SearchBrowseAboutContactDonate
Page Preview
Page 168
Loading...
Download File
Download File
Page Text
________________ ભાષારહસ્ય પ્રકરણ ભાગ-૨ | સ્તબક-૫ | ગાથા-૯૩ ૧૪૫ प्रायेणैतदभिधानम् । तदिदमाह भगवान् दशवैकालिकचूर्णिकारः – “तम्हा बहुवाहडाई भणेज्जा, तमवि तुरियमवक्कमंतो भणेज्जा जहा ण विभावेइ किमवि एस भणति त्ति ।।" तथा चैतादृशसंमुग्धवचनाद् व्युत्पन्नानां प्रश्नोद्यतमुनीनां प्रयोजनसिद्धिरितरेषां त्वनुषङ्गतोऽपि नाधिकरणप्रवृत्तिः, अपरिज्ञानादिति सर्वमवदातम् ।।१३।। ટીકાર્થ: ‘ન: પૂ.'... સર્વમવતિમ્ | નદીઓ પૂર્ણ છે એ પ્રમાણે ન કહે; કેમ કે તે પ્રકારના શ્રવણથી પ્રવૃત્તિને નિવૃત્તિ આદિ દોષનો પ્રસંગ પ્રાપ્ત થાય=નદી ઊતરવા માટે પ્રવૃત્ત એવા ગૃહસ્થોની તે વચન સાંભળીને તે પ્રમાણેની પ્રવૃત્તિથી નિવૃત્તિ કરીને અન્ય કોઈ પ્રવૃત્તિ કરે કે તાવ આદિ દ્વારા જવા માટે પ્રવૃત્તિ કરે ઈત્યાદિ દોષનો પ્રસંગ આવે, વળી સાધુ કાયતીર્થ છે આ નદી શરીરથી તરણીય છે, એ પ્રમાણે પણ ન કહે; કેમ કે સાધુના વચનથી અવિપ્નની પ્રવૃત્તિની બુદ્ધિથી તિવર્તન માટે ઉદ્યત એવા ગૃહસ્થને પણ=નદી તરીકે જવા માટે તત્પર થયેલા ગૃહસ્થને પણ, અનિવૃત્તિનો પ્રસંગ છે. કાયપેયા એ પ્રમાણે કાયતીર્થ સ્થાને કાયપેયા એ પ્રમાણે, સૂત્રના પાઠાન્તરમાં વળી પ્રાણિપયા એ પ્રકારના અર્થથી અવિશેષ છે એ પ્રમાણે જાણવું અર્થાત્ તેથી તે પાઠાન્નર ઉચિત નથી એ પ્રમાણે જાણવું. અને વાવ વડે દ્રોણી વડે, તરણીય છે તરવા યોગ્ય છે, ઈત્યાદિ કહે નહિ; કેમ કે અન્યથા=ભાવ વગર જવામાં વિધ્ધની શંકા થવાથી સાધુના વચનના શ્રવણને કારણે વિધ્વની શંકા થવાથી, ત–વૃત્તિનો પ્રસંગ છે=તાવ દ્વારા નદીની પ્રવૃત્તિ કરવાનો પ્રસંગ છે, અને પ્રાણીથી પેય છે તટ ઉપર રહેલા જસુ વડે પાનીય જલ, પાનીય છે–પી શકાય એવું છે, એ પ્રમાણે પણ કહે નહિ; કેમ કે તે પ્રકારે જ પ્રવર્તતાદિ દોષ છે સાધુના વચનથી અલ્પપાણીનો નિર્ણય કરીને જે પ્રકારે પોતાને જવાનો પરિણામ હતો તે પ્રકારે જ સાધુના વચનથી પ્રવર્તન આદિ દોષના પ્રસંગની પ્રાપ્તિ થાય. વળી સાધુને માર્ગનો કથાનાદિ પ્રસંગ હોતે છતે શુદ્ધ વચનથી કહે. તે આ પ્રમાણે – બહુભૂત આ નદીઓ છે=પ્રાયઃ ભરાયેલી છે એ પ્રકારે અર્થ છે, અથવા બહુ અગાધ છે પ્રાયઃ ગંભીર છે અને બહુપાણીથી ઉત્પીડોદકવાળી છે–પ્રતિશ્રોતથી વાહિત અપરસરિત છે અને બહુવિસ્તીર્ણ ઉદકવાળી છે=પોતાના તીરને પ્લાવત કરવામાં પ્રવૃત જલવાળી છે. અહીં જો કે આવા પ્રકારના શુદ્ધ વચતાર્થના તાત્પર્યના પરિજ્ઞાનમાં શ્રોતાના પ્રવૃત્તિ નિવૃત્તિ આદિ દોષો તાદવથ્ય છે અને ત્યારે આગત પ્રશ્નની ઉપેક્ષાથી તૂણીભાવમાં પ્રયોજતની અસિદ્ધિ થાય અને હું જાણતો નથી એ પ્રકારના ઉત્તરના પ્રદાનમાં, પ્રત્યક્ષ મૃષાવાદીપણું હોવાને કારણે પ્રવચનનો ઉડ્ડાહ અને ત~દ્વેષ આદિ દોષતો સાધુ પ્રત્યે પ્રદ્વેષ આદિ દોષનો, ઉપનિપાત છે, તોપણ આવા પ્રકારના સ્થળમાં સંમુગ્ધ જ ઉત્તર દેવો જોઈએ એ પ્રકારના અભિપ્રાયથી આ અભિધાન છે શુદ્ધ વચનથી ઉત્તર આપવો જોઈએ એ અભિધાન છે. તે આ ભગવાન દશવૈકાલિકચૂર્ણિકાર કહે છે –
SR No.022032
Book TitleBhasha Rahasya Prakaran Part 02
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2013
Total Pages210
LanguageGujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy