SearchBrowseAboutContactDonate
Page Preview
Page 55
Loading...
Download File
Download File
Page Text
________________ २० ૧૦૪ અપ્રતિબદ્ધવિહાર કહેવાય. એવા કાલાતિકાંતચારી એક જ ક્ષેત્રમાં રહેનારા સાધુઓ પણ ઘડપણ, ચાલવાની શક્તિની ક્ષીણતા, વિહાર યોગ્ય ક્ષેત્રને અભાવ વગેરે કપટ રહિત વિશુદ્ધ આલંબનવાળા હોવાથી નિરતિચાર ચારિત્રવાળા કહેવાય છે. (૭૭૭) ક્યા કારણે આલંબન લેવું તે કહે છે. सालंबणो पडतो अत्ताणं दुग्गमेऽवि धारेइ । इय सालंबणसेवी धारेइ जई असढभावं ॥७७८॥ દુર્ગમ એવા ખાડા વગેરેમાં પડતા આત્માને જે ટેકારૂપ થાય તે આલંબન, તે આલંબન યુક્ત તે સાલંબન, તે જે અશઠભાવે લેવાય તે સાલંબનસેવી કહેવાય. પડતે માણસ જેનું આલંબન લે આશ્રય કરે તે આલંબન. તે દ્રવ્ય અને ભાવ એમ બે પ્રકારે છે. તેમાં ખાડા વગેરેમાં પડતા જીવો જે દ્રવ્યનું પદાર્થનું આલંબન કરે તે દ્રવ્યાલંબન. તે દ્રવ્યઆલંબન પણ પુષ્ટ અને અપુષ્ટ (ઢીલુ) એમ બે પ્રકારે છે. તેમાં ઘાસ, ઢીલી વેલડી વગેરે દુર્બલ અપુષ્ટ આલંબન છે અને કઠોર વેલડી વગેરે પુષ્ટ આલંબન છે. ભાવાલંબન પણ પુષ્ટ અને અપુષ્ટ ભેદથી બે પ્રકારે છે. તેમાં તીર્થરક્ષા વિગેરે આગળ કહેવાતા કારણે પુષ્ટ આલંબન છે. અને માયાથી માત્ર મતિકલ્પનાથી ઉદ્દભવેલા કારણે એ અપુષ્ટ આલંબન છે. તે પુષ્ટપુષ્ટ આલંબન યુક્ત હોય તે સાલંબન કહેવાય. દુર્ગમ એવા ખાડા વગેરેમાં પડતા પોતાના આત્માને પુષ્ટ આલંબનને ટેકે લેવાપૂર્વક બચાવે તે આલંબન ચુક્ત હોવાથી સાલંબન કહેવાય છે. એ પ્રમાણે પુષ્ટ કારણે કંઈક નિત્યવાસ વગેરેનું સેવન કરે તે સાલંબનસેવી સાધુ કહેવાય. તે સંસારરૂપી ખાડામાં પડતા પિતાના આત્માને બચાવવા અશઠભાવે એટલે માયા રહિતપણે જે આલંબન લે તે તે લાભકારી છે. (૭૭૮) તે આલંબન કયા છે તે કહે છે. काहं अछित्तिं अदुवा अहिस्सं, तवोवहाणेसु य उज्जमिस्सं । गणं व नीइसु य सारइम्स, सालंबसेवी समुवेइ मोक्खं ॥७७९॥. હું શાસનને અવ્યવછેદ કરીશ, ભણીશ, તપશ્ચર્યા વગેરેમાં ઉજમાળ પ્રયત્નશીલ, બનીશ, ગચ્છનું નીતિપૂર્વક પાલન કરીશ આવા પ્રકારના આલંબન સેવનારો મોક્ષને પામે છે. કઈક એમ વિચારે કે “હું અહીં હોઈશ તે રાજા વગેરેને ધમ પમાડવા વડે
SR No.022023
Book TitlePravachan Saroddhar Part 02
Original Sutra AuthorN/A
AuthorAmityashsuri, Vajrasenvijay
PublisherShiv Jain Shwe Mu. Pu. Jain Sangh
Publication Year1993
Total Pages556
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy