SearchBrowseAboutContactDonate
Page Preview
Page 56
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રવચન-સારોદ્ધાર ૨૧ જિનધર્મની અવ્યવચ્છિતિ કરીશ અથવા દર્શનપ્રભાવક શાસ્ત્રો કે દ્વાદશાંગીને હું સૂત્રથી કે અર્થથી ભણશ. અથવા તપ લબ્ધિયુક્ત હોવાથી તપ વિધાનમાં એટલે વિવિધ તપોમાં પ્રયત્ન કરીશ. ગણ એટલે ગ૭-સમુદાયને સૂત્રોક્ત નીતિઓ વડે સારણ કરીશ એટલે ગુણો વડે વૃદ્ધિ પમાડીશ. આ પ્રમાણે સાલંબન સેવી એટલે ઉપરોક્ત આલંબનેને જયણાપૂર્વક સેવવા વડે નિત્યવાસ કરવા છતાં પણ મેક્ષને પામે છે કારણ કે જિનશાસનને ભંગ કર્યો નથી. માટે તીર્થ અવ્યવચ્છેદ વગેરે યક્ત જ્ઞાન-દર્શન ચારિત્ર ત્રણ કે તેમાંથી કઈ પણ એકનું જે વૃદ્ધિજનક કારણ હોય તે જિનાજ્ઞાના કારણે આલંબનીય થાય છે. બીજે ઠેકાણે નહીં. નહીં તો કહ્યું છે કે અજયણાવાળા છે માટે તે આ સંપૂર્ણ લોક આલંબનોથી ભરેલો છે. તેથી લેકમાં જે જુએ તેનું આલંબન કરે છે.” (૭૭૯) ૧૦૫ ભાત અજાત કે૯૫ जाओ य अजाओ य दुविहो कप्पो य होइ नायव्यो । एकेकोऽवि य दुविहो समत्तकप्पो य असमत्तो ।।७८०॥ જાત અને અજાત એમ બે પ્રકારે કહ૫ જાણો. તે પણ સમાપ્તક૫ અને અસમાપ્ત ક૯પ એમ બે પ્રકારે છે. જાતકલ્પ, અજાતક૫–એમ બે પ્રકારે ક૯પ એટલે આચાર જાણવે. તેમાં જાત એટલે શ્રુત સંપદાથી યુક્ત હોવાથી આતમ લાભને પ્રાપ્ત કરેલ સાધુઓ તે જાત. તેનાથી અભિન્ન હોવાથી તે ક૯પ પણ જાતક૫ કહેવાય. એનાથી વિપરીત તે અજાતક૯૫ કહેવાય. તે બંને પણ સમાપ્તકલ્પ અને અસમાપ્તક૯૫ એમ બે બે પ્રકારે છે. પરિપૂર્ણ સહાયવાળા સાધુ તે સમાપ્તકલ્પવાળા કહેવાય અને તેનાથી વિપરીત તે અસમાપ્તક૯પ કહેવાય. (૭૮૦) હવે જાતકલ્પ વગેરે ચારની વ્યાખ્યા કરે છે. गीयत्थु जायकप्पो अगीयओ खलु भवे अजाओ य । पणगं समत्तकप्पो तदूणगो होइ असमत्तो ॥७८१॥ उउबद्धे वासासुं सत्त समत्तो तदूणगो इयरो । असमत्ताजायाणं आहेण न किंचि आहव्वं ॥७८२॥ . ગીતાર્થના જે વિહાર તે જાત ક૯પ અગીતાથને જે વિહાર તે
SR No.022023
Book TitlePravachan Saroddhar Part 02
Original Sutra AuthorN/A
AuthorAmityashsuri, Vajrasenvijay
PublisherShiv Jain Shwe Mu. Pu. Jain Sangh
Publication Year1993
Total Pages556
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy