિને અમે કહીએ છીએ.
SR No.022040
Book TitleDharm Sangraha Part 02
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2012
Total Pages300
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy