SearchBrowseAboutContactDonate
Page Preview
Page 446
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩. શ્રાવકના એકવીસ ગુણ ૪૧૧ ૧૦. દયાળુ એટલે દયાવાન :- દુઃખીજીના દુઃખ દૂર કરવાની ઈરછાવાળે. દયા ધર્મનું મૂળ છે, જે પ્રસિદ્ધ છે. ૧૧. મધ્યસ્થ – રાગ-દ્વેષ રહિત બુદ્ધિવાળો હોય તે મધ્યસ્થ. તે મધ્યસ્થી રાગ-દ્વેષ વગરનો હોવાથી જગતને પણ પ્રિય થાય છે. ૧૨. સૌમ્યષ્ટિ :- કેઈને પણ ઉદ્વેગ એટલે હેરાન ન કરનાર હોય, તે જીવને જેવા માત્રથી પણ વહાલું લાગે. ૧૩ ગુણરાગી - ગભીરતા-સ્થિરતા વિગેરે ગુણેનો પ્રેમી હોય, તે ગુણરાગી. તે ગુણરાગી ગુણને પક્ષપાતી હોવાથી સદ્દગુણેનું અને ગુણીનું બહુમાન કરે અને નિર્ગુણની ઉપેક્ષા કરે છે. ૧૪. સત્કથ-સુપક્ષ ચુત :- સદાચાર સેવનારે લેવાથી સન્ચારિત્રની વાત કરવાની ઈચ્છા–રૂચિવાળે હેય. સચારિત્રવાન હોવાથી તેને પરિવાર પણ સત ચારિત્રની કથા કરનાર હેય પણ દુચારિત્રની કથા કરનાર ન હોય, તે સત્કર્થ સપક્ષ યુક્ત કહેવાય. એટલે ધર્મમાં બાધક ન હોય એવા પરિવારવાળો એ ભાવ છે. આવા પ્રકારના જીવને કેઈપણ ઉન્માગમાં લઈ જઈ ન શકે. " બીજા આચાર્યો સત્કથ અને સુપક્ષયુક્ત એમ બે ગુણે અલગ માને છે. અને મધ્યસ્થ તથા સૌમ્યર્દષ્ટિ એ બે ગુણેને એક ગુણ રૂપે માને છે ૧૫. સુદીર્ધદશ - સારી રીતે વિચારીને સારા પરિણામવાળા કાર્યને કરનારો હોય, તે જ વ્યક્તિ પારિણામિકી બુદ્ધિવડે સુંદર પરિણામવાળા આલેકના કાર્યને પણ આરંભે છે. આ ૧૬. વિશેષજ્ઞ: ધર્મમાં બાધક-અબાધક વિગેરેને જાણનારે એટલે વિવેક કરનાર અવિશેષજ્ઞો દેને પણ ગુણરૂપે અને ગુણને દેષરૂપે માને છે. ૧૭. વૃદ્ધાનુગ - એટલે વૃદ્ધાનુયાયી એટલે પરિણત બુદ્ધિવાળા અનુભવી માણસની ગુણ પ્રાપ્ત કરવાની બુદ્ધિથી સેવા કરે, તે વૃદ્ધાનુગ-વૃદ્ધ પુરુષોની સલાહ પ્રમાણે ચાલનારો માણસ ક્યારે આપત્તિને પામતો નથી. ૧૮. વિનીત - વિનયી વડીલ લોકેને આદર બહુમાન કરનારે હેય છે, તે વિનયવાનને તરત જ સંપદાઓ પ્રાપ્ત થાય છે. ૧૯. કૃતજ્ઞ - ઈહલૌકિક કે પરલૌકિક થોડે પણ બીજાએ કરેલ ઉપકારને મને પણ એને છુપાવે નહિં તે કૃતજ્ઞ. જે કૃતદની એટલે કરેલ ઉપકારને ન માનનારે તે જગતમાં નિદાને પામે છે. ૨૦. પરહિતાર્થકારી:- બીજાના હિતકારી કાર્યો કરવાનો જેમનો સ્વભાવ છે, તે પરહિતાર્થકારી. દાક્ષિણ્યવાન એટલે કેઈ તેને પ્રાર્થના કરે એટલે કહે, તે જ ઉપકાર કરે. જ્યારે પરહિતકારી પોતાની મેળે જ પરોપકાર કરે છે. એ પ્રમાણે એ બે માં ભેદ છે.
SR No.022023
Book TitlePravachan Saroddhar Part 02
Original Sutra AuthorN/A
AuthorAmityashsuri, Vajrasenvijay
PublisherShiv Jain Shwe Mu. Pu. Jain Sangh
Publication Year1993
Total Pages556
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy