SearchBrowseAboutContactDonate
Page Preview
Page 75
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૦ પ્રવચન-સારોદ્ધાર સાધુ સમૂહરૂપ ગચ્છની વિશાળતાના કારણે પ્રથમાલિકા, પાણી વગેરે માટે શય્યાતરના ઘરે સાધુઓના વારંવાર આવવા જવાથી શય્યાતર આધામ વગેરે કઈ પણ ઉદ્દગમને દોષ કરે. પ્રથમાલિકા એટલે બાળ-ગ્લાન વગેરે માટે (સવારનું) પ્રથમ ભેજન એટલે નવકારશી. પાણી તે પ્રસિદ્ધ છે. તથા નિરંતર સ્વાધ્યાય કરવાના કારણે તથા ચારિત્રના કારણે આકર્ષિત થયેલ શય્યાતર ઉદ્દગમના દેને કરે છે. આ શય્યાતર અહેરાત્રી પછી અશય્યાતર થાય છે. કહ્યું છે કે યુથે વ ડોરાઁ આનો ભાવાર્થ એવો છે કે જે સ્થાનમાં રહ્યા તે સ્થાનમાંથી જ્યારે નીકળ્યા ત્યારથી બીજે દિવસે તે જ સમય પછી તે અશય્યાતર થાય. તથા અપવાદ માર્ગે માંદગી વગેરેના કારણે શય્યાતરપિંડ પણ લેવો ખપે છે. दुविहे गेलन्नंमि निमंतणे दव्वदुल्लहे असिवे ओमोयरियपओसे भए य गहणं अणुन्नाय (१) આગાઢ, અનાગાઢ એટલે ગાઢતર કે અગાહતર એમ બે પ્રકારની બિમારીમાં શય્યાતરપિડ પણ લેવાય. એને ભાવાર્થ એવો છે કે અનાગાઢ બિમારીમાં ત્રણ વખત ગામમાં ગ્લાનોગ્ય લેવા માટે ફરે. જે ક્ષાનગ્ય પદાર્થ ન મળે તે શય્યાતરને પિંડ પણ ગ્રહણ કરે છે. (૧) આગાઢ બિમારીમાં તો તરત જ શય્યાતરપિંડ લે. ૨. શય્યાતરનું અતિ આગ્રહપૂર્વક નિમંત્રણ હેય તે એકવાર તે પિંડ લે અને બીજીવારના પ્રસંગને નિવારે. ૩. આચાર્ય એગ્ય ક્ષીરાદિ દ્રવ્ય દુર્લભ હોય એટલે બીજે સ્થાને મળતું ન હોય તે શય્યાતરને ત્યાંથી લે. અશિવ એટલે દુષ્ટ વ્યંતર વગેરેના ઉપદ્રવના કારણે તથા અવમૌદર્ય એટલે દુષ્કાળના કારણે બીજે ભિક્ષા ન મળતી હોય તે શય્યાતરના ઘરે પણ ભિક્ષા લે. રાજ વગેરેએ ગુસ્સે થઈ ગામમાં બધે ભિક્ષાને નિષેધ કર્યો હોય તે છૂપી રીતે શય્યાતરના ઘરેથી પણ ભિક્ષા લે. બીજા સ્થાને ચેર વગેરેના ભયના કારણે ભિક્ષા વગેરે શય્યાતરના ત્યાંથી લે. (૮૦૮) ૧૧૩ શ્રતમાં સભ્યત્વ चउदस दस य अभिन्ने नियगा सम्मं तु सेसए भयणा । मइओहिविवज्जासे होइ हु मिच्छ न सेसेसु ॥८०९॥ : જે સાધુને સંપૂર્ણ દશપૂર્વેથી લઈ ચાદપૂર્વ સુધી જ્ઞાન હોય તેમને નકકી એટલે નિશ્ચયથી સમ્યક્ત્વ હોય છે. બાકીને કંઈક ન્યૂન દશ પૂર્વધર વગેરેમાં વિકલ્પ એટલે
SR No.022023
Book TitlePravachan Saroddhar Part 02
Original Sutra AuthorN/A
AuthorAmityashsuri, Vajrasenvijay
PublisherShiv Jain Shwe Mu. Pu. Jain Sangh
Publication Year1993
Total Pages556
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy