SearchBrowseAboutContactDonate
Page Preview
Page 494
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૬૮, અસજઝાય ૪૫૯ દ્રવ્યથી તે દ્રવ્યને, ક્ષેત્રથી જેટલા ક્ષેત્રમાં હોય તે ક્ષેત્રને, કાળથી જેટલો કાળ હેય તેટલા કાળને અને ભાવથી શ્વાસોશ્વાસ અને આંખના પલકારા છેડી, સ્થાન વગેરે તથા બોલવું વગેરે છોડી દે. ૧. દ્રવ્યથી અસ્વાધ્યાયિક ધૂમ્મસ, સચિરજ અને વરસાદરૂપ દ્રવ્યને છેડી દે. ૨. ક્ષેત્રથી જેટલા ક્ષેત્રમાં ધૂમ્મસ વગેરે પડતું હોય, તેટલા ક્ષેત્રમાં સ્વાધ્યાય છેડી દે, ૩. કાળથી જેટલે કાળ ધૂમ્મસ વગેરે હોય તેટલે કાળ સ્વાધ્યાય છેડી દે, ૪. ભાવથી શ્વાસોશ્વાસ નિમેશ–ઉમેષ એટલે આંખના પલકારાને છોડીને, કારણ કે તેને છેડી દેવાથી જીવનને વ્યાઘાત (બાઘા) થવાનો સંભવ છે. એ સિવાય સ્થાન એટલે ઉભા થવું વગેરે. વગેરે પદથી જવું આવવું પડિલેહણ વગેરે કાયિકક્રિયાઓ તથા બેલ વગેરેનો ત્યાગ કરે. અહીં કારણ વગર કેઈપણ પ્રવૃત્તિ જરાપણ ન કરે. ગ્લાન વગેરેના કારણે આવી પડે તે જયણાપૂર્વક હાથ, આંખ, આંગળી વગેરેના ઈશારાથી વ્યવહાર કરે અથવા મેટું કપડાથી ઢાંકી બેલે અથવા વર્ષાકલ્પ ઓઢીને જાય. (૧૪૫૨) સંયમપઘાતિક અસ્વાધ્યાય પુરું થયું હવે ત્યાતિક કહે છે. ૨. ઔપાતિક - पंसू य मंसरूहिरे केससिलावुद्धि तह रयुग्याए । मंसरुहिरे अहरतं अवसेसे जच्चिरं सुत्तं ॥१४५३॥ પાંશુવૃષ્ટિ, માંસવૃષ્ટિ, લેહીવૃષ્ટિ, વાળનીવૃષ્ટિ, પત્થરની વૃષ્ટિ, રજોદઘાત, માંસ અને લેહમાં એક અહેરાત્ર અને બાકીનામાં જેટલો વખત વૃષ્ટિ થાય તેટલી વખત સૂત્રનો ત્યાગ કરે, અહીં વૃષ્ટિ શબ્દ બધાને જડે. પાંશુ એટલે ધૂળની વૃષ્ટિ, માંસવૃષ્ટિ એટલે માંસના ટુકડાઓ પડે. રુધિરવૃષ્ટિ એટલે લેહીના ટીપા પડે. કેશવૃષ્ટિ એટલે ઉપરથી વાળે પડે. શિલાવૃષ્ટિ એટલે પત્થર પડે કરા વગેરે પથરે પડે. રઉદ્દઘાત એટલે દિશાએ રજસ્વલા થઈ હોય ત્યારે સૂત્ર ન ભણાય. બાકી બધીયે ક્રિયાઓ થાય. તેમાં માંસલેહીની વૃષ્ટિ થઈ હોય તે-એક અહેરાત્ર અસજઝાય થાય એટલે સ્વાધ્યાય છેડી દે. બાકીની અચિત્તધૂળની વૃષ્ટિ વગેરેમાં જેટલે વખત ધૂળ વગેરે પડતા હોય, એટલે વખત નંદિ વગેરે સૂત્રને સ્વાધ્યાય ન કરે, બાકીના કાળે ભણે. (૧૪૫૩) હવે પાંશુ તેમજ રજઉદઘાતની વ્યાખ્યા કરે છે. पंसू अच्चित्तरओ स्यस्सलाओ दिसा रउग्घाओ। तत्थ सवाए निव्वायए य सुत्तं परिहरंति ॥१४५४॥
SR No.022023
Book TitlePravachan Saroddhar Part 02
Original Sutra AuthorN/A
AuthorAmityashsuri, Vajrasenvijay
PublisherShiv Jain Shwe Mu. Pu. Jain Sangh
Publication Year1993
Total Pages556
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy