SearchBrowseAboutContactDonate
Page Preview
Page 73
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રવચન-સારોદ્ધાર સાધુના ગુણેથી રહિત લિંગધારી સાધુને જે શય્યાતર હોય કે ચારિત્રવાન સાધુએને શય્યાતર હોય તે છોડવો જોઈએ. ભલે લિંગધારી સાધુ શય્યાતરનું ખાતો હોય કે ન ખાતે હેય છતાં પણ તેને ત્યાગ કરવો જોઈએ. સાધુના ગુણવાળો હોય કે સાધુના ગુણ રહિત સાધુ હોય છતાં તેમના સંબંધિત શય્યાતરનો ત્યાગ કરવો જોઈએ. જેમ મહારાષ્ટ્ર દેશમાં બધીય દારૂની દુકાને દારૂ હોય કે ન હોય છતાં દારૂની દુકાન છે તે જણાવવા માટે ધજા બંધાય છે. જે ધજા જોઈ ભિક્ષુક વગેરે અન્ય છે એમ સમજી તેને ત્યાગ કરે છે. તેમ લિંગધારી સાધુ ગુણ યુક્ત હોય કે ગુણ રહિત હોય છતાં એની પાસે રજોહરણરૂપ ધજા દેખાતી હોવાથી તેને શય્યાતર પણ છોડ. (૮૦૫) શય્યાતરપિંડ લેવાના છે ? तित्थंकरपडिकुट्ठो अन्नायं उग्गमोवि य न सुज्झे । अविमुत्ति अलाघवया दुल्लहसेज्जा उ वोच्छेओ ॥८०६॥ તીર્થકરની આજ્ઞાને ભંગ, અજ્ઞાત ઉછ એટલે અજ્ઞાતભિક્ષાની શુદ્ધિ થતી નથી. ઉદ્દગમ વગેરે દેશોની શુદ્ધિ ન થાય, અવિમુક્તિ એટલે ગૃદ્ધિને અભાવ ન થાય. અલાઘવતા ન રહે, વસતિ દુર્લભ થાય કે વસતિને વિચછેદ થાય. બધાય તીર્થકરોએ શય્યાતર પિંડનો નિષેધ કરેલ છે. તેને ગ્રહણ કરવાથી તીર્થકરની આજ્ઞાનું પાલન ન કર્યું કહેવાય. અજ્ઞાત ઉછ એટલે રાજા વગેરે દીક્ષિત થયા છે–એવું નહીં જણાવવા વડે અજ્ઞાતપણે ભિક્ષા લેવાય તે અજ્ઞાત ઉંછ કહેવાય. તે અજ્ઞાત ઉછ ભિક્ષા જ મોટે ભાગે સાધુઓ લે છે, કહ્યું છે કે મન્ના વિસુદ્ધ' આ વચનના આધારે સાધુ અજ્ઞાત ઉછ ગ્રહણ કરે. નજીકમાં જ રહેવાનું હોવાથી અતિપરિચયના કારણે સાધુનું સ્વરૂપ જાણતા હોવાથી શય્યાતરના ઘરની ભિક્ષા લેતા દેષની શુદ્ધિ રહેતી નથી. તથા શમ્યાતરની ભિક્ષા લેવાથી ખપે એવા ભેજન વગેરે બનાવવા વગેરે રૂપ ઉદ્દગમના દેશોની પણ શુદ્ધિ થતી નથી. કારણ કે નજીકમાં રહેવા વગેરેના કારણે વારંવાર ત્યાં ભેજન પાણી માટે આવજાવ થવાથી ઉદ્દગમન દેશે થાય છે. સ્વાધ્યાય શ્રવણ વગેરે વડે શય્યાતર પ્રેમી (રાગી) થવાના કારણે ખીર વગેરે સ્નિગ્ધ દ્રવ્ય આપે (વહરાવે) તે લેવાથી વિમુક્તિ એટલે ગૃદ્ધિનો અભાવ થતું નથી. લાઘવ એટલે લઘુતા, તેને જે ભાવ તે લાઘવતા, તેને જે અભાવ તે અલાઘવતા. તે આ રીતે વિશિષ્ટ કેટીને આહાર મળવાથી ભારે શરીર થવાથી, શરીરની અલઘુતા થાય છે અને શય્યાતર કે તેના પરિવાર તરફથી ઉપધિ મળવાના કારણે ઉપધિ ઘણું
SR No.022023
Book TitlePravachan Saroddhar Part 02
Original Sutra AuthorN/A
AuthorAmityashsuri, Vajrasenvijay
PublisherShiv Jain Shwe Mu. Pu. Jain Sangh
Publication Year1993
Total Pages556
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy