SearchBrowseAboutContactDonate
Page Preview
Page 84
Loading...
Download File
Download File
Page Text
________________ ભાષારહસ્ય પ્રકરણ ભાગ-૨ | સ્તબક-૩ | ગાથા-૬૬ ટીકાર્ય : સી ... મતિ | તે અદ્ધામિશ્રિતસત્યામૃષાભાષા થાય જેમાં પ્રયોજનના વશથી દિવસ અને રાત્રિનો વિપર્યાસ કહેવાય છે જે પ્રમાણે અપરિણત જ દિવસ હોતે છતે કોઈક સહાયની ત્વરા કરતો કહે છે–પોતાની સાથે ગમન માટે સહાયની ત્વરાને કરતો, કહે છે. ઊઠ ઊઠ રાત્રિ વર્તે છે અથવા રાત્રિ વર્તતી હોતે છતે ઊઠ ઊઠ સૂર્યોદય થયો એ પ્રમાણે કહે છે. આ મૃષા જ છે કોઈ સૂર્યાસ્ત પૂર્વે જલ્દી જવાની ઉતાવળને કારણે કહે કે ઊઠ રાત્રિ થઈ છે એ વચનપ્રયોગ અથવા સૂર્યોદય પૂર્વે ઊઠ ઊઠ સૂર્યોદય થયો છે એ વચનપ્રયોગ મૃષા જ છે; કેમ કે દિવસમાં રાત્રિના વર્તમાનપણાનો બાધ છે અથવા રાત્રિમાં દિવસના સત્ત્વનો બાધ છે અને વર્તમાનાદિ અભિધાયક વચનનું રાત્રિ વર્તમાન છે અથવા સૂર્યોદય વર્તમાન છે એ પ્રકારના અભિધાયક વચનનું, અવ્યવહિત ઉત્પત્તિકત્વ હોતે છતે-અલ્પકાળમાં રાત્રિ થવાની છે કે અલ્પકાળમાં સૂર્યોદય થવાનો છે એ પ્રમાણે હોતે છતે, લક્ષણામાં=વર્તમાન અભિધાયક વચનને લક્ષણારૂપે સ્વીકારવામાં સત્યત્વ જ થાય તે બન્ને ભાષા સત્ય જ થાય એથી અતિરેક નથી=મૃષાભાષા કે સત્યભાષાથી અતિરિક્ત અદ્ધામિશ્રિત ભાષા નથી એ પ્રમાણે શંકા કરનાર કહે તો ગ્રંથકારશ્રી કહે છે – એમ ન કહેવું; કેમ કે લક્ષ્યતાવચ્છેદક ઘટક વ્યવધાનના અભાવના કૂટમાં અંશથી બાધ, અબાધ દ્વારા ઉભયરૂપનો સમાવેશ છે=ાત્રિ, દિવસની મિત્રતારૂપ ઉભયરૂપનો સમાવેશ છે અર્થાત્ લક્ષણા સ્વીકારવાથી પ્રથમ પ્રયોગમાં લક્ષ્ય રાત્રિ બને છે. લક્ષ્યાવચ્છેદક રાત્રિત્વ છે અને તેનું ઘટક અવ્યવહિત ઉત્પતિકત્વ છે તે અવ્યવહિત ઉત્પતિકત્વમાં વ્યવધાનના અભાવનું ફૂટ છેeઘણા સમયના વ્યવધાનનો સમૂહ છે તેમાં જે નજીકનો સમય છે ત્યાં લક્ષણાનો અભાવ છે અને દૂરની ક્ષણો છે ત્યાં લક્ષણાનો બાધ છે તેથી લક્ષણા કરવા છતાં દિવસ, રાત ઉભયરૂપનો સમાવેશ થવાથી અદ્ધામિશ્રિતભાષાની પ્રાપ્તિ છે. અન્યથા લક્ષ્યતાવચ્છેદક ઘટક વ્યવધાનના અભાવના કૂટને ગ્રહણ કરીને અંશથી બાધ બતાવ્યો તેમ ન સ્વીકારવામાં આવે તો, પ્રહરાતરના વ્યવધાનમાં પણ=સૂર્યાસ્તના એક પ્રહર પૂર્વે પણ લક્ષણા દ્વારા રાત્રિ થઈ એ પ્રકારના પ્રયોગનો પ્રસંગ પ્રાપ્ત થાય. અને પદાન્તરમાં=રાત્રિના સમયના નજીકની ક્ષણ કરતાં અચક્ષણમાં, લક્ષણા અનુશાસનસ્વરસસિદ્ધ તથી એ પ્રકારે ભાસે છે li૬૬il ભાવાર્થ :(૯) અદ્ધામિશ્રિતમિશ્રિતભાષા : અદ્ધામિશ્રિતભાષા એટલે પ્રયોજનવશથી દિવસ-રાતનું મિશ્રણ જેમાં હોય તેવી ભાષા તે અદ્ધામિશ્રિતભાષા સત્યામૃષાભાષારૂપ છે. જેમ કોઈને સૂર્યાસ્ત પછી કોઈક સ્થાને જવું હોય અને સૂર્યાસ્ત પહેલાં જ તેની સહાયને ઇચ્છતો તેને કહે કે ઊઠ ઊઠ રાત્રિ થઈ છે તે ભાષા અદ્ધામિશ્રિતભાષા છે. અહીં પ્રશ્ન થાય કે રાત્રિ થઈ નથી છતાં રાત્રિ થઈ છે એમ કહે છે તેથી તે ભાષા મૃષાભાષા જ છે;
SR No.022032
Book TitleBhasha Rahasya Prakaran Part 02
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2013
Total Pages210
LanguageGujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy