SearchBrowseAboutContactDonate
Page Preview
Page 495
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૬૦ પ્રવચનસારોદ્ધાર ભાગ-૨ પાંશુ એટલે ધૂમાડાના આકારે આપાંડુ એટલે કંઈક પીળાશ પડતી જે અચિત્ત ધૂળ તે પાંશુ કહેવાય. રજઉદ્દઘાત એટલે રજસ્વલા દિશાઓ થાય. જેમાં દિશાઓ રજસ્વલા થવાથી ચારે તરફ અંધકાર જેવું લાગે તે પાંશુવૃષ્ટિ અથવા ૨જઉદ્દઘાત પવન સાથે હોય કે પવન વગર પડતા હોય, તે તે જ્યાં સુધી પડે ત્યાં સુધી સૂત્રનો સ્વાધ્યાય છોડી દે. (૧૪૫૪) હવે સદેવ એટલે દિવ્ય અસક્ઝાય કહે છે. ૩. સદેવ - गंधव्वदिसा विज्जुक्क गज्जिए जूव जक्खआलित्ते । एकेकपोरिसिं गज्जियं तु दो पोरिसी हणइ ॥१४५५॥ ગંધર્વનગર, દિગદાહ, વિજળી, ઉલ્કાપાત, વાદળની ગર્જના, યૂપક, યક્ષાદિત. આ બધામાં ગંધર્વનગર વગેરેમાં એક પરિસી અને વાદળની ગજનામાં બે પરિસી સ્વાધ્યાય છોડે. ગંધર્વનગર એટલે જ્યારે ચક્રવર્તી વગેરેના નગરમાં ઉત્પાત થવાનો છે તે જણાવવા તેજ નગરના ઉપરની બાજુ કિલ્લો ઝરુખે વગેરે યુક્ત નગર દેખાય તે ગંધર્વનગર કહેવાય. દિગૂદાહ, વિદ્યુત એટલે વીજળી, ઉલ્કા એટલે પ્રકાશયુક્ત અથવા રેખા સહિત જે તારા ખરવા તે, અથવા ધૂમકેતુ, ગજિત એટલે વાદળાની ગર્જના, આગળ કહેવાશે. તે સ્વરૂપવાળો ચૂપક, દિપા એટલે એક દિશામાં અંતરે આંતરે વિજળી જેવો જે પ્રકાશ દેખાય તે યાદિત. આ બધામાં ગંધર્વનગર વગેરે થયા હોય તે એક પૌરુષી એટલે એક–પહર સુધી સ્વાધ્યાય ન કરે. ગર્જિત હેય તે બે પૌરિસી સ્વાધ્યાય ન કરે. ગાંધર્વનગર નિયમ દેવકૃત જ હોય છે. બીજી રીતે હોતું નથી. બાકીના દિગદાહ વગેરે ક્યારેક સ્વભાવિક પણ હોય છે અને ક્યારેક દેવકૃત પણ હોય છે. તેમાં સ્વાભાવિક હોય, તે સ્વાધ્યાય ન છોડ પણ દેવકૃત હોય તે સ્વાધ્યાય છોડ. પરંતુ જે કારણેથી તેને સપષ્ટ વિભાગ કરવાપૂર્વક તે જાણી ન શકાય, તે તેને દેવકૃત કે સ્વભાવિકપણને વિચાર કર્યા વગર ત્યાગ કરી દે. કહ્યું છે કે, - “ગંધર્વનગર નિયમ સાદિવ્ય છે. બાકીનામાં ભજન હોય છે. જે તે સ્પષ્ટ ન જણાય છે તેનો ત્યાગ કર. (૧૪૫૫) હવે દિગ્દાહ વગેરેની વ્યાખ્યા કરે છે. ૪. દિગ્દાહ :दिसिदाहो छिन्नमूलो उक्क सरेहा पगाससंजुत्ता । संझाछेयावरणो उ जूवओ सुकि दिण तिन्नि ॥१४५६॥
SR No.022023
Book TitlePravachan Saroddhar Part 02
Original Sutra AuthorN/A
AuthorAmityashsuri, Vajrasenvijay
PublisherShiv Jain Shwe Mu. Pu. Jain Sangh
Publication Year1993
Total Pages556
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy