SearchBrowseAboutContactDonate
Page Preview
Page 40
Loading...
Download File
Download File
Page Text
________________ આજ્ઞા-બળભિગ અપવાદે કહ્યું [૨૧ अपवादतस्तु अपवादपदमाश्रित्य तु ईषत् मनाग महतस्तस्य प्रायः प्रद्वेषनिबन्धनत्वात् कल्पतेऽसावाज्ञाबलाभियोगः अश्वज्ञातेन अश्वदृष्टान्तेन । स चायम्-यथा किलैकस्य जात्यवाहीकाश्वकिशोरस्य दमनार्थमेकेन राज्ञा सन्ध्यावेलायां तमधिवास्य प्रातर्वाह्यायां पुरतः कविकमुपढौकित, तेन विनैवाभियोग स्वयमेव तद्गृहीतम् । राजा च त स्वयमधिरूढःसत्कृतश्चाहारदानादिना । एव' यो गुरूपदिष्ट कार्य स्वयमेव शिष्यः कुरुते न तत्राभियोगः । अन्यः पुनर्मगधादिजनपदजातोऽश्वकिशोरोऽधिवासनवेलायां मातरमपृच्छत्-'किं ममायं करिष्यति ?' इति । तयोक्तं- प्रातस्त्वां वाहयिष्यति, तत्स्वयमेव खलीनमादाय राज्ञस्तोषमुत्पादयः' इति । तेन तन्मातृवचन प्रतिश्रुत तथैव च कृतम् । राज्ञा च तस्याहारदानादिनोपचारः कृतः । तेन तन्मातुरुपदिष्टम् । तयोक्तं-'वत्स ! निजगुणफलमेतत् । अथ सा व्यतिरेकतो द्रढयितुमाहજ છે' આ વાક્યપ્રયોગ કરવો એ આજ્ઞા છે. એ કાર્ય ન કરનારને (કરવાની ના પાડનારને) બળાત્કાર-વિશિષ્ટ સજાની ધમકી આપીને પણ એ કામ કરાવવું એ બળાભિયોગ છે. તેથી આજ્ઞાસહિત બળાભિયોગ એ આજ્ઞાબળાભિયોગ એવો તપુરુષ સમાસ જાણ. અથવા બીજાએ, આજ્ઞા અને બળનો અભિગ વ્યાપાર એ આજ્ઞાબળાભિયોગ એવો દ્વન્દ્રઘટિત ષષ્ઠી તપુરુષ સમાસ કરે છે. વળી બીજા કેટલાક આચાર્યો “આજ્ઞા એ જ બળાભિયોગ” એવો કર્મધારય સમાસ કરે છે. આ આજ્ઞાબળાભિયોગને સર્વત્ર=નાના કે મેટા કેઈપણ સાધુ પ્રત્યે પ્રયોગ કરવો સામાન્યથી ક૯પ નથી. એટલે કે ઉચિત નથી. આ ઉત્સર્ગ કહ્યો. સામાન્ય રીતે અવશ્ય પાલન કરાતે જે નિયમ પુષ્ટ કારણે છોડી દેવાય તે “ઉત્સર્ગ કહેવાય છે. આગમમાં પણ કહ્યું છે કે નિગ્રન્થને આજ્ઞાબળાભિયોગ કરવો ક૫તો નથી. તથા તેવા વિશિષ્ટ પ્રયોજનન અવસરે શૈક્ષ કે રત્નાધિક પ્રત્યે ઈચ્છાકારપ્રયોગ કરવો જોઈએ.” અપવાદપદને આશ્રીને વિચારીએ તો (એટલે કે એવા પુષ્ટકારણની હાજરીમાં) કંઈક અપાંશે આજ્ઞા-બળાભિયોગ કરે અનુજ્ઞાત છે. વધુ પડતો આજ્ઞા–બળાભિયોગ પ્રાયઃ કરીને પ્રઢષનું કારણ બનતે હોઈ તેની પણ અપાંશે જ અનુજ્ઞા છે. આ અનુજ્ઞાન સમર્થનમાં અશ્વનું ઉદાહરણ આ પ્રમાણે જાણવું –એક રાજાએ એક જાતવાન તરુણ ઘડાનું દમન કરવા માટે સંધ્યાકાળે અધિવાસિત કરી સવારે સવારી વખતે કવિક= ચાકડું તેની સામે મૂકયું. કોઈ પણ જાતને અભિયોગ કરાવ્યા વગર જ તેણે એ સ્વયં જ ગ્રહણ કરી લીધું. રાજા સ્વયં તેના પર આરૂઢ થયે અને તેનો ખોરાક આપવા વગેરે રૂપ સત્કાર કર્યો. એમ ગુરુએ કહેલ કાર્યને જે શિષ્ય સ્વયં કરી લે છે તેની પ્રત્યે અભિયોગ કરવાનો હોતો નથી. મગધાદિદેશમાં જન્મેલ બીજા કોઈ અશ્વકિશોરે અધિવાસન વખતે માતાને પૂછયું કે “આ મને શું કરશે?” ત્યારે માતાએ કહ્યું કે “સવારે તારા પર સવારી કરશે. તેથી તું સ્વયં જ કવિકનું ગ્રહણ કરી રાજાને ખુશ કરજે.” તેણે માતાનું વચન સ્વીકાર્યું અને એ જ પ્રમાણે કર્યું. તેથી રાજાએ તેનો આહારદાન વગેરે દ્વારા સત્કાર કર્યો. અવે તેની માતાને આ વાત કરી. માતાએ કહ્યું-“વત્સ ! માલિકને અનુસરવાના તારા પોતાના ગુણનું આ ફળ છે.” વ્યતિરેકથી (ન અનુસરવામાં
SR No.022025
Book TitleSamachari Prakaran Aradhak Viradhak Chaturbhangi Krupdrushtangvishadikaran Prakaran
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri
PublisherAndheri Gujarati Jain Sanh
Publication Year1987
Total Pages204
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy