SearchBrowseAboutContactDonate
Page Preview
Page 493
Loading...
Download File
Download File
Page Text
________________ : ૪૫૮ પ્રવચનસારોદ્ધાર ભાગ-૨ થાય ત્યારે અસ્વાધ્યાય કહેવાય. જેમ લેહી વગેરે, તે અસ્વાધ્યાય. મૂળભેદ્રની અપેક્ષાએ બે પ્રકારે છે. ૧. આત્મસમુત્ય ૨. પરસમુW ૧. આત્મસમુન્થ એટલે સ્વાધ્યાય કરવાની ઈચ્છાવાળાથી જ ઉત્પન્ન થયેલ જે અસ્વાધ્યાય, તે આત્મસમુO અસ્વાધ્યાય કહેવાય છે. ૨. પરસમુત્ય એટલે સ્વાધ્યાય કરનાર સિવાય બીજા દ્વારા ઉત્પન્ન થયેલ અસ્વાધ્યાય, તે પરસમુન્થ અસ્વાધ્યાય. તે પરસમુથમાં ઘણું વક્તવ્ય હોવાથી તેને પ્રથમ કહે છે. તે પરસમુત્ય અસ્વાધ્યાય પાંચ પ્રકારે છે. ૧. સંયમઘાતી–સંયમો પધાતિક ૨. ઉત્પાતિ નિમિત્તક- ત્પાતિક ૩. દેવતાપ્રયુક્ત-સદૈવ ૪. વ્યુહગ્રહ એટલે યુદ્ધ ૫. શરીરજન્ય શારીરિક, આ પાંચ અસજઝાયમાં સ્વાધ્યાય કરવાથી સાધુને તીર્થકરની આજ્ઞાભંગને દેષ લાગે છે. ૧ સંયમઘાતી : તે સંયમપઘાત વિષયક અસ્વાધ્યાય પણ ત્રણ પ્રકારે છે. ૧. મહિકા ૨. સચિત્તર-૩ વરસાદ. હવે આ ત્રણ ભેદની ક્રમસર વ્યાખ્યા કરે છે. ૧. મહિકા જે ગર્ભમાસમાં ઘૂમરી એટલે ઘૂમ્મસ રૂપે પડે છે જે પ્રસિદ્ધ છે. કાર્તિક વગેરેથી લઈ મહા મહિના સુધીના મહિના ગર્ભમાસ કહેવાય છે. તે ઘૂમ્મસ પડતાની સાથે જ બધુયે અષ્કાયથી ભાવિત થઈ જાય છે. ૨. સચિત્તરજ એટલે વ્યવહારથી સચિત્ત જે ધૂળ, તે સચિત્તરજ છે. જે જંગલના પવનથી ઉડેલી ઝીણું ધૂળ રૂપે છે. તે સચિત્તરજ રંગથી દિશાંતરમાં કંઈક તામ્રવર્ણ રંગની જણાય છે. તે સચિત્તરજ સતત પડવાથી ત્રણ દિવસ પછી બધુ સચિત્ત પૃથ્વીકાયમય થઈ જાય છે. ૩. વરસાદ ત્રણ પ્રકાર છે. ૧. બુદ્દબુક્ર એટલે કે વર્ષાદ (વરસાદ) પડતા પાણીમાં પરપોટા થાય, તે બુદ્દબુદ્ધ વરસાદ કહેવાય છે. ૨. બુદ્દબુદ્ધ વગરને એટલે પરપોટા વગરને બીજે વરસાદ ૩. કુસિત એટલે જળસ્પર્શિકા, એટલે જે ફરફર પડતી હોય છે. તે તેમાં બુદ્દબુદ્ર વરસાદ પડવા છતાં આઠ પ્રહર પછી અને બીજા આચાર્યોના મતે ત્રણ દિવસ પછી બધુયે અષ્કાયમય થાય છે. તદ્દવર્જ એટલે બુદ્દબુદ્દ રહિત વરસાદ પડવા છતાં પાંચ દિવસ પછી બધુયે અષ્કાયમય થાય છે. - જળસ્પર્શિકારૂપ વરસાદ પડ્યા બાદ સાત દિવસ પછી બધુયે અષ્કાયમય થાય છે. (૧૪૫૦-૧૪૫૧) હવે સંયમઘાતિ બધાયે ભેદીને ચાર પ્રકારને પરિહાર કહે છે. दन्वे तं चिय दव्वं खेत्ते जहियं तु जज्चिरं कालं । : ठाणाइभास भावे मोत उस्सासउम्मेसे ॥१४५२॥
SR No.022023
Book TitlePravachan Saroddhar Part 02
Original Sutra AuthorN/A
AuthorAmityashsuri, Vajrasenvijay
PublisherShiv Jain Shwe Mu. Pu. Jain Sangh
Publication Year1993
Total Pages556
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy