SearchBrowseAboutContactDonate
Page Preview
Page 44
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૧. ચક્રવાલ સામાચારી. પદવિભાગ સામાચારી - જિતકલ્પ, નિશીથ વગેરે છેદગ્રંથમાં કહેલ તે પદવિભાગ સામાચારી જાણવી. વર્તમાનકાલીન સાધુઓની તેવા પ્રકારની શ્રુત ભણવાની શક્તિની હાનિ, આયુષ્ય વગેરેની અપતાના કારણે ઘસામાચારી નવમે પૂર્વની ત્રીજી આચાર વસ્તુમાંથી વીશમા પ્રાભૂતના આઘપ્રાભૂતમાંથી આઘપ્રાભૃતસામાચારી રચાઈ છે. અને પદવિભાગસામાચારી નવમાં પૂર્વમાંથી જ રચાઈ છે. (૭૫૯) ૧૦૧ ચક્રવાલ સામાચારી इच्छा १ मिच्छा २ तहकारो ३, आवस्सिया य ४ निसीहिया ५। બાપુજી ૬ pragછા ૭, ઇંધ ર ૮ નિમંતir 3 II૭૬ ૦ उवसंपया य १० काले, सामायारी भवे दसविहा उ । एएसिं तु पयाणं पत्तेय-परूवणं वोच्छं ॥७६१॥ (૧) ઈચ્છાકાર, (૨) મિચ્છાકાર, (૩) તથાકાર, (૪) આવશ્ચિકિ, (૫) ઔષધિકી, (૬) આપૃછા, (૭) પ્રતિપુછા, (૮) છંદણા, (૯) નિમંત્રણ (૧૦) ઉપ સંપદા-આ સંયમધમની કાળવિષયક દશ સામાચારી છે. આ દશે પદમાં દરેકનું સ્વરૂપ કહેશે. ૧. ઇચ્છાકાર :- જે ઈરછવું તે ઈચ્છા. કરવું તે કાર. ઇચ્છાકાર એટલે બળાત્કાર વગર સ્વેચ્છાપૂર્વક જે કરાવવું તે. મારું આ કામ ઈચ્છાકારપૂર્વક કર એટલે કે બળાત્કાર વગર તારી ઈચ્છા જે હોય તે મારું આ કામ કર. . ૨. મિચ્છાકાર:- મિથ્યા એટલે ખોટું કે જૂઠું મિથ્યાકરણ એટલે મિથ્યા કરવું તે મિચ્છાકાર. સંયમયેગમાં ખોટું આચરણ થયું હોય, તે જિનવચનના સારને જાણકાર મુનિએ તે ક્રિયાને બેટી જણાવવા માટે મિથ્યાકાર કરે છે. એટલે કે “આ મારી દિયા મિથ્યા થાઓ” “મિચ્છામિ દુક્કડ” આપે. ૩. તથાકાર :- તથાકરણ એટલે તહત્તિ કરીને વડિલના વચનને સ્વીકાર કરે. એટલે સૂત્રવિષયક કે બીજા કેઈપણ વિષયક પ્રશ્ન વગેરેના ઉત્તરને “તમે જે પ્રમાણે કહ્યું કે તે પ્રમાણે જ છે. તે તથાકાર. ૪. આવશ્ચિકી –અવશ્ય કરવા યોગ્ય કિયા તે આવથિકી. ૫. નૈધિકી - નિષેધ એટલે અસંયમિત શરીરની ક્રિયાના નિવારણથી થતી જે ક્રિયા તે નૈધિકી. જેમકે શા (ઉપાશ્રય) વગેરેમાં પ્રવેશ વખતે તે કરાય છે. ૬. આપૃચ્છા: પૂછવું તે પૃરછા. વિહારભૂમિ વગેરેમાં જવા વગેરે ક્રિયાઓ ગુરુને પૂછીને કરવી તે આપૃચ્છા.
SR No.022023
Book TitlePravachan Saroddhar Part 02
Original Sutra AuthorN/A
AuthorAmityashsuri, Vajrasenvijay
PublisherShiv Jain Shwe Mu. Pu. Jain Sangh
Publication Year1993
Total Pages556
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy