SearchBrowseAboutContactDonate
Page Preview
Page 42
Loading...
Download File
Download File
Page Text
________________ ૯૮. પારાંચિત પ્રાયશ્ચિત્ત ચિત તપ એટલે કે ત્યાં સુધીના તપ કરવા કે જે તપ કરતા શરીરમાં ઊઠવા એસવાની પણ શક્તિ ન રહે. જયારે ઊઠી બેસી ન શકે ત્યારે બીજાને વિનંતિ કરે હું આ”! મારે ઉભા થવું છે, ત્યારે તે સાધુએ તેની સાથે બાલ્યા વગર તેને ઉઠાડવું આદિ કામ કરી આપે. આવા પ્રકારના ઉચિત તપ કર્યાં પછી તેની ઉપસ્થાપના કરાય. (૭૫૫) ७ पारंचियमावज्जइ सलिंगनिवभारियाइसेवाहि । अव्वत्तलिंगधरणे वारसवरिसाई सूरीणं १० ॥७५६॥ સ્વલિંગવાળી સાધ્વીને કે રાજાની રાણીને સેવનારા આચાર્યોને બાર વર્ષાં સુધી અવ્યક્ત લિંગ ધારણ કરવાપૂર્વક અપરાધનું પ્રાયશ્ચિત્ત અપાય, તે પારાંચિતપ્રાયશ્ચિત્ત છે. ૧૦. પારાંચિત પ્રાયશ્ર્વિત્ત :- સ્વલિંગી સાધ્વીને કે રાજરાણીને સેવનારા, સાધુ વધ કરનાર કે રાજવધ કરનારા, મહાસત્ત્વશાળી આચાર્યને જઘન્યથી છ મહિનાથી લઈ ઉત્કૃષ્ટ બાર વર્ષ સુધી અવ્યક્ત ( અપ્રગટ) લિંગ ધારણ કરવાપૂર્વક, જિનકલ્પ સમાન ( આચારપૂર્વક ) બહાર રહી, વિપુલ તપ કરવાપૂર્વક અપરાધનું જે પ્રાયશ્ચિત્ત કરાય, તે પારાંચિતપ્રાયશ્ચિત્ત કહેવાય. અતિચાર પાર પામ્યા પછી એટલે વિશુદ્ધ થયા પછી જ ફરી દીક્ષા અપાય. (૭૫૬) नवरं दसमावतीए नवममज्झावयाण पच्छितं । .. छम्मासे जाव तयं जहन्नमुकोसओ वरिस || ७५७॥ ઉપાધ્યાયાને દશમા પ્રાયશ્ચિત્ત ચેાગ્ય અપરાધમાં નવમું જ પ્રાયશ્ચિત્ત અપાય છે. તે અનવસ્થાપ્ય જઘન્ય છ માસથી લઇ ઉત્કૃષ્ટ બાર માસનુ હેાય છે. હવે આ પ્રાયશ્ચિત્તમાં જે વિશેષતા છે, તે કહે છે, ઉપાધ્યાયાને જે અપરાધમાં દશમું પ્રાયશ્ચિત્ત આવેલું હોય, ત્યાં તેમને નવમું અનવસ્થાપ્યપ્રાયશ્ચિત્ત જ અપાય છે. જે જે અપરાધામાં પારાંચિતપ્રાયશ્ચિત્ત આવતું હોય, તે તે અપરાધા ઘણીવાર સેવ્યા હોય છતાં ઉપાધ્યાયેાને અનવસ્થાપ્યપ્રાયશ્ચિત્ત જ અપાય છે, પારાંચિત નહીં. કારણ કે ઉપાધ્યાયેાને અનવસ્થાપ્ય સુધીના જ પ્રાયશ્ચિત્ત આપવાનું વિધાન છે. એ પ્રમાણે સામાન્ય સાધુએને અનવસ્થાપ્ય અને પારાંચિતપ્રાયશ્ચિત્ત ચેાગ્ય અપરાધેામાં મૂળ સુધીનું જ પ્રાયશ્ચિત્ત અપાય છે. તે અનવસ્થાપ્યપ્રાયશ્ચિત્ત જન્યથી છ મહિના અને ઉત્કૃષ્ટથી બાર માસનું છે. આ હકીકત આશાતનાઅનવસ્થાપ્ય આશ્રયિને જાણવી. બાકી પ્રતિસેવનાઅનવસ્થાપ્ય
SR No.022023
Book TitlePravachan Saroddhar Part 02
Original Sutra AuthorN/A
AuthorAmityashsuri, Vajrasenvijay
PublisherShiv Jain Shwe Mu. Pu. Jain Sangh
Publication Year1993
Total Pages556
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy