SearchBrowseAboutContactDonate
Page Preview
Page 496
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૬૧ ૨૬૮. અસજઝાય દિશામાં છિન્નમસળવાળે જે અગ્નિ દેખાય તે દિગદાહ, પ્રકાશયુક્ત રેખા સહિત જે તારે તે ઉકા, શુકલ પક્ષમાં ત્રણ દિવસ સધ્યા છેદાવરણ તે ચૂપક કહેવાય છે. પૂર્વ વગેરે દિશામાં છિન્નમૂળ એટલે મૂળ વગરને જમીનથી અદ્ધર જે અગ્નિ દેખાય, તે દિગદાહ કહેવાય. એટલે કે ઈપણ દિશામાં મહાનગર સળગતું હોય એમ ઉપર પ્રકાશદેખાય અને નીચે અંધારુ હોય તે દિદાહ કહેવાય. ઉલકા એટલે પાછળથી રેખાવાળું પ્રકાશ યુક્ત ઉરંકા હોય, જે તારાની જેમ નીચે પડતી હોય છે. યૂપક એટલે સુદી પક્ષમાં ત્રણ દિવસ સુધી એટલે બીજ, ત્રીજ, ચોથના દિવસે સંધ્યા છે એટલે સ ધ્યાવિભાગ. તે સંધ્યાવિભાગ જેના વડે ઢંકાય તે સંધ્યા ટાવરણ એટલે ચંદ્ર. આને ભાવાર્થ આ પ્રમાણે છે. સુદી પક્ષમાં બીજ, ત્રીજ, ચોથ એ ત્રણ દિવસમાં સંધ્યા વખતે ઉગેલ ચંદ્રના કારણે સંધ્યા જાણી શકાતી નથી. તેથી શુક્લપક્ષમાં તે ત્રણ દિવસમાં જ્યાં સુધી ચંદ્ર હોય છે ત્યાં સુધી સંધ્યા છેદાવરણ થાય છે, તે ચૂપક કહેવાય છે. આ ત્રણ દિવસમાં પ્રાદેષિક એટલે વેરત્તિ કાળગ્રહણ લેવાતું નથી. એટલે પ્રાદેશિકી સૂત્ર પરિસી થતી નથી. કારણ કે સંધ્યાછેદ જણાતું ન હોવાથી કાળવેળાનું જ્ઞાન પણ થતું નથી. (૧૪૫૬). चंदिममूरुवरागे निग्याए गुंजिए अहोरतं । संझाचउ पडिवए जं जहि सुगिम्हए नियमा ॥१४५७॥ ચંદ્રગ્રહણ, સૂર્યગ્રહણ, નિર્ધાત, ગુજિતમાં એક અહોરાત્ર, અસક્ઝાય, ચાર સંધ્યા, એકમ સુધીના ચાર મહામહ, બીજા પણ જ્યાં આગળ જે થતા હોય તે સુગીમકમાં નિયમ અસઝાય હોય છે. ચંદ્રના વિમાનને ઉપરાગ એટલે રહુના વિમાનના તેજવડે ચંદ્રનું વિમાન ઢંકાવું તે ચંદ્ર ઉપરાગ એટલે ચંદ્રગ્રહણ. એ પ્રમાણે સૂર્ય ઉપરાગ. એ સૂર્યગ્રહણવાળે દિવસ પૂર્ણ થયે હેય તે છતાં વાદળાવાળા કે વાદળ વગરના આકાશમાં વ્યંતરવડે કરાયેલો જે મહા ગજરવ સમાન અવાજ તે નિર્ધાત કહેવાય છે. ગરવ જેવા જ વિકારવાળ, ગુંજાની જેમ ગુંજતે જે માટે અવાજ થાય તે ગુજિત કહેવાય. તે નિર્ધાત અને ગુંજિત એ બંને થવા છતાં એક અહેરાવની અસજઝાય થાય છે. અહીં એટલી વિશેષતા છે કે, “જે દિવસે જે વખતે નિર્ધાત અથવા ગુજિત થયા હોય, તેને બીજે દિવસે તે વખત આવે ત્યાં સુધી અસઝાય થાય છે.”
SR No.022023
Book TitlePravachan Saroddhar Part 02
Original Sutra AuthorN/A
AuthorAmityashsuri, Vajrasenvijay
PublisherShiv Jain Shwe Mu. Pu. Jain Sangh
Publication Year1993
Total Pages556
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy