SearchBrowseAboutContactDonate
Page Preview
Page 57
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨ ૧૦૬ પરિઝાપનિક અને ઉચ્ચારકરણ અજાતકલ૫, ઋતુબદ્ધ કાળમાં પાંચ સાધુનો સમુદાય તે સમાપ્તક૯૫ તેનાથી જે ન્યન સાધુ સમુદાય તે અસમાપ્તકલ૫. વર્ષાકાળમાં સાત સાધુને સમુદાય તે સમાપ્તક૫, તેનાથી ચન હોય તે તે અસમાપ્તક૫. અસમાપ્ત અને અજાતકપીને ઉત્સગથી કંઈ પણ વસ્તુ માલિકીની થતી નથી. ગીતાર્થ સાધુને જે વિહાર તે ગીતાર્થવિહાર. તે જાતકલ્પ કહેવાય છે. અગીતાર્થ સાધુને જે વિહાર તે અજાતક૯પ કહેવાય. ઋતુ બદ્ધકાળ એટલે ચોમાસા સિવાયનો જે કાળ તેમાં પાંચ સાધુ પ્રમાણના ગણને જે વિહાર, તે સમાપ્તકલ્પ કહેવાય. પાંચથી ન્યૂન બે-ત્રણ-ચાર સાધુને જે વિહાર તે અપરિપૂર્ણ સહાયરૂપ હોવાથી અસમાપ્તકલ્પ કહેવાય. વર્ષાઋતુમાં સાત સાધુ પ્રમાણને ગણ સમાપ્તકલ્પ કહેવાય. તે સાત સાધુથી - ઓછા હોય તે અસમાપ્તકલ્પ કહેવાય. વર્ષાઋતુમાં સાતનું વિહાર વર્ણન છે, તે ખરે ખર વર્ષાઋતુમાં માંદગી વગેરે પ્રસંગે બીજા સ્થાનેથી સહાયક સાધુઓ આવી શકે નહીં તેથી જોઈએ તેટલી સહાયતા મળી શકે નહીં એટલા માટે વર્ષોત્રકતુમાં સાત સાધુનો વિહાર કહ્યો છે. અસમાપ્તકલપવાળા અને અજાતકલ્પવાળા સાધુઓને સામાન્યથી ઉત્સર્ગ માર્ગે કોઈપણ ક્ષેત્ર કે તે ક્ષેત્ર સંબંધી (ક્ષેત્રમાંથી પ્રાપ્ત થતી) શિષ્ય, ભજન, પાણી, વસ્ત્ર, પાત્ર વગેરે જે આગમ પ્રસિદ્ધ વસ્તુઓ તેમની માલિકીની થતી નથી રહેતી નથી. (૭૮૧-૭૮૨) ૧૦૬ પરિષ્ઠાપનિક અને ઉચ્ચારકરણું दिस अवरदिक्खणा १ दक्खिणा य २ अवरा य ३ दक्षिणापुव्वा ४ । अवरुत्तरा य ५ पुव्वा ६ उत्तर ७ पुव्वुत्तरा ८ चेव ॥७८३॥ ૧. પહેલી દિશા પશ્ચિમ દક્ષિણ, ૨. બીજી દક્ષિણ, ૩. પશ્ચિમ, ૪. દક્ષિણ પૂર્વ, ૫. પશ્ચિમોત્તર, ૬. પૂર્વ, ૭, ઉત્તર, ૮. પૂર્વોત્તર છે. અચિત્ત સાધુ એટલે કાળધર્મ પામેલ સાધુને પરઠવવાની દિશામાં પહેલી દિશા પશ્ચિમ દક્ષિણ એટલે નૈઋત્ય જવી. તે ન મળે તે દક્ષિણ દિશા તપાસવી, તેને પણ અભાવ હોય તે ત્રીજી દિશા પશ્ચિમ જેવી. તેને પણ અભાવ હોય તે ચેથી દક્ષિણ પૂર્વ એટલે અગ્નિદિશા તપાસવી. તેને પણ અભાવ હોય, તે પાંચમી પશ્ચિમેત્તર
SR No.022023
Book TitlePravachan Saroddhar Part 02
Original Sutra AuthorN/A
AuthorAmityashsuri, Vajrasenvijay
PublisherShiv Jain Shwe Mu. Pu. Jain Sangh
Publication Year1993
Total Pages556
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy