SearchBrowseAboutContactDonate
Page Preview
Page 428
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૩ ર૩૬. અણુવ્રતાના ભાંગા - કરણકરાવણ, અનુમોદનરૂપ ત્રણ કરણને મન, વચન, કાયારૂપ ત્રણ ભેગની સાથે સંબંધ કરતા એક પ્રકારે સંગિક, બે સંયેગી, ત્રણ સંયેગી ભાંગાની વિચારણા કરતાં સાત સકે થાય છે. તે આ પ્રમાણે, ૧. સ્થૂલહિંસા વિગેરે ન કરવી મનવડે, ૨. વચનવડે, ૩. કાયાવડે, ૪. મનવચનવડે, ૫, મનકાયાવડે, ૬. વચનકાયાવડે, ૭. મન-વચન-કાયાવડે. આ કરવારૂપ કરણના સાત ભાંગા થયા. એ પ્રમાણે કરવાના સાત ભાંગા, કરાવવાના સાત ભાંગા એ પ્રમાણે અનુમતીના સાત ભાંગા, કરવું, કરાવવું-સાત ભાંગ કરવું, અનુમતીને સાત ભાંગા, કરાવવું અનુમતીના સાત ભાંગા, કરવું–કરાવવું અનુમતીના સાત ભાંગા કુલ ૪૯ થાય છે. (૧૩૨૫) સૂત્રકાર અહીં આગળ કહેલા જ નવ ભાંગાના ઉત્તરભાગાના પ્રતિપાદન પૂર્વક એકસો સુડતાલીસ (૧૪૭) ભાંગાઓ કહે છે. पढमेको तिन्नि तिया दोन्नि नवा तिन्नि दो नवा चेवा । काल तिगेण य गुणिया सीयालं होइ भंगसयं ॥१३२६॥ પહેલા ભાગમાં એક ભેદ પછી ત્રણ ભાંગામાં ત્રણ-ત્રણ ભેદે, પછી બે ભાંગાના નવ-નવ ભેદે, પછી એકમાં ત્રણ અને છેલ્લે બેમાં નવ-નવ -એ બધાને ત્રણ કાળ વડે ગુણતા એક સુડતાલીસ (૧૪૭) ભાંગા થાય છે. * સિન્નિતિયા (૧૩૨૪) ગાથા વિગેરેમાં કહેલા નવ ભાંગાના પ્રતિપાદક આંકડાની નીચે પહેલા સ્થાને એક સ્થાપવા-લખવો. તે પછી ક્રમસર ત્રણ ત્રગડા લખવા. તે પછી બે નવડા લખવા. તે પછી એક ત્રગડે, તે પછી ફરીવાર બે નવડા લખવા. આને ભાવાર્થ આ પ્રમાણે છે. ત્રિવિધ-ત્રિવિધ ભાંગાને એકજ ભેદ છે. સંપૂર્ણ પ્રકારે પચ્ચકખાણ હોવાથી બીજા વિકલ્પને અભાવ છે. તે પછી બીજા, ત્રીજા, ચોથા ભાંગામાં ત્રણ-ત્રણ, પાંચમા–છઠ્ઠામાં નવ-નવ, સાતમામાં ત્રણ, આઠમા-નવમામાં નવનવ ભાંગા-એમ બધા મળીને ઓગણપચાસ (૪) ભાંગા થાય છે. એ ઓગણપચાસ ભાંગાઓ ત્રણ કાળના પચ્ચકખાણના વિષય રૂપે હોવાથી ભૂતકાળ, ભવિષ્યકાળ અને વર્તમાનકાળ રૂ૫–ત્રણ કાળ વડે ગુણતા એક સુડતાલીસ (૧૪૭) ભાંગા થાય છે. એની ત્રિકાળ વિષયતા ભૂતકાળની નિંદા કરવા વડે, વર્તમાનકાળમાં સંવર કરવા વડે અને ભવિષ્યકાળનું પચ્ચકખાણ કરવા વડે થાય છે. કહ્યું છે કે “ભૂતકાળને હું બિંદુ છું, વર્તમાનકાળમાં હું સંવર કરૂં છું અને ભવિષ્યકાળના હું પચ્ચકખાણ કરું છું.” હવે શ્રાવકના સાતસો પાંત્રીસ ભેદ કહે છે. . .. पंचाणुव्वयगुणिय सीयालसयं तु नवरि जाणाहि । . सत्त सया पणतीसा सावयवयगहण कालंमि ॥१३२७।। ૫૦
SR No.022023
Book TitlePravachan Saroddhar Part 02
Original Sutra AuthorN/A
AuthorAmityashsuri, Vajrasenvijay
PublisherShiv Jain Shwe Mu. Pu. Jain Sangh
Publication Year1993
Total Pages556
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy