SearchBrowseAboutContactDonate
Page Preview
Page 43
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રવચન–સારાદ્ધાર ભાગ-૨ આયિને જઘન્યથી એક વર્ષ અને ઉત્કૃષ્ટથી ખાર વર્ષ સુધીનું જાણવું. કહ્યુ` છે કે તેમાં આશાતનાઅનવસ્થાપ્ય જઘન્યથી છ માસ અને ઉત્કૃષ્ટથી એક વર્ષ સુધીનું છે. પ્રતિસેવનાઅનવસ્થાપ્ય જઘન્યથી ખાર માસ અને ઉત્કૃષ્ટથી ખાર વર્ષ હાય છે. આશાતનાઅનવસ્થાપ્યું તે છે કે જે તીથંકર, પ્રવચન, ગણધર વગેરેની આશાતના કરનારા છે. પ્રતિસેવનાઅનવસ્થાપ્ય તે છે કે જે હાથ વગેરેથી મારનારા, સાધુમિક (સાધુ) અન્ય ધાર્મિકને મારનારા, ચારી કરનારા હોય છે. (૭૫૭) दस ता अणुसज्जेती जा चउदसपुव्वि पढमसंघयणी । ते परं मूलंतं दुप्पसहो जाव चारिती ||७५८ || ચૌદપૂર્વી અને પ્રથમ સંઘયણી સુધી દશેપ્રાયશ્ચિત્તો હતા. તેમાંથી મૂલ સુધીના આઠં પ્રાયશ્ચિત્ત દુપ્પુસહસૂરિ નામના સાધુ સુધી રહેશે. પ્રશ્ન :- આ દશ પ્રાયશ્ચિત્તો શાસનના અંત સુધી રહેશે કે નહીં ? ઉત્તર :– જ્યાં સુધી ચૌદપૂર્વીએ અને પ્રથમ સંઘયણીએ હતા ત્યાં સુધી દશે પ્રાયશ્ચિત્તો હતો ચૌદપૂર્વ॰ ધરા અને પ્રથમ સંઘયણી-એ અને એક સાથે વિચ્છેદ પામ્યા છે. તેમના વિચ્છેદ થવાથી અનવસ્થાપ્ય અને પારાંચિત વિચ્છેદ પામ્યા. અનવરથાપ્ય અને પારાંચિતના વિચ્છેદ પછી આલેચનાથી માંડી મૂળ સુધીના આઠ પ્રાયશ્ચિત્તો દુપસહસૂરિ મ. સા. સુધી રહેશે. તેમના કાળધમ પછી તી અને ચારિત્ર નાશ પામશે. (૭૫૮) ૯૯-૧૦૦ આવ-પવિભાગ સામાચારી सामायारी ओहंम ओह निज्जुत्तिजंपियं सव्वं । सा पयविभाग सामायारी जा छेयगंथुत्ता ॥ ७५९॥ આઘસામાચારી આઘનિયુક્તિમાં કહેલ જાણવી. અને પવિભાગ સામાચારી જે છેદગ્રંથમાં કહેલ છે તે જાણવી. શિષ્ટપુરુષાએ આચરેલ ક્રિયા સમૂહ, તે સામાચાર કહેવાય. તે સામાચારના જે ભાવ તે સામાચારી. તે સામાચારી (૧) એઘસામાચારી, (૨) દર્શાવેધસામાચારી, (૩) પદિવભાગ સામાચારી—એમ ત્રણ પ્રકારે છે. એઘસામાચારી:–સામાન્યથી સંક્ષેપમાં પડિલેહણ વગેરે આચાર, તે આધનિયુક્તિમાં કહેલ સર્વ વિષય ઘસામાચારી રૂપે જાણવા કેમકે તેમાં સાધુઓને બધાયે પડિલેહણ વગેરે આચાર સામાન્યથી કહેવામાં આવ્યા છે.
SR No.022023
Book TitlePravachan Saroddhar Part 02
Original Sutra AuthorN/A
AuthorAmityashsuri, Vajrasenvijay
PublisherShiv Jain Shwe Mu. Pu. Jain Sangh
Publication Year1993
Total Pages556
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy