SearchBrowseAboutContactDonate
Page Preview
Page 447
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૧૨ - પ્રવચનસારે દ્ધાર ભાગ-૨ જે સ્વાભાવથી જ પરહિત કરવામાં હમેશા રક્ત હોય તે સ્વભાવિકપણે જ નિસ્પૃહપણાના ભાવથી બીજાને પણ સધર્મમાં સ્થાપન કરે છે. ૨૧. લબ્ધલક્ષ:- લબ્ધ એટલે જે મેળવવું તે, લક્ષ એટલે શીખવા યોગ્ય જે અનુષ્ઠાનક્રિયા. જેને શીખવા ગ્ય અનુષ્ઠાનક્રિયા પ્રાપ્ત કરી લીધા છે. લબ્ધલક્ષ પૂર્વભવમાં જાણે અભ્યાસ કરીને ન આવ્યું હોય, એમ બધુયે ધર્મકાર્ય જલદી-ઝડપથી સમજી જાય જાણીલે એ આ ગુણને ભાવે છે. આવા પ્રકારના જીવને જ વંદન પડિલેહણ વિગેરે ધર્મક્રિયાને સુખપૂર્વક શીખવી શકાય છે અને આવા પ્રકારના એકવીસ ગુણવાળે શ્રાવક હોય છે. (૧૩૫૬-૧૩૫૭-૧૩૫૮) ૨૪૦. તિર્યંચીણુનીઉષ્કૃષ્ટ ગર્ભસ્થિતિ उकिट्ठा गम्भठिई तिरियाणं होइ अट्ठ वरिसाई । माणुस्सीणुकिट्ट इत्तो गब्भडिई-वुच्छं ॥१३५९॥ તિર્યંચ ની ગર્ભ રહેવા રૂપ ગભસ્થિતિ ઉત્કૃષ્ટ આઠ વર્ષની છે, તે પછી ગર્ભ નાશ પામે અથવા પ્રસૂતિ થાય છે. ૨૪૧-૨૪૨. મનુષ્ય સ્ત્રીની ઉત્કૃષ્ટ ગર્ભસ્થિતિ અને મનુષ્યપુરુષની ગર્ભની કાયસ્થિતિ गम्भडिइ मणुस्सीणुक्किट्ठा होइ वरिस वारसगं । गब्भस्स य कायठिई नराण चउवीस वरिसाई ॥१३६०।। મનુષ્ય સ્ત્રીની ઉત્કૃષ્ટ ગર્ભસ્થિતિ બાર વર્ષની અને ગર્ભમાં રહેલ મનુષ્યની કાયસ્થિતિ વીસ વર્ષની છે. મનુષ્યશ્રીઓની ઉત્કૃષ્ટગર્ભસ્થિતિ બાર વર્ષ પ્રમાણની છે. આને ભાવ એ છે, કે કેઈક જીવ ઘણા પાપને ઉદય પ્રગટવાથી વાયુપિત્ત વિગેરેથી દૂષિત થવાના કારણે અથવા દેવ વિગેરે દ્વારા ખંભિત થવાથી બાર વર્ષ સુધી ગર્ભમાં સતત રહે છે. આ ભવસ્થિતિ કહી. મનુષ્યનાગની કાયસ્થિતિ વીસ વર્ષ કહ્યા છે. કેઈક જીવ બાર વર્ષ સુધી જીવીને ત્યાર બાદ મૃત્યુ પામી તેવા પ્રકારના કર્મવશે તે ગર્ભમાં જ રહેલા જ કલેવર એટલે શરીરમાં પાછા ઉત્પન્ન થાય છે અને ફરીવાર તે જ બાર વર્ષ જીવે–એ પ્રમાણે વીસ વર્ષ ઉત્કૃષ્ટથી ગર્ભમાં જીવ રહે છે. (૧૩૬૦)
SR No.022023
Book TitlePravachan Saroddhar Part 02
Original Sutra AuthorN/A
AuthorAmityashsuri, Vajrasenvijay
PublisherShiv Jain Shwe Mu. Pu. Jain Sangh
Publication Year1993
Total Pages556
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy