SearchBrowseAboutContactDonate
Page Preview
Page 72
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૨. શય્યાતરપિંડ ૩૭ સવારે રાઈ, પ્રતિક્રમણ બીજા જેના મકાનમાં કર્યું હોય તે બંને શય્યાતર થાય છે. એ પ્રસંગ સાર્થ વગેરેમાં જતી વખતે થાય છે. સાર્થ આદિ શબ્દથી ચોરને ઉપદ્રવ, ભય વગેરે લેવું. બીજો પ્રકાર હોય ત્યારે શય્યાતરની ભજન-બીજા વિકલ્પ છે. જેના ઘરે રહ્યા હોય, તે અથવા બીજા પણ શય્યાતર થાય છે. (૮૦૨) શિય્યાતરની ભજન - जइ जग्गंति सुविहिया करेंति आवस्सयं तु अन्नत्थ । सिज्जायरो न होई सुत्ते व कए व सो होई ॥८०३।। જે સુવિહિત એટલે સારા આચારવાળા સાધુઓ રાતના ચારે પ્રહર જાગી સવા૨નું પ્રતિક્રમણ બીજે જઈને કરે, તે મૂળ ઉપાશ્રયને સ્વામી શય્યાતર ન થાય. પરંતુ ત્યાં સૂતા હોય અથવા સવારનું પ્રતિક્રમણ કર્યું હોય, તે શય્યાતર થાય. આને ભાવાર્થ એ છે કે શય્યાતરના ઘરમાં આખી રાત જાગી સવારનું પ્રતિક્રમણ જે બીજે કરે તે જ્યાં રાત વીતાવી હોય તે મૂળ માલિક શય્યાતર ન થાય. પરંતુ જેના ઘરમાં પ્રતિક્રમણ કર્યું હોય તે શય્યાતર થાય. જે ઉપાશ્રયની સંકડાશ વગેરેના કારણે અનેક ઉપાશ્રયમાં સાધુ રહ્યા હોય, તે આચાર્ય જે ઉપાશ્રયમાં રહ્યા હોય, તે જ શય્યાતર થાય છે, બીજા નહીં. (૮૦૩). જે મકાનમાલિક સાધુને મકાન સેંપી પિતે દેશાંતર જાય તે તે ઘર માલિક શય્યાતર થાય કે ન થાય? તે કહે છે. दाऊण गेहं तु सपुत्तदारो, वाणिज्जमाईहि 3 कारणेहिं । तं चेव अन्नं व वएज्ज देसं, सेज्जायरो तत्थ स एव होइ ॥८०४॥ કેઈક ગૃહસ્થ સાધુને ઘર સેપી પિતાના પત્ની-પુત્ર વગેરે સમસ્ત પરિવાર સાથે વેપાર વગેરે કારણે તે જ દેશમાં કે બીજા દેશમાં જાય અને ત્યાં જ રહ્યો હોય છતાં પણ તે ઘર માલિક જ શય્યાતર થાય છે. પણ દૂર દેશમાં રહેલું હોવાના કારણે શય્યાતર ન થાય એમ નથી. (૮૦૪) કેના કેના શય્યાતરે છેડવા જોઈએ તે કહે છે. लिंगत्थस्सवि वज्जो तं परिहरओ व भुंजओ वावि । जुत्तस्स अजुत्तस्स व रसावणे तत्थ दिद्रुतो ॥८०५॥ લિંગધારી સાધુ શય્યાતરનું ખાતે હેય કે ન ખાતે હેય છતાં પણ તે લિંગધારી શય્યાતરનો ત્યાગ કરો. તેમાં દારૂયુક્ત કે દારૂ વગરની દુકાનનું દષ્ટાંત જાણવું
SR No.022023
Book TitlePravachan Saroddhar Part 02
Original Sutra AuthorN/A
AuthorAmityashsuri, Vajrasenvijay
PublisherShiv Jain Shwe Mu. Pu. Jain Sangh
Publication Year1993
Total Pages556
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy